INDvsBAN ડે-નાઇટ ટેસ્ટ : પૂજારા, કોહલીની અડધી સદી, ભારતે 68 રનની લીડ મેળવી

News18 Gujarati
Updated: November 22, 2019, 8:42 PM IST
INDvsBAN ડે-નાઇટ ટેસ્ટ : પૂજારા, કોહલીની અડધી સદી, ભારતે 68 રનની લીડ મેળવી
બાંગ્લાદેશ 106 રનમાં ઓલઆઉટ, ઇશાંત શર્માની 5 વિકેટ

બાંગ્લાદેશ 106 રનમાં ઓલઆઉટ, ઇશાંત શર્માની 5 વિકેટ

  • Share this:
કોલકાતા :  ફાસ્ટ બોલરોના શાનદાર પ્રદર્શન બાદ વિરાટ કોહલી (અણનમ 59) અને ચેતેશ્વર પૂજારાની અડધી સદી (55)ની મદદથી ભારતે કોલકાતામાં બાંગ્લાદેશ સામે રમાય રહેલી ડે-નાઇટ ટેસ્ટમાં પકડ મજબૂત બનાવી લીધી છે. બાંગ્લાદેશના 106 રનના જવાબમાં ભારતે પ્રથમ દિવસના અંતે 3 વિકેટે 174 રન બનાવી લીધા છે. દિવસના અંતે ભારતે 68 રનની લીડ મેળવી લીધી છે અને 7 વિકેટો બાકી છે. દિવસના અંતે વિરાટ કોહલી 59 અને અજિંક્ય રહાણે 23 રને રમતમાં છે.

બાંગ્લાદેશ તરફથી શદનામ ઇસ્લામે સૌથી વધારે 29 રન બનાવ્યા હતા. આ સિવાય લિટ્ટન દાસ (24) અને નઇમ હસન (19) જ ડબલ સ્કોર સુધી પહોંચી શક્યા હતા. ભારતના ઇશાંત શર્માએ સૌથી વધારે 5 વિકેટ ઝડપી હતી. ઉમેશ યાદવને 3 અને મોહમ્મદ શમીને 2 વિકેટ મળી હતી.

ભારતીય ફાસ્ટ બૉલરોએ તરખાટ મચાવતાં પહેલા સેશનમાં જ બાંગ્લાદેશ મુશ્કેલીમાં મૂકાઈ ગયું. 15 રને પહેલી વિકેટ ગુમાવ્યા બાદ બાંગ્લાદેશના બેટ્સમેન એક પછી એક આઉટ થતાં રહ્યા. ભારતના ફાસ્ટ બૉલરો સામે તેઓ ટકી ન શક્યા. તેમની 6 વિકેટ માત્ર 60 રને જ પડી ગઈ હતી. આઉટ થયેલા 6 બેટ્સમેન પૈકી ત્રણ બેટ્સમેન તો ખાતું ખોલાયા વગર જ પેવેલિયન પરત ફર્યા હતા.

સ્કોરકાર્ડ : 

ભારતની પ્રથમ ઇનિંગ્સ - 3 વિકેટે 164 રન

-મયંક અગ્રવાલ 14 રને આઉટ
Loading...

-રોહિત શર્મા 21 રને આઉટ

-પૂજારા 55 રન બનાવી કેચ આઉટ થયો હતો

-વિરાટ કોહલીએ 76 બોલમાં 7 ફોર સાથે 50 રન બનાવ્યા

-બાંગ્લાદેશની પ્રથમ ઇનિંગ્સ : 106 રનમાં ઑલઆઉટ

Updates:
- ઈશાંત શર્માએ પિન્ક બૉલથી ઈમરુલ કાએસને શિકાર બનાવ્યો હતો. ઈશાંતની બોલિંગમાં ઈમરુલ 4 રને એલબીડબલ્યૂ આઉટ થયો.
- બાંગ્લાદેશનો સ્કોર 17 રને હતો ત્યારે ઉમેશ યાદવે મોમીનૂલને આઉટ કરી ભારતને બીજી સફળતા અપાવી.
- ત્યારબાદ ક્રિઝ પર આવેલો મોહમ્મદ મિથુન પણ શૂન્ય રને ઉમેશ યાદવનો શિકાર બન્યો.
- ઈશાંત અને યાદવ બાદ શમીએ ભારતને ચોથી સફળતા અપાવી. બાંગ્લાદેશનો સ્કોર 27 રને હતો ત્યારે મોહમ્મદ શમીએ મુશ્ફીકુર રહીમને બોલ્ડ કર્યો હતો. મુશ્ફીકુર પણ પોતાનું ખાતું ખોલાયા વિના પેવેલિયન પરત ફર્યો હતો.
- બાંગ્લાદેશની એક પછી એક વિકેટ ગુમાવતાં મુશ્કેલીમાં મૂકાઈ ગયું છે. તેનો એકમાત્ર સેટ બેટ્સમેન શદનામ ઈસ્લામ ઉમેશ યાદવની ઓવરમાં આઉટ થયો. તે 29 રને આઉટ થયો છે.
- મહમુદુલ્લા ઈશાંત શર્માનો શિકાર બન્યો હતો. તે 6 રને આઉટ થયો.
- લિટન દાસે બાંગ્લાદેશની ઇનિંગને સંભાળવાનો પ્રયાસ કર્યો પરંતુ તે અંગત 24 રને હતો ત્યારે શમીના બાઉન્સનો શિકાર બનતાં રિટાયર્ડ હર્ટ થતાં પેવેલિયન પરત ફર્યો હતો.

-ઇબાદત હુસેન 1 રને ઇશાંતનો શિકાર બન્યો

-હસન 8 રને ઇશાંત શર્માનો ચોથો શિકાર બન્યો

 

ભારતીય ટીમ : ભારતની પ્લેઇંગ ઇલેવન- રોહિત શર્મા, મયંક અગ્રવાલ, ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, રવીન્દ્ર જાડેજા, સાહા, ઉમેશ યાદવ, ઈશાંત શર્મા, આર અશ્વિન અને મોહમ્મદ શમી

બાંગ્લાદેશ  : ઇમરૂલ કાએસ, શાદમાન ઈસ્લામ, મોમિનુલ હક, મોહમ્મદ મિથુન, મુશ્ફિકુર રહીમ, મહમૂદુલ્લાહ, લિટન દાસ, નઈમહસન, અબુ જાએદ, અલી અમન હુસૈન, ઈબાદત હુસૈન

સીરીઝ જીતવા પર ટીમ ઈન્ડિયાની નજર

ભારતીય ટીમ બે મેચોની સીરીઝમાં 1-0ની આગળ છે. બંને ટીમોની વચ્ચે 14 નવેમ્બરથી ઈન્દોરમાં પહેલી ટેસ્ટ મેચ રમાઈ હતી. આ મેચમાં ભારતીય ટીમે ઇનિંગ અને 130 રનના મોટા અંતરથી જીત મેળવી લીધી હતી. ટીમ ઈન્ડિયા માટે મેચમાં ઓપનર મયંક અગ્રવાલ (Mayank Agarwal)એ બેવડી સદી ફટકારી હતી. આ મેચ ત્રણ દિવસમાં જ પૂરી થઈ ગઈ હતી. હવે ટીમ ઈન્ડિયાની નજર કોલકાતા ટેસ્ટ જીતીને સીરીઝ 2-0થી પોતાના નામે કરવા પર છે.

 
First published: November 22, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...