IND vs ENG 1st Test: ભારતની જીત પર ફરી વળ્યું વરસાદી પાણી, પાંચમાં દિવસે મેચ ડ્રો

તસવીર-ટ્વિટર

વરસાદ અને ખરાબ હવામાનને કારણે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચ (IND vs ENG 1st Test) પાંચમા દિવસે રમી શકાઈ નથી. પાંચ મેચોની ટેસ્ટ સિરીઝની આ પ્રથમ મેચમાં છેલ્લા દિવસે કોઈ બોલ ફેંકવામાં આવ્યો ન હતો, જે ડ્રોમાં સમાપ્ત થઈ હતી.

  • Share this:
    નવી દિલ્લી: વરસાદ અને ખરાબ હવામાનને કારણે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચ (IND vs ENG 1st Test) પાંચમા દિવસે રમી શકાઈ નથી. પાંચ મેચોની ટેસ્ટ સિરીઝની આ પ્રથમ મેચમાં છેલ્લા દિવસે કોઈ બોલ ફેંકવામાં આવ્યો ન હતો, જે ડ્રોમાં સમાપ્ત થઈ હતી. ભારતે આ મેચમાં ઇંગ્લેન્ડનો પહેલો દાવ 183 રનમાં ઓલઆઉટ કરી હતી, ત્યારબાદ તેની પ્રથમ ઇનિંગમાં 278 રન બનાવ્યા હતા અને 95 રનની લીડ મેળવી હતી. આ પછી, ઇંગ્લેન્ડે બીજા દાવમાં 303 રન બનાવ્યા હતા, જેમાં કેપ્ટન જો રૂટની સદી ખાસ હતી. ભારતને જીતવા માટે 209 રનનો ટાર્ગેટ મળ્યો હતો.

    ભારતે પ્રથમ ઇનિંગમાં 278 રન બનાવ્યા હતા, જેમાં ઓપનર કેએલ રાહુલ (kl Rahul) (84) અને ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા (56) (R Jadeja) એ મહત્વનું યોગદાન આપ્યું હતું. ઈંગ્લેન્ડ તરફથી ઝડપી બોલર ઓલી રોબિન્સને 5 વિકેટ લીધી હતી જ્યારે જેમ્સ એન્ડરસને 4 વિકેટ લીધી હતી.

    ત્રીજા દિવસની રમત પણ વરસાદને કારણે ધોવાઈ હતી. ત્રીજા દિવસના અંત સુધી ભારત પાસે 70 રનની લીડ છે. ઈંગ્લેન્ડની ટીમે બીજી ઈનિંગમાં 25/0 રન કર્યા છે જ્યારે અત્યારે ક્રિઝ પર રોરી બર્ન્સ અને ડૉમ સિબલી રમી રહ્યા છે.

    ત્રીજા દિવસની(India vs England 1st Test Day 3) રમત વરસાદના (Rain) કારણે અટકી ત્યારે ભારતે પોતાના પહેલા દાવમાં 278 રન કરીને 95 રનની લીડ મેળવી લીધી હતી અને ઈંગ્લેન્ડની ટીમનો બીજો દાવ શરૂ થઈ ગયો હતો. જોકે ઈન્ડિયા પાસે હજુ 70 રનની લીડ છે. અત્યારે ઇંગ્લેન્ડનાં રોરી બર્ન્સ અને ડોમ સિબલી ક્રિઝ પર છે.

    આ પણ વાંચો: Tokyo Olympics: ઘોનીની ટીમ CSKએ નીરજ ચોપડાના પ્રદર્શનને કર્યું સલામ, 1 કરોડની આપશે ગીફ્ટ

    ઓપનર કેએલ રાહુલે બીજા દિવસે 57 રન કર્યા બાદ અણનમ પરત ફર્યા હતા જ્યારે રિષભ પંતે તેની સાથે 7 રન બનાવ્યા હતા. આ પહેલા મેચના પહેલા જ દિવસે યજમાનોની ઈનિંગ 183 રનમાં સમેટાઈ ગઈ હતી. ઝડપી બોલર જસપ્રિત બુમરાહે 46 રનમાં 4 વિકેટ લીધી હતી જ્યારે મોહમ્મદ શમીને 3 વિકેટ મળી હતી. ઇંગ્લેન્ડ માટે તેના કેપ્ટન જો રૂટે સૌથી વધુ 64 રનનું યોગદાન આપ્યું હતું, જેણે 108 બોલમાં 11 ચોગ્ગા ફટકાર્યા હતા.

    આ રીતે છે બંન્ને ટીમોની પ્લેઈંગ ઈલેવન

    ભારતની પ્લેઇંગ ઇલેવન- રોહિત શર્મા, લોકેશ રાહુલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી (c), અજિંક્ય રહાણે, રિષભ પંત (wk), રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાજ

    ઇંગ્લેન્ડની પ્લેઇંગ ઇલેવન- રોરી બર્ન્સ, ડોમિનિક સિબલી, જેક ક્રોલી, જો રૂટ (c),જોની બેયરસ્ટો, ડેનિયલ લોરેન્સ, જોસ બટલર (wk),સેમ કેરેન, ઓલી રોબિન્સન, સ્ટુઅર્ટ બ્રોડ, જેમ્સ એન્ડરસન
    Published by:kuldipsinh barot
    First published: