કુલદીપ યાદવ(6 વિકેટ)ના તરખાટ પછી રોહિત શર્માની અણનમ સદી (137) અને વિરાટ કોહલીની અડધી સદી (75)ની મદદથી ભારતે ઇંગ્લેન્ડ સામેની પ્રથમ વન-ડેમાં 8 વિકેટે વિજય મેળવ્યો હતો. ઇંગ્લેન્ડ 49.5 ઓવરમાં 268 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. જવાબમાં ભારતે 40.1 ઓવરમાં 2 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો. આ જીત સાથે ભારતે ત્રણ મેચની વન-ડે શ્રેણીમાં 1-0થી લીડ મેળવી લીધી છે. શ્રેણીની બીજી વન-ડે 14 જુલાઈના રોજ રમાશે. રોહિત શર્માએ 114 બોલમાં 15 ફોર અને 4 સિક્સર સાથે અણનમ 137 રન બનાવ્યા હતા. વિરાટ કોહલીએ 82 બોલમાં 7 ફોર સાથે 75 રન બનાવ્યા હતા. ઇંગ્લેન્ડ તરફથી જોશ બટલરે સૌથી વધારે 53 રન બનાવ્યા હતા.
ભારત જો ઇંગ્લેન્ડ સામે 3-0થી વિજય મેળવશે તો ઇંગ્લેન્ડને પછાડી આઈસીસી વન-ડે રેન્કિંગમાં નંબર વન બની ગઈ છે. ઇંગ્લેન્ડ હાલ રેન્કિંગમાં નંબર વન ટીમ છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર