Home /News /sport /IND vs ENG 1st Test: બીજી ઈનિંગમાં ઈન્ડિયાનો સ્કોર 52/1, રોહિત-પુજારા ક્રિઝ પર

IND vs ENG 1st Test: બીજી ઈનિંગમાં ઈન્ડિયાનો સ્કોર 52/1, રોહિત-પુજારા ક્રિઝ પર

તસવીર- એએફપી

India vs England 1st Test Day 4 LIVE Scorecard : ભારત અને ઈંગ્લેન્ડ(india vs england) વચ્ચે પાંચ મેચોની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ નોટિંગહામ(nottingham)માં રમાઈ રહી છે. મેચમાં ચોથા દિવસની રમત આજે એટલે કે શનિવારે યોજાવાની છે. ત્રીજા દિવસના અંત સુધી ભારત પાસે 70 રનની લીડ છે.

વધુ જુઓ ...
    નવી દિલ્લી: ઈન્ડિયા અને ઇંગ્લેન્ડ (india vs england)વચ્ચે પહેલી ટેસ્ટ મેચને 3 દિવસ પૂરા થઈ ગયા છે. ત્રીજા દિવસે પહેલી ઈનિંગમાં ઈન્ડિયન ટીમે 278ના સ્કોર સાથે 95 રનની મહત્ત્વપૂર્ણ લીડ મેળવી હતી. જેના જવાબમાં ઇંગ્લેન્ડ(England)ની ટીમ 303 રનમાં ઓલઆઉટ થઈ ગઈ છે. હવે ઈન્ડિયન ટીમને જીતવા માટે 160+ રનનો લક્ષ્યાંક મળ્યો છે. જેના જવાબમાં ઈન્ડિયા( India)એ 1 વિકેટના નુકસાન પર 30+ રન કર્યા છે. અત્યારે રોહિત શર્મા (Rohit Sharma) અને ચેતેશ્વર પુજારા(cheteswar Pujara) બેટિંગ કરી રહ્યા છે.

    India vs England 1st Test Day 4 LIVE Scorecard



    • સદી મારીને રૂટ આઉટ થતા ટીમના તમામ ખેલાડીઓની ફટાફટ વિકેટો પડી જતા ઈંગ્લેન્ડે  303 રન કરીને  ઓલઆઉટ થયું અને ભારતને 209 રનનો ટાર્ગેટ આપ્યો હતો.

    • ઈંગ્લેન્ડના કેપ્ટન જો રૂટએ સદી ફટકારી છે. રૂટની સદીથી ઈંગ્લેન્ડ મેચમાં મજબૂત સ્થિતિમાં આવી ગઈ છે.

    • ઇંગ્લેન્ડની 5 મી વિકેટ પડી,  ડેન લોરેન્સ (25) જેને શાર્દુલ ઠાકુરે પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. લોરેન્સે 32 બોલમાં 4 ચોગ્ગાની મદદથી 25 રન બનાવ્યા હતા. જોસ બટલર ક્રિઝ પર છે, જ્યારે ઈંગ્લેન્ડના કેપ્ટન જો રૂટ સદીની નજીક છે.

    • ભારતને ચોથી સફળતા મળી હતી સિરાજની ઓવરમાં બેયરસ્ટો 30 રન કરીને આઉટ થયો હતો.

    • બુમરાહની ઓવરમાં સેટ થયેલા બેસ્ટમેન સિબલીએ આઉટ થયો અને ભારતીય ટીમને ત્રીજી સફળતા મળી હતી.

    • ઈંગ્લેન્ડની બીજી ઈનિંગમાં બીજી વિકેટ જસપ્રીત બુમરાહે લીધી હતી. તેણે ક્રાઉલીને 6 રન કરીને પવેલિયન ભેગો કર્યો હતો.

    • ચોથા દિવસની રમત શરૂ થતાની સાથે જ મોહમ્મદ સિરાજે બર્ન્સને આઉટ કર્યો હતો અને ભારતને પ્રથમ સફળતા અપાવી હતી.

    • ત્રીજા દિવસના અંત સુધી ભારત પાસે 70 રનની લીડ છે. ઈંગ્લેન્ડની ટીમે બીજી ઈનિંગમાં 25/0 રન કર્યા છે જ્યારે અત્યારે ક્રિઝ પર રોરી બર્ન્સ અને ડૉમ સિબલી રમી રહ્યા છે.

    • ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલી પ્રથમ ટેસ્ટ મેચમાં બીજા અને ત્રીજા દિવસે વરસાદ વિધ્ન બન્યો હતો.


    ભારતે પ્રથમ ઇનિંગમાં 278 રન બનાવ્યા હતા, જેમાં ઓપનર કેએલ રાહુલ (kl Rahul) (84) અને ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા (56) (R Jadeja) એ મહત્વનું યોગદાન આપ્યું હતું. ઈંગ્લેન્ડ તરફથી ઝડપી બોલર ઓલી રોબિન્સને 5 વિકેટ લીધી હતી જ્યારે જેમ્સ એન્ડરસને 4 વિકેટ લીધી હતી.

    ત્રીજા દિવસની રમત પણ વરસાદને કારણે ધોવાઈ હતી. ત્રીજા દિવસના અંત સુધી ભારત પાસે 70 રનની લીડ છે. ઈંગ્લેન્ડની ટીમે બીજી ઈનિંગમાં 25/0 રન કર્યા છે જ્યારે અત્યારે ક્રિઝ પર રોરી બર્ન્સ અને ડૉમ સિબલી રમી રહ્યા છે.

    ત્રીજા દિવસની(India vs England 1st Test Day 3) રમત વરસાદના (Rain) કારણે અટકી ત્યારે ભારતે પોતાના પહેલા દાવમાં 278 રન કરીને 95 રનની લીડ મેળવી લીધી હતી અને ઈંગ્લેન્ડની ટીમનો બીજો દાવ શરૂ થઈ ગયો હતો. જોકે ઈન્ડિયા પાસે હજુ 70 રનની લીડ છે. અત્યારે ઇંગ્લેન્ડનાં રોરી બર્ન્સ અને ડોમ સિબલી ક્રિઝ પર છે.

    ઓપનર કેએલ રાહુલે બીજા દિવસે 57 રન કર્યા બાદ અણનમ પરત ફર્યા હતા જ્યારે રિષભ પંતે તેની સાથે 7 રન બનાવ્યા હતા. આ પહેલા મેચના પહેલા જ દિવસે યજમાનોની ઈનિંગ 183 રનમાં સમેટાઈ ગઈ હતી. ઝડપી બોલર જસપ્રિત બુમરાહે 46 રનમાં 4 વિકેટ લીધી હતી જ્યારે મોહમ્મદ શમીને 3 વિકેટ મળી હતી. ઇંગ્લેન્ડ માટે તેના કેપ્ટન જો રૂટે સૌથી વધુ 64 રનનું યોગદાન આપ્યું હતું, જેણે 108 બોલમાં 11 ચોગ્ગા ફટકાર્યા હતા.

    બીજા દિવસે પણ વરસાદને કારણે મેચ ધોવાઈ

    ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પ્રથમ ટેસ્ટના બીજા દિવસની રમત વરસાદના કારણે જલ્દી પુરી થઇ ગઈ છે. બીજા દિવસે ફક્ત 33.4 ઓવરની રમત શક્ય બની છે. ઇંગ્લેન્ડના 183 રનના જવાબમાં ભારતે બીજા દિવસના અંતે 4 વિકેટ ગુમાવી 125 રન બનાવી લીધા છે. ભારત હજુ ઇંગ્લેન્ડથી 58 રન પાછળ છે અને 6 વિકેટો બાકી છે. લોકેશ રાહુલ 58 અને રિષભ પંત 13 રને રમતમાં છે.

    આ રીતે છે બંન્ને ટીમોની પ્લેઈંગ ઈલેવન

    ભારતની પ્લેઇંગ ઇલેવન- રોહિત શર્મા, લોકેશ રાહુલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી (c), અજિંક્ય રહાણે, રિષભ પંત (wk), રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાજ

    ઇંગ્લેન્ડની પ્લેઇંગ ઇલેવન- રોરી બર્ન્સ, ડોમિનિક સિબલી, જેક ક્રોલી, જો રૂટ (c),જોની બેયરસ્ટો, ડેનિયલ લોરેન્સ, જોસ બટલર (wk),સેમ કેરેન, ઓલી રોબિન્સન, સ્ટુઅર્ટ બ્રોડ, જેમ્સ એન્ડરસન
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: IND Vs ENG, India vs england, વિરાટ કોહલી

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन