Home /News /sport /India vs England: રોહિત શર્માની શાનદાર સદી, મોહમ્મદ યુસૂફ-તિલકરત્ને દિલશાનના પાછળ છોડ્યા

India vs England: રોહિત શર્માની શાનદાર સદી, મોહમ્મદ યુસૂફ-તિલકરત્ને દિલશાનના પાછળ છોડ્યા

તસવીર સાભાર: એપી

India vs England: ચેન્નાઈમાં રમવામાં આવી રહેલી ભારત-ઇંગ્લેન્ડ વચ્ચેની બીજી ટેસ્ટ મેચના પ્રથમ દિવસ રોહિત શર્મા (Rohit Sharma)એ શાનદાર સદી ફટકારી છે. ઇંગ્લેન્ડ વિરુદ્ધ રોહિત શર્માની આ પ્રથમ સદી છે.

નવી દિલ્હી: ભારત અને ઇંગ્લેન્ડ (India vs England) વચ્ચે ચાર ટેસ્ટ મેચની સીરિઝની બીજી મેચ આજે ચેન્નાઈના ચેપૉક સ્ટેડિયમમાં ચાલી રહી છે. બીજી ટેસ્ટના પ્રથમ દિવસે ભારતના સલામી બેટ્સમેન રોહિત શર્માએ (Rohit Sharma) શાનદાર સદી ફટકારી છે. ટેસ્ટ ક્રિકેટમાં રોહિત શર્માની આ સાતમી સદી છે. રોહિત શર્માએ ઇંગ્લેન્ડ (Team England) વિરુદ્ધ પ્રથમ સદી ફટકારી છે. રોહિત શર્માએ 14 ચોગ્ગા અને 2 છગ્ગાના સહારે પોતાની સદી પૂરી કરી હતી. ભારતીય પીચ પર રોહિત શર્માની સરેરાશ 80 ઉપર છે. રોહિત શર્માએ તમામ સદી ઘરેલૂ મેદાનમાં જ ફટાકરી છે.

ઇન્ટરનેશન ક્રિકેટની 40મી સદી

રોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાં સાત અને વન ડેમાં 29 અને ટી-20 ઇન્ટરનેશનલ મેચમાં ચાર સદી ફટકારી છે. ઇન્ટરનેશનલ ક્રિકેટમાં રોહિત શર્માની 40મી સદી છે. આ સાથે જ તેણે મોહમ્મદ યુસૂફ અને તિલકરત્ને દિલશાનને પાછળ રાખી દીધા છે. બંને ખેલાડીઓએ 39-39 સદી ફટકારી છે. જ્યારે રોહિત શર્માએ ન્યૂઝીલેન્ડના અનુભવી બેટ્સમેન રૉસ ટેલરની બરાબરી કરી લીધી છે. હાલના ખેલાડીઓની વાત કરીએ તો ફક્ત વિરાટ કોહલી (70) અને ડેવિડ વૉર્નર (43) રોહિત શર્માથી આગળ છે. ભારત તરફથી સૌથી વધારે સદી ફક્ત સચિન તેંડુલકર (100), વિરાટ કોહલી (70) અને રાહુલ દ્રવિડે (48) ફટકારી છે.

આ પણ વાંચો: મોટા સમાચાર: એપ્રિલથી પાટા પર દોડવા લાગશે તમામ રુટ્સની ટ્રેનો!

આ પહેલા ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતીય ટીમને શરૂઆત ખૂબ ખરાબ રહી છે. બીજી જ ઓવરમાં શુભમન ગિલ ખાતું ખોલાવ્યા વગર આઉટ થઈ ગયો હતો. જોકે, તેની કોઈ અસર રોહિત શર્માની બેટિંગ પર પડી ન હતી. રોહિત શર્માએ 47 બોલમાં જ અડધી સદી ફટકારી હતી. ચેતેશ્વર પૂજારાએ તેનો ખૂબ સારો સાથ આપ્યો હતો. ચેતેશ્વર પૂજારા અને રોહિત શર્મા વચ્ચે 85 રનની ભાગીદારી રહી હતી.

આ પણ વાંચો: PHOTOS: એક્સપ્રેસવે પર દોડી રહેલા બસમાં આગ, મુસાફરોઓ કૂદને જીવ બચાવ્યો 

બાદમાં જેક લીચના બોલમાં પુજારા 22 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. બેન સ્ટોક્સે સ્લિપમાં પુજારાનો કેચ પકડી લીધો હતો. પુજારા પછી ગ્રાઉન્ડમાં ઉતરેલો વિરાટ કોહલી ખાતું ખોલાવ્યા વગર પેવેલિયન પરત ફર્યો હતો.

બંને ટીમ આ પ્રમાણે છે:

ભારતની પ્લેઇંગ XI: રોહિત શર્મા, શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી (કેપ્ટન), અજિંક્ય રહાણે, ઋષભ પંત (વિકેટકીપર), અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, કુલદીપ યાદવ, ઇશાંત શર્મા, મોહમ્મદ સિરાઝ.

ઇંગ્લેન્ડની પ્લેઇંગ XI: રોરી બર્ન્સ, ડોમિનિક સિલ્બી, ડેનિયલ લૉરેન્સ, જો રૂટ (કેપ્ટન), બૅન સ્ટોક્સ, ઓલી પોપ, બૅન ફોક્સ (વિકેટકીપર) મોઈન અલી, સ્ટુઅર્ટ બ્રૉડ, જેક લીચ, ઓલી સ્ટોન.
First published:

Tags: England, India vs england, આઇસીસી, ક્રિકેટ, ચેન્નાઇ, બીસીસીઆઇ, ભારત