Home /News /sport /

IND vs ENG 3rd Test : રુટે ભારત સામે આઠમી સદી ફટકારી, ઇંગ્લેન્ડે 345 રનની લીડ મેળવી

IND vs ENG 3rd Test : રુટે ભારત સામે આઠમી સદી ફટકારી, ઇંગ્લેન્ડે 345 રનની લીડ મેળવી

રુટની રેકોર્ડતોડ સદી (AP)

India vs England 3rd Test- રુટ એક કેલેન્ડર યરમાં સૌથી વધારે રન બનાવનાર ઇંગ્લેન્ડનો કેપ્ટન બની ગયો છે. તેણે એલિસ્ટર કૂકનો રેકોર્ડ તોડ્યો

    હેડિંગ્લે : ફોર્મમાં ચાલી રહેલા જો રુટે (Joe Root)શ્રેણીની ત્રીજી સદી (Joe Root Century)ફટકારીને (121) ભારત સામે ત્રીજી ટેસ્ટના (India vs England 3rd Test)બીજા દિવસે પોતાની ટીમની સ્થિતિ મજબૂત બનાવી દીધી છે. ભારતના (Team India)78 રનના જવાબમાં ઇંગ્લેન્ડે બીજા દિવસના અંતે 8 વિકેટે 423 રન બનાવી લીધા છે. ઇંગ્લેન્ડે (IND vs ENG) 345 રનની લીડ મેળવી લીધી છે અને તેની 2 વિકેટો બાકી છે. મેચમાં હજુ ત્રણ દિવસ બાકી હોવાથી પરિણામ આવશે તે નક્કી છે.

    રુટે આ શ્રેણીમાં ભારત સામે સતત ત્રીજી સદી ફટકારી છે. રુટે નોટિંઘમ ટેસ્ટમાં સદી (109) ફટકારી હતી. આ પછી લોર્ડ્સ ટેસ્ટમાં પણ સદી (અણનમ 180 )ફટકારી હતી અને હવે લીડ્સમાં પણ સદી ફટકારી છે. તેણે 124 બોલમાં પોતાની કારકિર્દીની 23મી સદી ફટકારી છે.

    રુટની રેકોર્ડતોડ સદી

    પોતાની 23મી ટેસ્ટ સદી દરમિયાન રુટે ઘણા રેકોર્ડ તોડ્યા છે. રુટ દુનિયાનો પ્રથમ એવો ખેલાડી બન્યો છે જેણે સતત ત્રણ ટેસ્ટ સદી ફટકારવાની સિદ્ધિ બે વખત મેળવી છે. આ સિવાય રુટ એક કેલેન્ડર યરમાં સૌથી વધારે રન બનાવનાર ઇંગ્લેન્ડનો કેપ્ટન બની ગયો છે. તેણે એલિસ્ટર કૂકનો રેકોર્ડ તોડ્યો છે. કૂકે 2015માં 1364 રન બનાવ્યા હતા. રુટે આ કેલેન્ડર યરમાં 6 ટેસ્ટ સદી ફટકારી છે, જેમાં 4 ભારત સામે ફટકારી છે. રુટે ભારત સામે આઠમી સદી ફટકારી છે.

    આ પણ વાંચો - India vs England 3rd Test: ટીમ ઇન્ડિયા 170 રનનો ટાર્ગેટ આપી શકે તો જીતવાની આશા મોટી, આંકડામાં સમજો

    જો રુટે 121 રન બનાવ્યા હતા. તે બુમરાહની ઓવરમાં આઉટ થયો હતો. ભારત તરફથી ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ સૌથી વધારે 3 વિકેટ ઝડપી છે. સિરાજ અને જાડેજાને 2-2 વિકેટ મળી છે.

    આ રેકોર્ડથી ટીમ ઇન્ડિયાની જીત મુશ્કેલ

    વિરાટ કોહલીની કેપ્ટનશિપમાં ટીમ બીજી વખત 100થી ઓછા સ્કોર પર ઓલઆઉટ થઇ છે. આ પહેલા ગત વર્ષે ટીમ ઇન્ડિયા ઓસ્ટ્રેલિયામાં ફક્ત 36 રન બનાવી ઓલઆઉટ થઇ ગઈ હતી. આ ભારતનો ટેસ્ટનો સૌથી ન્યૂનતમ સ્કોર છે. કોહલીની કેપ્ટનશિપમાં ટીમ જ્યારે પણ ઇનિંગ્સમાં 140થી ઓછા સ્કોરે આઉટ થાય છે તો ક્યારેય ટેસ્ટ જીતી શકતી નથી. આવામાં ટીમ ઇન્ડિયાએ આ મેચ જીતવા ચમત્કાર કરવો પડશે.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: 3rd test, IND Vs ENG, India vs england, Joe root, Team india

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन