Ind vs Eng: બીજા દિવસની રમત પૂર્ણ, ઈંગ્લેન્ડે 3 વિકેટ ગુમાવી 119 રન કર્યા

પ્રથમ દિવસની રમતમાં કે,એલ રાહુલે ધમાકેદાર બેટીંગ કરીને સદી ફટકારી હતી.

IND vs ENG Live Score, 2nd Test Match, Day2: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે સીરીઝની બીજી ટેસ્ટ મેચ લોર્ડ્સ ખાતે રમાઈ રહી છે. ભારતે પહેલા દિવસે ટોસ હારીને બેટીંગ કરવી પડી હતી જેમાં કે એલ રાહુલની શાનદાર બેટીંગ પછી 3 વિકેટ પર 276 રન કર્યા છે.

  • Share this:
    નવી દિલ્લી: ભારત અને ઈંગ્લેન્ડ (IND vs ENG) વચ્ચે સીરીઝની બીજી ટેસ્ટ મેચ લોર્ડ્સ ખાતે રમાઈ રહી છે. પ્રથમ બેટીંગ કરતા ભારત તરફથી કેએલ રાહુલ (KL Rahul) અને રોહિત શર્મા(Rohit Sharma)ની ઇનિંગ્સની મદદથી લોર્ડ્સ ટેસ્ટની પ્રથમ 10 વિકેટ માટે364 રન બનાવ્યા હતા. રોહિત (83) અને રાહુલ (129) રહીને પ્રથમ વિકેટ માટે 126 રનની ભાગીદારી કરી હતી. ભારતે પ્રથમ ઈનિંગમાં 10 વિેકેટ ગુમાવી 364 રન કર્યા હતા. જેના જવાબમાં ઈંગ્લેન્ડની ટીમે 3 વિકેટ ગુમાવી 119 રન કર્યા છે.

    Ind vs Eng Day 2 Live Score Update



    • ઈંગ્લેન્ડની પ્રથમ ઈનિંગમાં ભારતને ત્રીજી સફળતા બર્ન્સ 49 રન કરી આઉટ થયો હતો.

    • ઈંગ્લેન્ડની પ્રથમ ઈનિંગની શરૂઆત સારી રહી હતી પરંતું 23 રને સિરાજે 2 બોલમાં સિબલી અને હામીદને આઉટ કરીને ભારતની પકડ મજબૂત કરી લીધી છે.

    • ઈશાંત શર્માના આઉટ થયા બાદ બુમરાહ અને જાડેજા પણ આઉટ થયા હતા. અને ભારતે 10 વિકેટ ગુમાવી બીજી ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં 364 રન કર્યા હતા.

    • જેમ્સ એન્ડરસને 8 રને ઈશાંત શર્માને LBW કર્યો હતો. આ એન્ડરસનની ચોથી વિકેટ હતી.

    • રિષભ પંત આઉટ થયા બાદ ભારતની સાતમી વિકેટ પડી હતી, શમી શૂન્ય રન કરીને મોઈન અલીનો શિકાર બન્યો હતો.

    • ભારતને છઠ્ઠો ઝટકો રિષભ પંતના રૂપમાં લાગ્યો હતો. જાડેજા અને પંત વચ્ચે સારી પાર્ટનશીપ થઈ અને પંત 37 રન કરીને આઉટ થયો હતો.

    • કે. એલ રાહુલ આઉટ થયા બાદ તરત જ અજીક્યા રહાણે પણ આઉટ થયો હતો. રહણે માત્ર 1 રન કરીને આઉટ થયો હતો.

    • બીજા દિવસની શપૂઆતમાં જ કે.એલ રાહુલ 129 રન કરીને એન્ડરસનનો શિકાર બન્યો હતો.


    રોહિત શર્માએ કહ્યું મારી કાર્કિર્દીની શ્રેષ્ટ્ર ઈનિંગ

    રોહિતે કહ્યું છે કે રાહુલની કારકિર્દીની આ શ્રેષ્ઠ ઇનિંગ છે. ભારતીય ચાહકો બીજા દિવસે કેએલ રાહુલ પાસેથી બેવડી સદીની અપેક્ષા રાખી રહ્યા છે. લોર્ડ્સમાં કોઈ ભારતીય બેટ્સમેન 200 રનના આંકડાને સ્પર્શી શક્યો નથી. આ સિવાય ભારતીય ટીમ પ્રથમ દાવમાં મોટો સ્કોર કરવા ઈચ્છશે જેથી ઈંગ્લેન્ડ પર દબાણ બનાવી શકાય. અજિંક્ય રહાણે ક્રીઝ પર રાહુલ સાથે એક રન રમી રહ્યો છે.

    ઈંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટ મેચ (India vs England 2nd Test)માં ભારતે જીત માટેની તૈયારી કરી લીધી છે. લોર્ડસ (Lords Test)માં રમાઈ રહેલી આ ટેસ્ટ મેચના પહેલા જ દિવસે ભારતીય ટીમે (Team India) 3 વિકેટ ગુમાવીને 276 રન કર્યા. કે.એલ. રાહુલ (KL Rahul)એ ટેસ્ટ મેચમાં 127 રન કરીને ભારતીય ટીમની જીત નક્કી કરી લીધી છે. આ મેચમાં તેણે સદી ફટકારીને 6 નવા રેકોર્ડ (KL Rahul 6 Records) બનાવ્યા છે.

    બંને ટીમોની પ્લેઇંગ ઇલેવન

    ભારતીય ટીમ- રોહિત શર્મા, કેએલ રાહુલ, વિરાટ કોહલી, ચેતેશ્વર પૂજારા, અજિંક્ય રહાણે, રવીન્દ્ર જાડેજા, ઇશાંત શર્મા, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ.

    ઇંગ્લેન્ડની ટીમ- રોરી બર્ન્સ, ડોમ સિબ્લી, હસીસ હમીદ, જો રુટ, જોની બેયરસ્ટો, જોશ બટલર, મોઇન અલી, સૈમ કરેન, ઓલી રોબિનસન, માર્ક વુડ, જેમ્સ એન્ડરસન
    Published by:kuldipsinh barot
    First published: