પહેલા કહ્યું હોત તો હું ટોસ માટે આવ્યો જ ન હોત, કોહલી આવું કેમ બોલ્યો

તસવીર - ટ્વિટર

  • Share this:
    લોર્ડ્સના ઐતિહાસિક મેદાન પર ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે બીજી વન-ડેમાં ઇંગ્લેન્ડના સુકાની ઇયોન મોર્ગને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. મોર્ગનના આ નિર્ણય પછી વિરાટ કોહલી ઘણો ખુશ થયો હતો અને તેણે કહ્યું હતું કે જો ઇંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ લેવાની હતી તો હું ટોસ જ ન કરાવત. ટોસ પછી વિરાટે મજાકીયા અંદાજમાં કહ્યું હતું કે મેં પહેલા મોર્ગન સાથે વાત કરી લીધી હોત તો અમારે ટોસની જરૂર જ ન પડી હોત. અમે પ્રથમ બોલિંગ કરવા જ માંગતા હતા. આ સારી પિચ છે અને મને નથી લાગતું કે આ મેચ દરમિયાન બદલાશે.

    ઇંગ્લેન્ડના સુકાની મોર્ગનના આ નિર્ણય પર ફક્ત વિરાટ જ નહીં ઘણા દિગ્ગજ ક્રિકેટર આશ્ચર્યચકિત થયા હતા. કારણ કે ઇંગ્લેન્ડમાં છેલ્લા બે વર્ષમાં લક્ષ્યાંકનો પીછો કરતી ટીમોનો જ દબદબો રહ્યો છે. હાલના પ્રવાસમાં બંને વચ્ચે ચાર મેચો થઈ છે અને બધાયમાં બીજી બેટિંગ કરનાર ટીમ જ જીતી છે. સુકાની મોર્ગને પણ 10 મેચોમાં ટોસ જીત્યા પછી પ્રથમ વખત બેટિંગ પસંદ કરી હતી. 2015ના વર્લ્ડ કપ પછી ઇંગ્લેન્ડમાં પ્રથમ બેટિંગ કરનારી ટીમ ફક્ત 4 મેચ જ જીતી છે. જ્યારે લક્ષ્યાંકનો પીછો કરતા ટીમ 15 મેચ જીતી છે.
    Published by:Ashish Goyal
    First published: