Home /News /sport /

Ind vs Eng : ઇંગ્લેન્ડની જીતમાં બટલર ઝળક્યો, ત્રીજી ટી-20માં ટીમ ઇન્ડિયાનો 8 વિકેટે પરાજય

Ind vs Eng : ઇંગ્લેન્ડની જીતમાં બટલર ઝળક્યો, ત્રીજી ટી-20માં ટીમ ઇન્ડિયાનો 8 વિકેટે પરાજય

વિરાટ કોહલીના 46 બોલમાં 8 ફોર 4 સિક્સર સાથે અણનમ 77 રન, બટલરના 52 બોલમાં 5 ફોર, 4 સિક્સર સાથે અણનમ 83 રન

વિરાટ કોહલીના 46 બોલમાં 8 ફોર 4 સિક્સર સાથે અણનમ 77 રન, બટલરના 52 બોલમાં 5 ફોર, 4 સિક્સર સાથે અણનમ 83 રન

    અમદાવાદ : જોશ બટલરના અણનમ 83 અને બેરિસ્ટોના અણનમ 40 રનની મદદથી ઇંગ્લેન્ડે ભારત સામેની ત્રીજી ટી-20માં 8 વિકેટે વિજય મેળવ્યો છે. ભારતે 20 ઓવરમાં 6 વિકેટે 156 રન બનાવ્યા હતા. જવાબમાં ઇંગ્લેન્ડે 18.2 ઓવરમાં 2 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો. આ જીત સાથે ઇંગ્લેન્ડે પાંચ મેચની શ્રેણીમાં 2-1થી સરસાઇ મેળવી લીધી છે. શ્રેણીની ચોથી ટી-20 મેચ 18 માર્ચના રોજ રમાશે.

    Live અપડેટ્સ

    -બટલરના 52 બોલમાં 5 ફોર, 4 સિક્સર સાથે અણનમ 83 રન

    -બેરિસ્ટોના 28 બોલમાં 5 ફોર સાથે અણનમ 40 રન

    -બટલરે 26 બોલમાં 4 ફોર, 3 સિક્સર સાથે 50 રન પુરા કર્યા

    -ડેવિડ મલાન 18 રને આઉટ

    -જેસન રોય 9 રને ચહલનો શિકાર બન્યો

    -માર્ક વુડે 3 વિકેટ, ક્રિસ જોર્ડને 2 વિકેટ ઝડપી

    - ભારતે 20 ઓવરમાં 6 વિકેટે 156 રન બનાવ્યા

    આ પણ વાંચો - ક્રિકેટર જસપ્રીત બુમરાહના સંજના ગણેશન સાથે થયા લગ્ન, સામે આવી પ્રથમ તસવીર

    -વિરાટ કોહલીના 46 બોલમાં 8 ફોર 4 સિક્સર સાથે અણનમ 77 રન

    -હાર્દિક પંડ્યાના 15 બોલમાં 17 રન

    -ઐયર 9 રને આઉટ

    -પંત 20 બોલમાં 25 રન બનાવી રન આઉટ થયો

    -ઇશાન કિશન 4 રને કેચ આઉટ થયો

    -રોહિત શર્મા 15 રને વુડનો બીજો શિકાર બન્યો

    -કેએલ રાહુલ ફરી ફ્લોપ, શૂન્ય રને વુડની ઓવરમાં બોલ્ડ થયો

    -ઇંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે

    બંને ટીમો આ પ્રમાણે છે

    ભારતીય ટીમ - કેએલ રાહુલ, રોહિત શર્મા, ઇશાન કિશન, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, ઋષભ પંત, હાર્દિક પંડ્યા, વોશિંગ્ટન સુંદર, ભુવનેશ્વર કુમાર, શાર્દુલ ઠાકુર, યુજવેન્દ્ર ચહલ.

    ઇંગ્લેન્ડની ટીમ - જેસન રોય, જોસ બટલર, ડેવિડ મલાન, જોની બેયરસ્ટો, ઓઇન મોર્ગન, બેન સ્ટોક્સ, સૈમ કુરેન, જોફ્રા આર્ચર, ક્રિસ જોર્ડન, આદિલ રાશિદ, માર્ક વુડ.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: 3rd T20I, Ahmedabad match, Ind vs eng match, India vs england, India vs england 3rd T20I Live, Live Cricket Score, Narendra Modi Stadium, Narendra modi stadium news

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन