Home /News /sport /IND VS BAN: રિષભ પંતની ભૂલ પર ભડક્યો વિરાટ કોહલી, એવી રીતે જોયું કે જાણે... જુઓ VIDEO
IND VS BAN: રિષભ પંતની ભૂલ પર ભડક્યો વિરાટ કોહલી, એવી રીતે જોયું કે જાણે... જુઓ VIDEO
kohli rishabh pant
INDIA BANGLADESH 2ND TEST માં કોહલીને રનઆઉટથી બચવા માટે ડાઇવ મારવી પડી હતી અને કોહલી દેખીતી રીતે પંતથી નારાજ થયો હતો. જે બાદ તેણે રિષભ પંતને ગુસ્સા ભરેલી નજરે જોયો હતો.
વિરાટ કોહલી (Virat Kohli)એ બાંગ્લાદેશ સામે ચાલી રહેલી ટેસ્ટ (IND VS BAN Second Test Match)ના બીજા દિવસની મેચની શાનદાર શરૂઆત કરી હતી. ભૂતપૂર્વ ભારતીય સુકાની શુક્રવારે પહેલા સેશનમાં શાનદાર ફોર્મમાં લાગી રહ્યો હતો. જો કે, કોહલી રિષભ પંત (Virat Kohli Angry on Rishabh Pant)પર દેખીતી રીતે ગુસ્સે થયો હોય તેમ જણાતું હતું, કારણ કે તેણે બીજા દિવસે પ્રથમ સેશનની અંતિમ બોલમાં રનઆઉટ મહામુસીબતે ટાળ્યો હતો. આ વાત મીરપુરમાં ભારતની પ્રથમ ઈનિંગની 36મી ઓવરમાં બની હતી. કોહલી સિંગલ લેવા માટે અડધે રસ્તે પિચ પર દોડી ગયો હતો, પરંતુ પંતે તેને પાછો મોકલી દીધો હતો. આખરે કોહલીને રનઆઉટથી બચવા માટે ડાઇવ મારવી પડી હતી અને કોહલી દેખીતી રીતે પંતથી નારાજ થયો હતો. જે બાદ તેણે રિષભ પંતને ગુસ્સા ભરેલી નજરે જોયો હતો.
આ વિડીયો થોડા જ સમયમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગયો હતો. જેની પર ક્રિકેટ ફેન્સ અને ફોલોઅર્સે અવનવા રીએક્શન આપ્યા હતા. એક ટ્વિટર યુઝરે હસતાં હસતાં લખ્યું કે, "રિષભ પંત ટ્રિક જાણે છે, તેને (કોહલીને) ગુસ્સે કરીને તે મોટો સ્કોર કરશે."
અન્ય એક સોશિયલ મીડિયા યુઝરને લાગ્યું કે, પંત માટે તે સમયે સિંગલ લેવો મુશ્કેલ હતું. તો તેની કમેન્ટ્સમાં કોઇએ લખ્યું હતું કે, "કોહલી માટે તેની ફિટનેસને કારણે તે રન લેવો સરળ હતો. પરંતુ પંત માટે નહીં."
એક ટ્વિટર યુઝરે અભિપ્રાય આપ્યો હતો કે, પંતે કોહલીના કોલનો જવાબ આપવો જોઈતો હતો. કમેન્ટમાં લખ્યું કે, "જ્યારે સ્ટ્રાઈકર બોલને ફટકારતાની સાથે જ દોડવા માટે ક્લિઅર કોલ આપે છે, ત્યારે નોન-સ્ટ્રાઈકરે બોલ ક્યાં જઈ રહ્યો છે તે જોયા વિના દોડવું જોઈએ. અહીં પંત કોહલીના કોલ પર પ્રતિક્રિયા આપવાને બદલે ઊભો રહીને બોલને જોતો રહ્યો. જો કે, લંચ પહેલાં ઝડપી સિંગલ લેવાનું ટાળવું જોઈએ."
અન્ય એક વ્યક્તિએ કોહલીની પ્રતિક્રિયાની તુલના ભારતીય માતા-પિતા સાથે કરી હતી અને લખ્યું હતું કે, "ભારતીય પિતા તેમના નિર્દોષ બાળકને જોઇ રહ્યા હોય તેમ." કોહલી આખરે મોટી ઇનિંગ રમવામાં નિષ્ફળ ગયો, કારણ કે તેને 28મી ઓવરમાં બાંગ્લાદેશના ઝડપી બોલર તસ્કીન અહેમદે આઉટ કર્યો હતો. કોહલી 24 રન બનાવીને ડ્રેસિંગ રૂમમાં પાછો ફર્યો હતો.
આ પહેલાં બાંગ્લાદેશે પ્રથમ ઈનિંગમાં 227 રન બનાવ્યા હતા. મોમિનુલ હક 84 રન સાથે તેની ટીમના હાઇએસ્ટ સ્કોરર તરીકે ઉભરી આવ્યો હતો. ભારતીય પેસરો ઉમેશ યાદવ અને જયદેવ ઉનડકટે પ્રથમ ઈનિંગમાં 4-4 વિકેટ ઝડપી હતી. બાંગ્લાદેશ સામેની બે મેચની ટેસ્ટ શ્રેણીમાં ભારત હાલ 1-0થી આગળ છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર