Home /News /sport /IND vs BAN: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે આજે પ્રથમ ટેસ્ટ, પહેલા જ સેશનમાં ભારતનો ધબડકો, દિગ્ગજો સસ્તામાં ઘરભેગા
IND vs BAN: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે આજે પ્રથમ ટેસ્ટ, પહેલા જ સેશનમાં ભારતનો ધબડકો, દિગ્ગજો સસ્તામાં ઘરભેગા
ભારત અને બાંગલાદેશ વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ
INDvsBAN: ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની પ્રથમ ટેસ્ટ મેચ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયન શીપની રીતે ઘણી મહત્વની છે. ભારતે સારી શરૂઆત કર્યા બાદ વિકેટ ગુમાવી દીધી છે.
INDIA VS BANGLADESH FIRST TEST: આજે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે પ્રથમ ટેસ્ટની શરૂઆત થઈ ગઈ છે. સારી શરૂઆત બાદ ભારતે પ્રથમ વિકેટ ગુમાવી દીધી હતી. પહેલી વિકેટના રૂપમાં ઓપનર શુભમન ગિલની વિકેટ પડી હતી.
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બે મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ ચિત્તાગોંગમાં રમાઈ રહી છે. વનડે શ્રેણીમાં હાર બાદ ભારતીય ટીમ ટેસ્ટ શ્રેણી પોતાના નામે કરવા માંગશે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના દૃષ્ટિકોણથી પણ આ શ્રેણી ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે અને ટીમ ઇન્ડિયા બંને મેચ જીતીને ફાઇનલમાં પહોંચવાની આશા જીવંત રાખવા માંગશે. ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે.
રોહિતના સ્થાને રાહુલ કેપ્ટન
આજની મેચમાં કેપ્ટન રોહિત શર્મા ઇજાના કારણે અવેલેબલ ન હોવાના કારણે કેપ્ટન તરીકે લોકેશ રાહુલને સ્થાન મળ્યું છે. અને લોકેશ રાહુલે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે.
India win toss, opt to bat against Bangladesh in first test
ટીમ ઈન્ડિયા પ્રથમ દાવમાં જ મોટો સ્કોર કરીને બાંગ્લાદેશને દબાણમાં લાવવા ઈચ્છશે. સ્પિન બોલરોને મેચના ત્રીજા અને ચોથા દિવસે પિચમાંથી વધુ મદદ મળી શકે છે. આ દિવસે ભારત બાંગ્લાદેશને બેટિંગમાં ઉતારવા ઈચ્છશે. અત્યારે ભારતનો પ્રયાસ પ્રથમ બે દિવસ રમીને જંગી સ્કોર બનાવવાનો રહેશે.
આજે ભારતે પહેલા બેટિંગ કરતા શરૂઆતના પહેલા જ સેશનમાં ત્રણ વિકેટ્સ ગુમાવી હતી. બાંગ્લાદેશ તરફથી શરૂઆતમાં તાઈજૂલ ઇસ્લામે બે વિકેટ ઝડપી હતી અને ખાલીદ અહેમદે એક વિકેટ લીધી હતી.
" isDesktop="true" id="1300195" >
પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે સારી શરૂઆત કરી હતી. ચટ્ટોગ્રામની પીચ ફાસ્ટ બોલરોને મદદ મળી રહી નથી અને બોલ સરળતાથી બેટ પર આવી રહ્યો છે. ભારતના બંને ઓપનર આનો ફાયદો ઉઠાવી રહ્યા હતા અને સરળતાથી રન બનાવી રહ્યા હતા . સાત ઓવર પછી ભારતનો સ્કોર વિના નુકશાન 30 રન છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર