IND Vs ENG 2nd Test: ભારતે ઈંગ્લેન્ડને 317 રને હરાવ્યું, સીરીઝ 1-1થી બરાબર પર

IND Vs ENG 2nd Test: ભારતે ઈંગ્લેન્ડને 317 રને હરાવ્યું, સીરીઝ 1-1થી બરાબર પર
ભારતે પહેલી ટેસ્ટની હારનો બદલો લીધો, અક્ષર પટેલ અને રવિચંદ્રન અશ્વિનની બોલિંગ સામે બ્રિટિશ ઘૂંટણીયે

ભારતે પહેલી ટેસ્ટની હારનો બદલો લીધો, અક્ષર પટેલ અને રવિચંદ્રન અશ્વિનની બોલિંગ સામે બ્રિટિશ ઘૂંટણીયે

  • Share this:
    ચેન્નઈઃ ઈંગ્લેન્ડ સામે પહેલી ટેસ્ટ મેચમાં હાર મળ્યા બાદ ભારત એ બીજી ટેસ્ટ મેચ (India Vs England)માં જોરદાર વાપસી કરતાં મેહમાન ટીમને 317 રને પછાડી દીધી છે. 482 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમ ભારતીય સ્પિનરોના અટેક સામે ટકી શકી નહોતી અને માત્ર 164 રને ઓલઆઉટ થઈ ગઈ હતી. મહેમાન ટીમના કોઈ પણ બેટ્સમેન ટેસ્ટના ચોથા દિવસે ક્રીઝ પર ટકી શક્યા નહોતા.

    અક્ષર પટેલે ઝડપી પાંચ વિકેટ



    ભારતીય સ્પિનર્સ સામે ઈંગ્લેન્ડની ટીમ ટકી શકી નહોતો. અક્ષર પટેલે 21 ઓવરમાં 60 રન આપીને 5 વિકેટ ઝડપી. જ્યારે રવિચંદ્રન અશ્વિને 18 ઓવરમાં 53 રન આપીને 3 વિકેટ ઝડપી. કુલદીપ યાદવે 6.2 ઓવરમાં 25 રન આપીને 2 વિકેટ ઝડપી.

    નોંધનીય છે કે, ભારત (Team India)ના પહેલી ઇનિંગમાં 329 રનની સામે ઈંગ્લેન્ડ (England)ની પહેલી ઇનિંગ માત્ર 134 રને સમેટાઇ જતાં ટીમ ઈન્ડિયાને 195 રનની લીડ મળી હતી. ભારતે બીજી ઇનિંગમાં કેપ્ટન વિરાટ કોહલીની અડધી સદી અને બાદમાં રવિચંદ્રન અશ્વિનની શાનદાર સદીની મદદથી 286 રન કર્યા. પહેલી ઇનિંગની 195 રનની લીડ ઉમેરતાં ઈંગ્લેન્ડને બીજી ટેસ્ટ જીતવા માટે 482 રનનો વિશાળ ટાર્ગેટ મળ્યો હતો.

    Ind vs Eng 2nd Test, Day 4 Updates:

    >> ભારતને 54.2 ઓવરમાં દસમી સફળતા મળી. કુલદીપ યાદવની બોલિંગમાં પંતે મોઇન અલીનું સ્ટમ્પિંગ કર્યું. અલી 18 બોલમાં 3 ફોર અને 5 સિક્સરની સાથે 43 રનની ઇનિંગ રમીને આઉટ થયો. ઈંગ્લેન્ડ 164 રને સમેટાઈ ગયું. તેની સાથે જ ભારતે ચેન્નઈમાં રમાયેલી બીજી ટેસ્ટ 317 રને જીતી લીધી છે. સીરીઝ હવે 1-1થી બરાબર છે.
    >> ઈંગ્લેન્ડને 51.1 ઓવરમાં નવમો આંચકો લાગ્યો. અક્ષર પટેલે ઓલી સ્ટોનને LBW આઉટ કર્યો. સ્ટોન ખાતું ખોલાયા વગર જ આઉટ થયો.
    >> ભારતને 49.2 ઓવરમાં આઠમી સફળતા મળી છે. અક્ષર પટેલની બોલિંગમાં અજિંક્ય રહાણેએ સ્લિપમાં જો રૂટનો સરળ કેચ પકડ્યો. જો રૂટ 92 બોલમાં 3 ફોરની સાથે 33 રન કરી પેવેલિયન પરત ફર્યો.
    >> ઈંગ્લેન્ડને 48.3 ઓવરમાં સાતમો આંચકો લાગ્યો. કુલદીપ યાદવની ઓવરમાં અક્ષર પટેલે બેન ફોક્સનો કેચ પકડ્યો. ફોક્સ 9 બોલમાં 2 રન કરીને પેવેલિયન પરત ફર્યો.
    >> ભારતને 43.5 ઓવરમાં છઠ્ઠી સફળતા મળી. અક્ષર પટેલની બોલિંગમાં ઈશાંત શર્માએ ઓલી પોપનો કેચ પકડ્યો. ઓલી પોપ 20 બોલમાં એક ફોરની સાથે 12 રન કરી આઉટ થયો.
    >> ભારતને 37.6 ઓવરમાં પાંચમી સફળતા મળી છે. અશ્વિનની બોલિંગમાં કોહોલીએ બેન સ્ટોક્સનો જોરદાર કેચ પકડ્યો. સ્ટોક્સ  51 બોલમા 8 રન કરીને પેવેલિયન પરત ફર્યો.
    >> ભારતને 25.1 ઓવરમાં ચોથી સફળતા મળી છે. રવિચંદ્રન અશ્વિનની બોલિંગમાં પંતે ડૈન લોરેન્સનું સ્ટમ્પિંગ કર્યું. લોરેન્સ 53 બોલમાં બે ફોર અને એક સિક્સરની સાથે 26 રન કરીને આઉટ થયો.

    આર અશ્વિને ઈંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટમાં મારી સેન્ચ્યુરી

    ચેન્નાઇ ટેસ્ટની પહેલી ઈનિંગમાં પાંચ વિકેટ લેનાર રવિચંન્દ્ર અશ્વિને (Ravichandran Ashwin) તેની બીજી ઈનિંગમાં પણ શાનદાર બેટીંગ કરી સદી ફટકારી દીધી છે. અશ્વિને તેના ટેસ્ટ કરિયરમાં પાંચમી સદી ફટકારી છે. અશ્વિને ચેન્નાઈ મુશ્કેલ પીચ પર જોરદાર બેટીંગ કરતા 134 બોલમાં તેની સદી (Century) પૂર્ણ કરી હતી. આ સદી સાથે જ અશ્વિને એક નવો રેકોર્ડ (new record) પણ બનાવી દીધો છે.

    આર. અશ્વિન એશિયાનો પહેલો એવો ક્રિકેટર બની ગયો છે જેણે ત્રણ વાર એક જ ઈનિંગમાં પાંચ વિકેટ લેવાની સાથે સદી પણ ફટકારી છે. મહત્વનું છે કે ઈયાન બોથમ આ પ્રકારનો રેકોર્ડ પાંચ વાર બનાવી ચૂક્યો છે.

    આ પણ વાંચો, એક્ટર સંદીપ નાહરે આત્મહત્યા પહેલા જ ફેસબુક પર VIDEO પોસ્ટ કરી વ્યક્ત કરી હતી પોતાની વેદના

    ભારતની પ્લેઇંગ XI: રોહિત શર્મા, શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી (કેપ્ટન), અજિંક્ય રહાણે, ઋષભ પંત (વિકેટકીપર), અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, કુલદીપ યાદવ, ઇશાંત શર્મા, મોહમ્મદ સિરાઝ.

    આ પણ વાંચો, તમિલનાડુમાં 8 દિવસની જોડિયા બહેનોને વાંદરાનું ઝુંડ ઉઠાવીને ભાગ્યું, નાળામાં ફેંકવાથી એકનું કરૂણ મોત

    ઇંગ્લેન્ડની પ્લેઇંગ XI: રોરી બર્ન્સ, ડોમિનિક સિલ્બી, ડેનિયલ લૉરેન્સ, જો રૂટ (કેપ્ટન), બૅન સ્ટોક્સ, ઓલી પોપ, બૅન ફોક્સ (વિકેટકીપર) મોઈન અલી, સ્ટુઅર્ટ બ્રૉડ, જેક લીચ, ઓલી સ્ટોન.
    Published by:Mrunal Bhojak
    First published:February 16, 2021, 08:48 am

    ટૉપ ન્યૂઝ