Ind vs Eng: ભારતના બેટ્સમેનોનો ફ્લોપ શો, પ્રથમ ટી-20માં ઇંગ્લેન્ડ સામે 8 વિકેટે પરાજય

ઇંગ્લેન્ડે પાંચ મેચની શ્રેણીમાં 1-0થી લીડ મેળવી, શ્રેણીની બીજી ટી-20 મેચ 14 માર્ચે રમાશે

ઇંગ્લેન્ડે પાંચ મેચની શ્રેણીમાં 1-0થી લીડ મેળવી, શ્રેણીની બીજી ટી-20 મેચ 14 માર્ચે રમાશે

  • Share this:
    અમદાવાદ :  જોફ્રા આર્ચર સહિત બોલરોના ચુસ્ત પ્રદર્શનની મદદથી ઇંગ્લેન્ડે અમદાવાદમાં રમાય રહેલી પ્રથમ ટી-20માં ભારત સામે 8 વિકેટે વિજય મેળવ્યો છે. ભારતે 20 ઓવરમાં 7 વિકેટે 124 રન બનાવ્યા હતા. જવાબમાં ઇંગ્લેન્ડે 15.3 ઓવરમાં 2 વિકેટ ગુમાવી લક્ષ્યાંક મેળવી લીધો હતો. આ જીત સાથે ઇંગ્લેન્ડે પાંચ મેચની શ્રેણીમાં 1-0થી લીડ મેળવી છે. શ્રેણીની બીજી ટી-20 મેચ 14 માર્ચે રમાશે.

    પ્રથમ ટી-20 અપડેટ્સ

    -ચહલ અને વોશિંગ્ટન સુંદરે 1-1 વિકેટ ઝડપી

    -ડેવિડ મલાન 24 રને અને બેરિસ્ટો 26 રને અણનમ

    -જેસન રોય 49 રને સુંદરની ઓવરમાં એલબી આઉટ થયો

    -બટલર 28 રને ચહલનો શિકાર બન્યો. બટલર અને જેસન રોય વચ્ચે 72 રનની ભાગીદારી

    - ભારતે 20 ઓવરમાં 7 વિકેટે 124 રન બનાવ્યા

    - આર્ચરે સૌથી વધારે 3 વિકેટ ઝડપી

    -શ્રેયસ ઐયરે સૌથી વધારે 67 રન બનાવ્યા

    -હાર્દિક પંડ્યા 19 રને આઉટ

    -ઋષભ પંત 21 રન બનાવી સ્ટોક્સનો શિકાર બન્યો

    આ પણ વાંચો - IND vs ENG: ભારતના રંગમાં ભંગ પાડશે ઈંગ્લેન્ડના આ 5 ખેલાડીઓ, જુઓ તેમની ખાસિયત

    -શિખ ધવન 4 રને બોલ્ડ, ભારતે 20 રનમાં 3 વિકેટ ગુમાવી

    -વિરાટ કોહલી 00 રને રાશિદનો શિકાર બન્યો

    - લોકેશ રાહુલ 1 રને બોલ્ડ થયો

    - ઇંગ્લેન્ડના કેપ્ટન ઇયોન મોર્ગને ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો.

    - ભારતના સ્ટાર બેટ્સમેન રોહિત શર્માને શરૂઆતની બે મેચમાં આરામ આપવામાં આવ્યો છે.

    બંને ટીમો આ પ્રમાણે છે

    ભારતીય ટીમ - કેએલ રાહુલ, શિખર ધવન, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, ઋષભ પંત, હાર્દિક પંડ્યા, વોશિંગ્ટન સુંદર, અક્ષર પટેલ, ભુવનેશ્વર કુમાર, શાર્દુલ ઠાકુર, યુજવેન્દ્ર ચહલ.

    ઇંગ્લેન્ડની ટીમ - જેસન રોય, જોસ બટલર, ડેવિડ મલાન, જોની બેયરસ્ટો, ઓઇન મોર્ગન, બેન સ્ટોક્સ, સૈમ કુરેન, જોફ્રા આર્ચર, ક્રિસ જોર્ડન, આદિલ રાશિદ, માર્ક વુડ.
    Published by:Ashish Goyal
    First published: