Ind vs Eng 2nd Test : રોહિત શર્માના 161 રન, પ્રથમ દિવસના અંતે ભારતનો સ્કોર 300/6

India vs England 2nd test

અજિંક્ય રહાણેની અડધી સદી (67)

  • Share this:
    ચેન્નાઈ : રોહિત શર્માની સદી (161) અને અજિંક્ય રહાણેની અડધી સદી (67)ની મદદથી ભારતે ઇંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટના પ્રથમ દિવસે સંગીન શરૂઆત કરી છે. પ્રથમ દિવસના અંતે ભારતે 6 વિકેટ ગુમાવી 300 રન બનાવી લીધા છે. દિવસના અંતે ઋષભ પંત 33 અને અક્ષર પટેલ 5 રને રમતમાં છે.

    Updates:

    >> અશ્વિન 13 રને રૂટનો શિકાર બન્યો

    >>   અજિંક્ય રહાણે 67 રન બનાવી મોઈન અલીને ઓવરમાં બોલ્ડ થયો

    >> ભારતીય ટીમને મોટો ઝટકો લાગ્યો છે. સલામી બેટ્સમેન રોહિત શર્મા 161 રન બનાવીને આઉટ થયો છે. રોહિત શર્મા અને અજિંક્ય રહાણેએ ચોથી વિકેટ પર 162 રનની ભાગીદારી કરી છે. રોહિત શર્માના આઉટ થવા સમયે ભારતનો સ્કોર 248/4.

    >> રોહિત શર્મા અને અજિંક્ય રહાણે વચ્ચે 100થી વધારે રનની ભાગીદારી.

    >> 50 ઓવર પૂર્ણ થવા સુધી ભારતનો સ્કોર ત્રણ વિકેટ ગુમાવીને 180 રન છે. અજિંક્ય રહાણે 71 બોલમાં 35 અને રોહિત શર્મા 163 બોલમાં 124 રન બનાવીને રમી રહ્યા છે.

    >> રોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાં સાતમી સદી ફટકારી.

    >> બીજી ટેસ્ટના પ્રથમ દિવસે લંચ સુધી ભારતે 26 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને 106 રન બનાવ્યા છે. અજિંક્ય રહાણે 12 બોલ પર 5 રન અને રોહિત શર્મા 78 બોલમાં 80 રન બનાવીને રમી રહ્યા છે.


    >> ભારતને ઉપરાઉપરી બે ઝટકા લાગ્યા. મોઈન અલીએ વિરાટ કોહલીને બોલ્ડ કર્યો હતો. વિરાટ કોહલી પોતાનું ખાતું પણ ખોલાવી શક્યો ન હતો. ચેતેશ્વર પુજારા 58 બોલમાં 21 રન બનાવીને આઉટ થયો હતો. પુજારાએ બે ચોગ્ગા પણ ફટકાર્યાં હતા.

    >> રોહિત શર્માની અડધી સદી: રોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાં પોતાની 12મી અડધી સદી ફટકારી છે. આ પહેલા ભારત પોતાની એક વિકેટ ગુમાવી ચૂક્યું છે. રોહિત શર્માએ 47 બોલમાં અડધી સદી ફટકારી હતી. 15 ઓવર પછી ભારતનો સ્કોર 60/1 હતો.

    >> ભારતને 1.3 ઓવરમાં પ્રથમ ઝટકો લાગ્યો છે. ઓલી સ્ટોને શુભમન ગિલને LBW આઉટ કર્યો છે. શુભમન ખાતું ખોલાવ્યા વગર જ પેવેલિયન પરત ફર્યો હતો. શુભમન ગિલ બાદ ચેતેશ્વર પુજારા રમતમાં ઉતર્યો છે.

    અક્ષર પટેલ આ મેચથી ટેસ્ટમાં ડેબ્યૂ કરી રહ્યો છે. તે ભારતનો 302મો ટેસ્ટ ખેલાડી બન્યો છે. કુલદીપ યાદવને પણ પ્લેઇંગ ઇલેવનમાં શામેલ કરાયો છે. વોશિંગટન સુંદરની જગ્યાએ કુલદીપ યાદવ અને શાહબાદ નદીમની જગ્યાએ અક્ષર પટેલને સ્થાન મળ્યું છે. જસપ્રીત બુમરાહને આ મેચ માટે આરામ આપવામાં આવ્યો છે. તેની જગ્યાએ મોહમ્મદ સિરાઝને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મળ્યું છે.

    જ્યારે ઇંગ્લેન્ડની પ્લેઇંગ ઇલેવનમાં ક્રિસ વોક્સ શામેલ નથી. ઇંગ્લેન્ડની ટીમમાં બૅન ફોક્સના રૂપમાં નવો વિકેટકીપર છે અને જેમ્સ એન્ડરસનની જગ્યા સ્ટુઅર્ટ બ્રૉડે લીધી છે. મોઈન અલીને પણ ડોમ બેસની જગ્યાએ ટીમમાં શામેલ કરાયો છે. કોણીની ઈજાને કારણે જોફ્રા આર્ચર ટીમ બહાર છે.

    બંને ટીમ આ પ્રકારે છે:

    ભારતની પ્લેઇંગ XI: રોહિત શર્મા, શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી (કેપ્ટન), અજિંક્ય રહાણે, ઋષભ પંત (વિકેટકીપર), અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, કુલદીપ યાદવ, ઇશાંત શર્મા, મોહમ્મદ સિરાઝ.

    ઇંગ્લેન્ડની પ્લેઇંગ XI: રોરી બર્ન્સ, ડોમિનિક સિલ્બી, ડેનિયલ લૉરેન્સ, જો રૂટ (કેપ્ટન), બૅન સ્ટોક્સ, ઓલી પોપ, બૅન ફોક્સ (વિકેટકીપર) મોઈન અલી, સ્ટુઅર્ટ બ્રૉડ, જેક લીચ, ઓલી સ્ટોન.
    Published by:Vinod Zankhaliya
    First published: