નોટિંગહામ : ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પ્રથમ ટેસ્ટના બીજા દિવસની રમત વરસાદના કારણે જલ્દી પુરી થઇ ગઈ છે. બીજા દિવસે ફક્ત 33.4 ઓવરની રમત શક્ય બની છે. ઇંગ્લેન્ડના 183 રનના જવાબમાં ભારતે બીજા દિવસના અંતે 4 વિકેટ ગુમાવી 125 રન બનાવી લીધા છે. ભારત હજુ ઇંગ્લેન્ડથી 58 રન પાછળ છે અને 6 વિકેટો બાકી છે. લોકેશ રાહુલ 57 અને રિષભ પંત 7 રને રમતમાં છે.
મેચ અપડેટ્સ
-લોકેશ રાહુલે અડધી સદી પૂરી કરી -વિરાટ કોહલી પ્રથમ બોલે જ એન્ડરસનની ઓવરમાં કેચ આઉટ -ચેતેશ્વર પૂજારા 4 રને એન્ડરસનનો શિકાર બન્યો -રોહિત શર્મા 36 રન બનાવી આઉટ -ઇંગ્લેન્ડ પ્રથમ દાવમાં 183 રનમાં ઓલઆઉટ