શું લેગ સ્પિન છે વિરાટ કોહલીનો તોડ? આદિલ રાશિદે 9મી વાર કર્યો આઉટ

શું લેગ સ્પિન છે વિરાટ કોહલીનો તોડ? આદિલ રાશિદે 9મી વાર કર્યો આઉટ

  • Share this:
    પૂણે: ભારતીય ટીમના ક્રિકેટર અને ટીમના કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli)ની ગણતરી દુનિયાના સૌથી શ્રેષ્ટ બેસ્ટમેનોમાં થાય છે. વન-ડે અને ટી-20માં તેના જેટલો શ્રેષ્ટ બેસ્ટમેન કોઇ પણ નથી. પરંતુ એવું લાગી રહ્યું છે કે, વિરાટ કોહલીનો તોડ મળી ગયો છે. વિરાટ કોહલી લેગ સ્પિનરની સામે થોડી તકલીફ પડી રહી છે. અને આજ કારણે ઈંગ્લેન્ડ સામેની બીજી વન-ડેમાં તેને આઉટ કરવા માટે આદિલ રાશિદને બોલીંગ આપવામાં આવી હતી.

    આદિલ રાશિદે પણ ઈંગ્લેન્ડની ટીમે વિશ્વાસ રાખ્યો અને તેણે વિરાટ કોહલીની વિકેટ લીધી હતી. ખાસ વાત છે કે, વિરાટ કોહલીને આદિલ રાશિદે અત્યાર સુધી 9મી વાર આઉટ કર્યો છે. અને આ પરથી અંદાજો લગાવી શકાય છે કે. વિરાટ કોહલીને લેગ સ્પિનર સામે રમવામાં મુશ્કેલી પડી રહી છે.



    પુણેના એમસીએ સ્ટેડિયમમાં બીજી વન-ડેમાં ઈંગ્લેન્ડની ટીમે ટોસ જીત્યો અને ટીમ ઈન્ડિયાને બેટીંગ કરવા માટે આમંત્રણ આપ્યું હતું. ભારતની 2 વિકેટ માત્ર 37રનમાં જ પડી ગઇ હતી. ત્યાર બાદ કેપ્ટન વિરાટ કોહલી અને લોકેશ કુમારે ત્રીજી વિકેટ માટે 121 રનની પાર્ટનરશીપ કરી હતી.

    ઈનિંગની 32મી ઓવર રાશિદના પહેલા બોલમાં રાહુલે શાનદાર સિક્સર ફટકારી હતી. આજ ઓવરના છેલ્લા બોલ પર વિરાટ જોસ બટલરના હાથમાં કેચ આઉટ થયો હતો. વિરાટે 79 બોલમાં તેની ઈનિંગમાં 3 ફોર અને એક સિક્સ લગાવી હતી.

    આ પણ વાંચો - Explained: ભારતમાં કેટલા કોવિડ સ્ટ્રેન જોવા મળ્યા, શું વધતા કેસ પાછળ નવા સ્ટ્રેન જવાબદાર?

    મહત્વનું છે કે, ઈંગલેન્ડ સામેની 5 મેચોની ટી-20 સીરીઝમાં રાશિદે વિરાટને 2 વાર આઉટ કર્યો હતો. વિરાટને ઓસ્ટ્રેલીયાના લેગ સ્પિનર જમ્પાની સામે પણ રમવામાં તકલીફ પડી રહી હતી. વન-ડેમાં પણ જમ્પા વિરાટને સાત વાર આઉટ કર્યો હતો. જ્યારે વિરાટ લેગ સ્પિનર સામે સ્ટ્રાઇક રેટ સારી છે.

    મહત્વનું છે કે, હવે વિરાટને સૌથી વધુ આઉટ કરનાર વિશ્વનો બીજો બોલર બની ગયો છે. સૌથી વધારે વિરાટને આઉટ કરનાર ન્યૂઝીલેન્ડના પેસ બોલર ટીમ સાઉદી 10 વાર આઉટ કર્યો છે. હવે રાશિદે વિરાટને 9 વાર જ્યારે ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલરે જેમ્સ એન્ડરસને વિરાટને 8વાર આઉટ કર્યો છે.
    Published by:kuldipsinh barot
    First published:Invalid date

    ટૉપ ન્યૂઝ