Home /News /sport /IND vs BAN: ધુરંધરો ધરાશાયી! વીરાટ માત્ર 1 અને રાહુલ 2 રને આઉટ, બીજી ટેસ્ટમાં પરાજયનું સંકટ
IND vs BAN: ધુરંધરો ધરાશાયી! વીરાટ માત્ર 1 અને રાહુલ 2 રને આઉટ, બીજી ટેસ્ટમાં પરાજયનું સંકટ
બાંગ્લાદેશ સામે વિરાટ કોહલી 1 રને આઉટ
IND VS BAN: ઢાકામાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બીજી અને છેલ્લી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાનો મિનિ ધબડકો થયો હતો. ભારતના ધુરંધર ખેલાડીઓ સસ્તામાં આઉટ થઈ જતાં પરાજયનું સંકટ તોળાઈ રહ્યું હતું.
INDIA VS BANGLADESH 2ND TEST: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બીજી અને અંતિમ ટેસ્ટ ઢાકામાં રમાઈ રહી છે. આજે મેચનો ત્રીજો દિવસ છે. આ મેચમાં બાંગ્લાદેશે પ્રથમ ઇનિંગમાં 227 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતે 314 રન બનાવ્યા હતા. બાંગ્લાદેશની ટીમ બીજા દાવમાં 231 રન બનાવી શકી હતી અને તેણે ભારત સામે 145 રનનો લક્ષ્યાંક રાખ્યો છે. જેના જવાબમાં ભારતની બેટિંગ લાઇન અપ શરૂઆતમાં જ ગબડી પડી હતી.
ભારતના ધુરંધરોનું ફોર્મ ચિંતાજનક
ભારતના શાનદાર ક્લાસ બેટ્સમેનો ગણાતા લોકેશ રાહુલ અને વિરાટ કોહલીનું ફોર્મ હાલ ચિંતાનો વિષય છે. બાંગ્લાદેશ જેવી ટીમ સામે પણ આ ધુરંધર ખેલાડીઓ પરફોર્મ ન કરી શકે તો એ ચિંતાનો વિષય છે. બાંગ્લાદેશ સામેની બીજી ટેસ્ટ મેચમાં પણ બંને નિષ્ફળ ગયા હતા. પ્રથમ ઇનિંગમાં રાહુલે દસ અને કોહલીએ 22 રન બનાવ્યા હતા. જ્યારે બીજી ઇનિંગમાં રાહુલ બે અને કોહલી માત્ર એક રનમાં જ પેવેલિયન ભેગા થઈ ગયા હતા.
ભારત પાસે બેટ્સમેનોની કમી નથી. દેશમાં સેંકડો બેટ્સમેનો ટીમ ઈંડિયામાં તક મળે તેની રાહ જોઈને બેઠા છે. ત્યારે આ બે ખેલાડીઓ પાસેથી આખા દેશને આશા છે અને હવે તેમણે સારું પરફોર્મ કરવું પડે એમ છે નહીં તો તેઓનું ટીમમાં સ્થાન જોખમાઈ શકે છે.
બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટમાં પણ ભારતના કોહલી અને કેપ્ટન રાહુલ નિષ્ફળ ગયા હતા. રાહુલે પ્રથમ ટેસ્ટની બંને ઇનિંગમાં 22 અને 23 રન બનાવ્યા હતા તો વિરાટ કોહલી પ્રથમ ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં એક રન બનાવીને આઉટ થયો હતો અને બીજી ઇનિંગમાં 19 રાણે નોટઆઉટ રહ્યો હતો. જો કે આખરે ભારત એ મેચ જીત્યું હતું જેના કારણે ખાસ આ નિષ્ફળતાની નોંધ લેવાઈ નહોતી.
" isDesktop="true" id="1307016" > મહેદી હસને શરૂઆતમાં ત્રણ વિકેટ લીધી
ભારતની ચોથી વિકેટ 37 રનના સ્કોર પર પડી હતી. વિરાટ કોહલી 22 બોલમાં એક રન બનાવીને આઉટ થયો હતો. તે મેહિદી હસન મિરાજની બોલિંગ પર મોમિનુલ હકના હાથે કેચ આઉટ થયો હતો. વિરાટનો કેચ પકડ્યા બાદ બાંગ્લાદેશના ખેલાડીઓએ તેની સામે જશ્ન મનાવ્યો અને વિરાટને તે બિલકુલ ગમ્યું નહોતું. જો કે ટીમ ઈન્ડિયા ત્યાર પછી મુશ્કેલીમાં જોવા મળી રહી છે. 145 રનનો પીછો કરતા ભારતના ચાર મહત્વના બેટ્સમેન પેવેલિયન પરત ફર્યા છે. આમાંથી ત્રણ વિકેટ મહેદી હસને લીધી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર