IND vs ENG Live: ઈંગ્લેન્ડ પ્રથમ ઈનિંગમાં 183 રન કરી ઓલઆઉટ, પ્રથમ દિવસના અંતે ભારત 21/0

તસવીર- AFP

1st Test, India vs England Live Cricket Score: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ ટેસ્ટની શ્રેણીની પ્રથમ મેચ આજથી નોટિંગહામમાં રમાવાની છે. ટોસ બાદ ઈંગ્લેન્ડની ટીમે પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય કર્યો છે.

  • Share this:
    નવી દિલ્લી: ઈન્ડિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે આજે 5 મેચની ટેસ્ટ સિરીઝ શરૂ થઈ ગઈ છે. જેની પહેલી મેચમાં ટોસ જીતીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી ઇંગ્લેન્ડની ટીમ 183 રનમાં ઓલઆઉટ થઈ ગઈ છે. અત્યારે ઈન્ડિયન ટીમના રોહિત શર્મા અને કે.એલ.રાહુલ બેટિંગ કરી રહ્યા છે. મેચની પહેલી ઈનિંગમાં ઈન્ડિયન ટીમના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે 4 તથા મોહમ્મદ શમીએ 3 વિકેટ લીધી છે.

    1st Test, India vs England Live Cricket Score

    • ભારત તરફથી ઓપનિંગ કરવા માટે કે.એલ રાહુલ અને રોહિત શર્મા આવ્યા હતા જેમણે બંન્નેએ સારી શરૂઆત કરી હતી, પ્રથમ દિવસના અંતે ભારતે એક પણ વિકેટ ગુમાવ્યા વિના 21/0 કર્યા હતા.

    • બુમરાહે છેલ્લી વિકેટ જેમ્સ એન્ડરસનને પણ શૂન્ય રને આઉટ કર્યો હતો, ઈંગ્લેન્ડે પ્રથમ ઈનિંગમાં 183 રન કરીને ઓલ આઉટ થયું હતુ.

    • જસપ્રીત બુમરાહની ઓવરમાં સ્ટુઅર્ટ બ્રોડ માત્ર 4 રન કરીને આઉટ થતા ઈંગ્લેન્ડનની ટીમે 9મી વિકેટ પણ ગુમાવી દીધી હતી.

    • એક જ ઓવરમાં શાર્દૂલ ઠાકુરે બે વિકેટ ઝડપી લીધી હતી જેમાં ઈંગ્લેન્ડના કેપ્ટન રૂટ અને રોબિન્સન આઉટ થયા હતા.

    • જસપ્રીત બુમરાહની ઓવરમાં જોસ બટલર શૂન્ચ રન કરીને પંતના હાથે કેચ આઉટ થયો હતો.

    • ટી બ્રેક બાદ લોરેન્સ શૂનય રન કરી આઉટ થયો ભારતને 5મી સફળતા મળી ઈંગ્લેન્ડનો સ્કોર 138/5

    • ટી બ્રેક પહેલા મોહમ્મદ શમીએ જોની બેટરસ્ટોને 29 રન પર આઉટ કર્યો હતો.

    • પ્રથમ સેશન પૂર્ણ થયું અને બીજા સેશનની શરૂઆતમાં જ ઈંગ્લેન્ડની ત્રીજી વિકેટ પડી હતી.

    • મોહમ્મદ સિરાજના બોલ પર ઝેક ક્રાઉલી 27 રન કરીને આઉટ થયો હતો.

    • પ્રથમ ઓવરમાં જ જસપ્રીત બુમરાહને મળી સફળતા રોરી બર્ન્સ શૂન્ય રન કરીને થયો આઉટ

    • ઇંગ્લેન્ડના કેપ્ટન જો રૂટે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જોની બેયરસ્ટો અને સેમ કેરેનને યજમાનોમાં તક આપવામાં આવી છે.






    ભારતની પ્લેઇંગ ઇલેવન- રોહિત શર્મા, લોકેશ રાહુલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી (c), અજિંક્ય રહાણે, રિષભ પંત (wk), રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાજ

    ઇંગ્લેન્ડની પ્લેઇંગ ઇલેવન- રોરી બર્ન્સ, ડોમિનિક સિબલી, જેક ક્રોલી, જો રૂટ (c),જોની બેયરસ્ટો, ડેનિયલ લોરેન્સ, જોસ બટલર (wk),સેમ કેરેન, ઓલી રોબિન્સન, સ્ટુઅર્ટ બ્રોડ, જેમ્સ એન્ડરસન
    Published by:kuldipsinh barot
    First published: