વિજયની સદી, ભારત અને ક્રિકેટ ઓસ્ટ્રેલિયા ઇલેવન વચ્ચેની વોર્મઅપ મેચ ડ્રો

ઇન્ડિયન્સ અને ક્રિકેટ ઓસ્ટ્રેલિયા ઇલેવન વચ્ચે રમાયેલી ચાર દિવસીય પ્રેક્ટિસ મેચ ડ્રો માં પરિણમી

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 6 ડિસેમ્બરથી એડિલેડમાં પ્રથમ ટેસ્ટનો પ્રારંભ થશે

 • Share this:
  ઇન્ડિયન્સ અને ક્રિકેટ ઓસ્ટ્રેલિયા ઇલેવન વચ્ચે રમાયેલી ચાર દિવસીય પ્રેક્ટિસ મેચ ડ્રો માં પરિણમી છે. ભારતે બીજા ઇનિંગ્સમાં 43.4 ઓવરમાં 2 વિકેટે 211 રન બનાવ્યા હતા. આ પછી મેચ ડ્રો જાહેર કરાઈ હતી. આ પહેલા ભારત પ્રથમ ઇનિંગ્સમાં 358 રન બનાવ્યા હતા. જવાબમાં ઓસ્ટ્રેલિયા ઇલેવને પ્રથમ ઇનિંગ્સમાં 151.1 ઓવરમાં 544 રન બનાવ્યા હતા. આમ તેણે પ્રથમ ઇનિંગ્સાં 186 રનની લીડ મેળવી હતી.

  બીજી ઇનિંગ્સમાં ઓપનર બેટ્સમેન મુરલી વિજયે ધીમી શરુઆત પછી આક્રમક બેટિંગ કરતા 132 બોલમાં 16 ફોર અને 5 સિક્સરની મદદથી 129 રન બનાવ્યા હતા. લોકેશ રાહુલ અને વિજયે પ્રથમ વિકેટ માટે 30.4 ઓવરમાં 109 રન બનાવ્યા હતા. રાહુલ 98 બોલમાં 8 ફોર અને 1 સિક્સર સાથે 62 રન બનાવી આઉટ થયો હતો. હનુમા વિહારી 15 રને અણનમ રહ્યો હતો. આમ પ્રથમ ટેસ્ટ પહેલા ભારતના બંને ઓપનર મુરલી વિજય અને રાહુલ ફોર્મમાં પરત ફરતા સારા સમાચાર છે.

  આ પણ વાંચો - ભારત vs ઓસ્ટ્રેલિયા: આ ચાર બેટ્સમેનો માટે અંતિમ તક, ફ્લોપ રહ્યા તો થશે બહાર!

  ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 6 ડિસેમ્બરથી એડિલેડમાં પ્રથમ ટેસ્ટનો પ્રારંભ થશે.

  ક્રિકેટ ઓસ્ટ્રેલિયા તરફથી હેરી નિએલસને સદી (100) ફટકારી હતી. આ સિવાય આરોન હાર્ડીએ 86, ડાર્સી શોર્ટે 74 અને મેક્સ બ્રાયંટે 64 રન બનાવ્યા હતા. ભારત તરફથી મોહમ્મદ શમીએ 3 વિકેટ જ્યારે અશ્વિને 2 વિકેટ ઝડપી હતી. કોહલીને 1 વિકેટ મળી હતી.
  Published by:Ashish Goyal
  First published: