IND vs ENG 2nd Test : લોકેશ રાહુલની સદી, ભારત સંગીન સ્થિતિમાં

KL Rahul (તસવીર- બીસીસીઆઈ)

IND vs ENG 2nd Test- રોહિત શર્મા 83 રન બનાવી એન્ડરસનની ઓવરમાં બોલ્ડ થયો

  • Share this:
    લોર્ડ્સ : કેએલ રાહુલની અણનમ સદી (127) અને રોહિત શર્માના 83 રનની મદદથી ભારતે ઇંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટના (IND vs ENG 2nd Test ) પ્રથમ દિવસે પકડ મજબૂત બનાવી લીધી છે. પ્રથમ દિવસના અંતે ભારતે 3 વિકેટ ગુમાવી 276 રન બનાવી લીધા છે. કેએલ રાહુલ 127 અને અજિંક્ય રહાણે 1 રને રમતમાં છે.

    મેચ અપડેટ્સ

    -વિરાટ કોહલી 42 રને આઉટ

    -કેએલ રાહુલે 212 બોલમાં 9 ફોર, 1 સિક્સર સાથે સદી પૂરી કરી

    -કેએલ રાહુલે 137 બોલમાં 2 ફોર, 1 સિક્સર સાથે 50 રન પૂરા કર્યા

    -ચેતેશ્વર પૂજારા 9 રને એન્ડરસનનો શિકાર બન્યો

    -રોહિત શર્મા 83 રન બનાવી એન્ડરસનની ઓવરમાં બોલ્ડ થયો

    -રોહિત શર્માના 145 બોલમાં 11 ફોર 1 સિક્સર સાથે 83 રન

    - રોહિત શર્માએ 83 બોલમાં 4 ફોર સાથે 50 રન પૂરા કર્યા

    - ટીમ ઇન્ડિયામાં શાર્દુલ ઠાકુરના સ્થાને ઇશાંત શર્માનો સમાવેશ કરાયો છે.

    -ભારત સામેની બીજી ટેસ્ટમાં ઇંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો

    આ પણ વાંચો - IND VS ENG: પૂજારા સતત 10મી ટેસ્ટ ઇનિંગ્સમાં ફ્લોપ, કોહલીએ શોધવો પડશે વિકલ્પ!

    પ્રથમ ટેસ્ટ ડ્રો

    ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની પ્રથમ ટેસ્ટ વરસાદ અને ખરાબ મોસમના કારણે ડ્રો રહી હતી. બીજી ટેસ્ટ પહેલા ઇંગ્લેન્ડનો સ્ટાર બોલર સ્ટુઅર્ટ બ્રોડ શ્રેણીમાંથી બહાર થઇ ગયો છે.

    બંને ટીમોની પ્લેઇંગ ઇલેવન

    ભારતીય ટીમ- રોહિત શર્મા, કેએલ રાહુલ, વિરાટ કોહલી, ચેતેશ્વર પૂજારા, અજિંક્ય રહાણે, રવીન્દ્ર જાડેજા, ઇશાંત શર્મા, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ.

    ઇંગ્લેન્ડની ટીમ- રોરી બર્ન્સ, ડોમ સિબ્લી, હસીસ હમીદ, જો રુટ, જોની બેયરસ્ટો, જોશ બટલર, મોઇન અલી, સૈમ કરેન, ઓલી રોબિનસન, માર્ક વુડ, જેમ્સ એન્ડરસન
    Published by:Ashish Goyal
    First published: