IND VS ENG : કોહલીએ સિક્સ ફટકારી જીત અપાવી, બીજી ટી-20માં ભારતનો 7 વિકેટે વિજય

IND VS ENG : કોહલીએ સિક્સ ફટકારી જીત અપાવી, બીજી ટી-20માં ભારતનો 7 વિકેટે વિજય
વિરાટ કોહલી (73 અણનમ) અને ઇશાન કિશનની અડધી સદી (56)

વિરાટ કોહલી (73 અણનમ) અને ઇશાન કિશનની અડધી સદી (56)

  • Share this:
    અમદાવાદ :  વિરાટ કોહલી (73 અણનમ) અને ઇશાન કિશનની અડધી સદી (56)ની મદદથી ભારતે બીજી ટી-20માં ઇંગ્લેન્ડ સામે 7 વિકેટે વિજય મેળવ્યો છે. ઇંગ્લેન્ડે 20 ઓવરમાં 6 વિકેટે 164 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતે 17.5 ઓવરમાં 3 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો. આ જીત સાથે 5 મેચની શ્રેણી 1-1થી બરાબર થઇ ગઈ છે. શ્રેણીની ત્રીજી ટી-20 મેચ 16 માર્ચે રમાશે.

    Live અપડેટ્સ



    -વિરાટ કોહલીના 49 બોલમાં 5 ફોર, 3 સિક્સર સાથે અણનમ 73 રન

    -ઋષભ પંચના 13 બોલમાં 26 રન

    -ઇશાન કિશનના 32 બોલમાં 5 ફોર, 4 સિક્સર સાથે 56 રન

    -ઇશાન  કિશને 28 બોલમાં 50 રન બનાવ્યા

    -લોકેશ રાહુલ 00 રન બનાવી આઉટ

    -બેન સ્ટોક્સ 24 રને શાર્દુલનો શિકાર બન્યો

    -મોર્ગનના 20 બોલમાં 4 ફોર સાથે 28 રન

    આ પણ વાંચો - બીજી વખત પિતા બનશે હરભજન સિંહ, પત્ની ગીતા બસરાએ આ રીતે આપી ખુશખબરી

    -જોની બેરિસ્ટો 20 રને સુંદરનો શિકાર બન્યો

    -જેસન રોય 46 રન બનાવી આઉટ

    -મલાન 24 રન બનાવી ચહલનો શિકાર બન્યો

    -બટલર પ્રથમ ઓવરમાં ભુવનેશ્વર કુમારનો શિકાર બન્યો

    -ભારતના કેપ્ટન વિરાટે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો

    - ભારતની ટીમમાં બે ફેરફાર કરાયા છે. શિખર ધવનના સ્થાને ઇશાન કિશન અને અક્ષર પટેલના સ્થાને સૂર્યકુમાર યાદવનો ટીમમાં સમાવેશ કરાયો છે.

    બંને ટીમો આ પ્રમાણે છે

    ભારતીય ટીમ - કેએલ રાહુલ, ઇશાન કિશન, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, ઋષભ પંત, હાર્દિક પંડ્યા, સૂર્યકુમાર યાદવ, વોશિંગ્ટન સુંદર, ભુવનેશ્વર કુમાર, શાર્દુલ ઠાકુર, યુજવેન્દ્ર ચહલ.

    ઇંગ્લેન્ડની ટીમ - જેસન રોય, જોસ બટલર, ડેવિડ મલાન, જોની બેયરસ્ટો, ઓઇન મોર્ગન, બેન સ્ટોક્સ, સૈમ કુરેન, જોફ્રા આર્ચર, ક્રિસ જોર્ડન, આદિલ રાશિદ, ટોમ કરન.
    Published by:Ashish Goyal
    First published:March 14, 2021, 19:02 IST