Home /News /sport /IND VS BAN: શુભમન ગિલના લક સામે DRS પણ ફેઈલ, આઉટ થયો તો બોલ ટ્રેકિંગ કેમેરો બગડી ગયો
IND VS BAN: શુભમન ગિલના લક સામે DRS પણ ફેઈલ, આઉટ થયો તો બોલ ટ્રેકિંગ કેમેરો બગડી ગયો
શુભમન ગિલની સદી
Shubman Gill Century: ભારત બાંગ્લાદેશ વચ્ચેની મેચમાં એક સમયે બાંગ્લાદેશેને ગિલ આઉટ હોવાનું લાગ્યું હતું. તેથી કેપ્ટન શાકિબ અલ હસને DRSની માંગ કરી હતી. પરંતુ તે પછી જે બન્યું તે ખરેખર આશ્ચર્યજનક હતું.
Shubman Gill Century: ચિત્તાગોંગમાં રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટના ત્રીજા દિવસે બાંગ્લાદેશ 150 રનમાં આઉટ થયા બાદ ભારતને 239 રનની લીડ મળી હતી. ભારતે ફોલોઓન આપવાને બદલે બીજી ઇનિંગમાં બેટિંગ કરવાનો નિર્ણય લીધો અને આ વખતે શુભમન ગિલ બાંગ્લાદેશને ભારે પડ્યો હતો. તેણે કેપ્ટન કેએલ રાહુલ સાથે 70 રનની ભાગીદારી કર્યા બાદ પ્રથમ ટેસ્ટ સદી ફટકારી હતી. જો કે આ દરમિયાન એક તબક્કે કોઈ વિચાર્યું પણ ન હોય તેવી ઘટના બની હતી.
મેચના ત્રીજા દિવસે શુભમન ગિલને આઉટ કરવા બાંગ્લાદેશના બોલરો ખૂબ જ મહેનત કરી રહ્યા હતા અને 32મી ઓવરમાં તેમને તક મળી હોવાનું લાગ્યું હતું. પરંતુ ટેકનિકલ ખામીને કારણે તેમની આશા પર પાણી ફરી વળ્યું હતું. યાસિર અલીનો એક બોલ ઝડપથી ટર્ન લઈ ગિલના પેડ સાથે અથડાયો હતો. જેથી બાંગ્લાદેશની ટીમે જોરદાર આપિલ કરી હતી.
આ રીતે શુભમન ગિલ સામે LBW અપીલ થઈ હતી. પણ અમ્પાયરે નોટ આઉટ આપ્યો હતો. જેથી બાંગ્લાદેશની ટીમે રિવ્યુ માંગ્યો હતો. બાંગ્લાદેશેને ગિલ આઉટ હોવાનું લાગ્યું હતું. તેથી જ કેપ્ટન શાકિબ અલ હસને DRSની માંગ કરી હતી. પરંતુ તે પછી જે બન્યું તે ખરેખર આશ્ચર્યજનક હતું. બન્યું એવું કે, શુભમન ગિલ સામે DRS લઈ શકાયું નહીં.
How lucky was Shubman Gill there !! It looked plumb to me but the umpire thought otherwise. The interesting part was that there was no DRS due to some technical glitch and the onfield decision stood. Hilarious ! #BANvIND
શુભમન ગિલ વિરુદ્ધ અપીલ બાદ થર્ડ અમ્પાયર પાસે DRS માંગવામાં આવતા, તેમણે મેદાન પરના અમ્પાયરને આ ટેકનિકનો ઉપયોગ કરી શકે તેમ ન હોવાની જાણ કરી હતી. થર્ડ અમ્પાયરે કહ્યું કે, બોલ ટ્રેકિંગ કેમેરા ખરાબ છે અને તેથી મેદાન પરના અમ્પાયરનો નિર્ણય જ માન્ય રહેશે. મેદાન પરના અમ્પાયરે શુબમન ગિલને નોટઆઉટ જાહેર કર્યો હતો અને તે નિર્ણય અકબંધ રહ્યો હતો.
અમ્પાયરોએ ગિલને આઉટ આપ્યો હોત તો શું થાત?
આજે જે થયું તેના પરથી આપણે શુભમન ગિલને લકી કહી શકીએ. કારણે કે, જો અમ્પાયરે તેને આઉટ આપ્યો હોત અને જો તેણે DRS લીધો હોત ત્યારે બોલ ટ્રેકિંગ ટેક્નિક નિષ્ફળ જાત તો ભારતીય ઓપનરને પેવેલિયન પરત ફરવું પડત. આવી સ્થિતિમાં નસીબ ગિલ સાથે હતું તેમ કહી શકાય.