Home /News /sport /કેપ્ટનનું કરિયર ખતમ? ત્રણમાંથી એક પણ મેચમાં ન ચાલ્યો, તકનો લાભ ઉઠાવવામાં નિષ્ફળ જતાં ચાહકો નિરાશ
કેપ્ટનનું કરિયર ખતમ? ત્રણમાંથી એક પણ મેચમાં ન ચાલ્યો, તકનો લાભ ઉઠાવવામાં નિષ્ફળ જતાં ચાહકો નિરાશ
શિખર ધવન
Shikhar Dhawan Bad Form: ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની ત્રીજી વન-ડે માં ઓપનર અને લેફટી બેટ્સમેન શિખર ધવનનો ફ્લોપ શો ચાલુ રહ્યો હતો. આ શ્રેણીની ત્રણેય મેચમાં તેનો સ્કોર ડબલ ડિજિટ સુધી પણ પહોંચ્યો નહોતો.
INDvsBAN Third ODI: આજે ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની ત્રીજી વન-ડે માં ઇજાગ્રસ્ત કેપ્ટન રોહિત શર્માની જગ્યાએ લોકેશ રાહુલ કેપ્ટન્સી કરશે. રાહુલ ભારતીય ક્રિકેટ ટીમનો વાઇસ કેપ્ટન છે. તો બીજી તરફ જ્યારે શ્રીલંકા બાંગલાદેશ જેવી ટીમો સામે ભારતીય ટીમ રમવા ઉતરે તો બી ટીમ પ્ર્કરની જુનિયર ટીમ સાથે રમે છે. જેનો કેપ્ટન શિખર ધવન છે. આ શ્રેણીમાં શિખર ધવનને પણ ઓપનિંગ કરવાની તક મળી હતી પણ તે તેનો લાભ ઉઠાવી શક્યો નહોતો.
ધવનનો ફ્લોપ શો
ઓપનર અને લેફટી બેટ્સમેન શિખર ધવનનો ફ્લોપ શો આજે પણ ચાલુ રહ્યો હતો. છેલ્લા કેટલાક સમયથી ભારતની બી ટીમ કહી શકાય એવી જુનિયર ખેલાડીઓ સાથેની ટીમનું નેતૃત્વ શિખર ધવનને સોંપવામાં આવી રહ્યું છે. શિખર ધવને ઘણા સમય બાદ મૂળ સિનિયર ટીમમાં વાપસી કરી હતી. પણ આ ત્રણ મેચઇન શ્રેણીમાં એક પણ મેચમાં તે ચાલ્યો ન હતો. ધવન પાસેથી સારા સ્કોરની અને ઓપનિંગ પાર્ટનર શિપમાં મોટા યોગદાનની આશા રાખવામા આવી રહી હતી ત્યારે તે ફિફ્ટી કે સદી તો દૂર ડબલ ડીજીટ સુધી પહોંચવામાં પણ નિષ્ફળ ગયો હતો.
ત્રણ મેચની વન-ડે શ્રેણીમાં તેનો સ્કોર માત્ર 7,8 અને ત્રણ રન રહ્યો હતો એટ્લે કે ડબલ ડિજિટ સુધી પહોંચવામાં પણ નિષ્ફળ ગયો હતો.
ભારત માટે દિગ્ગજોની ઇજા મોટો સવાલ છે. ભારત ઓલરેડી આ જ શ્રેણીની બે મેચ હારી ચૂક્યું છે. ત્યારે જોવાનું રહેશે કે ભારત આ શ્રેણીમાં આખરી મેચ જીતીને શાખ બચાવી શકશે કે નહીં!
આ મેચમાં લેફટી બેટ્સમેન ઈશાન કિશનને ઓપનર અને કેપ્ટન રોહિત શર્માના સ્થાને તક મળી છે. રોહિત શર્મા ઇજાથી પરેશાન છે અને ટેસ્ટ શ્રેણી પણ ગુમાવે તેવી શક્યતા છે ત્યારે લોકેશ રાહુલની કેપ્ટન્સીમાં ભારતે સ્પિનર કુલદીપ યાદવને પણ તક આપી હતી.
" isDesktop="true" id="1298144" >
બાંગ્લાદેશે ટોસ જીતીને લીધી ફિલ્ડિંગ: શ્રેણીની ત્રીજી અને આખરી વન-ડેમાં બાંગ્લાદેશી કેપ્ટન લિટન દાસે ટોસ જીતીને બોલિંગ પહેલા કરવાનો નિર્ણય લીધો હતો. ભારત તરફથી ઈશાન કિશન અને શિખર ધવન બંને ઓપનર્સ બેટિંગ કરવા ઉતાર્યા હતા.
Published by:Mayur Solanki
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર