Home /News /sport /IND vs ENG Live: વરસાદના કારણે અટકાવવી પડી રમત, ઈંગ્લેન્ડની ટીમ હજુ 70 રન પાછળ

IND vs ENG Live: વરસાદના કારણે અટકાવવી પડી રમત, ઈંગ્લેન્ડની ટીમ હજુ 70 રન પાછળ

તસવીર- ICC ટ્વિટર

India vs England 1st Test Day 3 Live Scorecard: ભારત અને ઈંગ્લેન્ડ(IND vs ENG) વચ્ચે પાંચ ટેસ્ટ મેચોની સીરીઝમાં પહેલી ટેસ્ટ નોટિંઘમ ખાતે રમાઈ રહી છે. મેચમાં આજે શુક્રવારે ત્રીજા દિવસની રમત 1st Test Day 3 Live Scorecard)રમાશે. પરંતુ આજે પણ બીજા દિવસની જેમ વરસાદને વિધ્ન બની શકે છે. બીજા દિવસે પણ વરસાદને કારણે 33.4 ઓવરની રમત થઈ હતી. ભારતે 4 વિકેટ ગુમાવીને 125 રન કર્યા છે.

વધુ જુઓ ...
  નવી દિલ્લી: ટીમ ઈન્ડિયા અને ઈંગ્લેન્ડ  ( IND vs ENG )વચ્ચે 5 મેચોની ટેસ્ટ સિરીઝની પહેલી મેચ નોર્ટિંઘમમાં રમાઈ રહી છે. આજે ત્રીજા દિવસની(India vs England 1st Test Day 3) રમત વરસાદના (Rain) કારણે અટકી ત્યારે ભારતે પોતાના પહેલા દાવમાં 278 રન કરીને 95 રનની લીડ મેળવી લીધી હતી અને ઈંગ્લેન્ડની ટીમનો બીજો દાવ શરૂ થઈ ગયો હતો. જોકે ઈન્ડિયા પાસે હજુ 70 રનની લીડ છે. અત્યારે ઇંગ્લેન્ડનાં રોરી બર્ન્સ અને ડોમ સિબલી ક્રિઝ પર છે.

  India vs England 1st Test Day 3 Live  • બીજી ઈનિંગ શરૂ થતાની સાથે ઈંગ્લેન્ડે સારી શરૂઆત કરી હતી પરંતુ વરસાદને કારણે મેચ સ્થગિત કરવામાં આવી છે.

  • અંતિમ વિકેટ માટે ભુવનેશ્વર અને સિરાજ દ્વારા સારી બેટીંગ કરવામાં આવી હતી અને અંતે ભારતે 278 રન કરીને 95 રનની લીડ પ્રાપ્ત કરી હતી.

  • શાર્દુલ ઠાકુરના આઉટ થયા બાદ રવિન્દ્ર જાડેજાએ ફાસ્ટ કરમાવનું શરૂ કર્યું હતું, પરંતુ તે 56 રન કરીને આઉટ થયો હતો.

  • રાહુલના આઉટ થતા જ એન્ડરસને શાર્દુલ ઠાકુરને પણ આઉટ કર્યો હતો ભારતનો સ્કોર 205/7

  • પંતના આઉટ થયા બાદ રાહુલ અને જાડેજા વચ્ચે સારી પાર્ટનશીપ થઈ હતી પંરતું એન્ડરસનની ચાલાકી સામે રાહુલ ન ટકી શક્યો અને 84 રન કરીને આઉટ થયો હતો.

  • વરાસદને કારણે મેચ થોડી લેટ શરૂ થઈ અને ક્રિઝ પર આવેલા પંત અને રાહુલે બેટિંગ શરૂ કરી પરંતુ થોડીવારમાં જ પંત 25 રન કરીને આઉટ થયો હતો.

  • વરસાદને કારણે ત્રીજા દિવસની રમત પણ લેટ શરૂ કરવામાં આવી હતી, કેએલ રાહુલ અને પંત બંન્ને ક્રિઝ પર પોતાની રમત રમી રહ્યા છે.

  • બીજા દિવસે વરસાદી વિધ્નને કારણે માત્ર 33.4 ઓવરની રમત થઈ હતી


  ઓપનર કેએલ રાહુલે બીજા દિવસે 57 રન કર્યા બાદ અણનમ પરત ફર્યા હતા જ્યારે રિષભ પંતે તેની સાથે 7 રન બનાવ્યા હતા. આ પહેલા મેચના પહેલા જ દિવસે યજમાનોની ઈનિંગ 183 રનમાં સમેટાઈ ગઈ હતી. ઝડપી બોલર જસપ્રિત બુમરાહે 46 રનમાં 4 વિકેટ લીધી હતી જ્યારે મોહમ્મદ શમીને 3 વિકેટ મળી હતી. ઇંગ્લેન્ડ માટે તેના કેપ્ટન જો રૂટે સૌથી વધુ 64 રનનું યોગદાન આપ્યું હતું, જેણે 108 બોલમાં 11 ચોગ્ગા ફટકાર્યા હતા.

  આ પણ વાંચો: ધોનીના ટ્વિટર એકાઉન્ટથી બ્લૂ ટિક હટાવી દેવામાં આવ્યું, જાણો કેમ બન્યું આમ

  બુમરાહે તેની ગુમાવેલી ગતિ ફરી પામી જ્યારે શમીએ તેની બોલિંગમાં હોશિયારી બતાવી, પ્રથમ દિવસ સંપૂર્ણપણે ભારતના નામે કર્યો. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લેતા ઈંગ્લેન્ડ એક સમયે ત્રણ વિકેટે 138 રનમાં સારી સ્થિતિમાં હતું પરંતુ તે પછી તેણે પોતાની છેલ્લી સાત વિકેટ 45 રનમાં ગુમાવી દીધી હતી.

  બીજા દિવસે પણ વરસાદને કારણે મેચ ધોવાઈ

  ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પ્રથમ ટેસ્ટના બીજા દિવસની રમત વરસાદના કારણે જલ્દી પુરી થઇ ગઈ છે. બીજા દિવસે ફક્ત 33.4 ઓવરની રમત શક્ય બની છે. ઇંગ્લેન્ડના 183 રનના જવાબમાં ભારતે બીજા દિવસના અંતે 4 વિકેટ ગુમાવી 125 રન બનાવી લીધા છે. ભારત હજુ ઇંગ્લેન્ડથી 58 રન પાછળ છે અને 6 વિકેટો બાકી છે. લોકેશ રાહુલ 58 અને રિષભ પંત 13 રને રમતમાં છે.

  આ પણ વાંચો: મેજર ધ્યાનચંદ શા માટે હોકીના જાદુગર કહેવાતા હતા? 16 વર્ષની ઉંમરે જોડાયા હતા Armyમાં

  આ રીતે છે બંન્ને ટીમોની પ્લેઈંગ ઈલેવન 

  ભારતની પ્લેઇંગ ઇલેવન- રોહિત શર્મા, લોકેશ રાહુલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી (c), અજિંક્ય રહાણે, રિષભ પંત (wk), રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાજ

  ઇંગ્લેન્ડની પ્લેઇંગ ઇલેવન- રોરી બર્ન્સ, ડોમિનિક સિબલી, જેક ક્રોલી, જો રૂટ (c),જોની બેયરસ્ટો, ડેનિયલ લોરેન્સ, જોસ બટલર (wk),સેમ કેરેન, ઓલી રોબિન્સન, સ્ટુઅર્ટ બ્રોડ, જેમ્સ એન્ડરસન
  Published by:kuldipsinh barot
  First published:

  Tags: IND Vs ENG, India vs england, વિરાટ કોહલી

  विज्ञापन
  विज्ञापन