પ્રથમ ટેસ્ટ : મયંક અગ્રવાલની બેવડી સદી, ભારતે 343 રનની લીડ મેળવી

News18 Gujarati
Updated: November 15, 2019, 5:57 PM IST
પ્રથમ ટેસ્ટ : મયંક અગ્રવાલની બેવડી સદી, ભારતે 343 રનની લીડ મેળવી
મયંક અગ્રવાલના 243 રન, ભારત - 493/6, મયંક અને રહાણેએ ચોથી વિકેટ માટે 190 રનની ભાગીદારી નોંધાવી

મયંક અગ્રવાલના 243 રન, ભારત - 493/6, મયંક અને રહાણેએ ચોથી વિકેટ માટે 190 રનની ભાગીદારી નોંધાવી

  • Share this:
ઇન્દોર : મયંક અગ્રવાલની બેવડી સદી (243) અને અજિંક્ય રહાણે (86), રવીન્દ્ર જાડેજા (60 અણનમ), ચેતેશ્વર પૂજારા (54)ની અડધી સદીની મદદથી ભારતે બાંગ્લાદેશ સામે પ્રથમ ટેસ્ટના બીજા દિવસે સ્થિતિ મજબૂત બનાવી લીધી છે. બાંગ્લાદેશના 150 રનના જવાબમાં ભારતે બીજા દિવસે 6 વિકેટ ગુમાવી 493 રન બનાવી લીધા છે. ભારતે 343 રનની લીડ મેળવી લીધી છે અને તેની 4 વિકેટો બાકી છે. દિવસના અંતે રવીન્દ્ર જાડેજા 60 અને ઉમેશ યાદવ 25 રને રમતમાં છે.

બીજા દિવસની શરુઆત ભારતે 1 વિકેટે 86 રનથી કરી હતી. પૂજારા ગઈકાલના સ્કોરમાં 11 રન ઉમેરી 54 રને અબુ જાયેદનો શિકાર બન્યો હતો. જાયેદે આ પછી બીજી ઓવરમાં કેપ્ટન વિરાટ કોહલીને આઉટ કરી ભારતને મોટો ફટકો આપ્યો હતો. કોહલી 2 બોલમાં રમી ખાતું પણ ખોલાવી શક્યો ન હતો. ભારતે 119 રને ત્રીજી વિકેટ ગુમાવી હતી.

આ પણ વાંચો - ધોની ટીમ ઇન્ડિયામાં વાપસી માટે આવી રીતે તૈયારી કરી રહ્યો છે, બહાર આવ્યો VIDEO

અહીંથી મયંક અગ્રવાલ અને અજિંક્ય રહાણેએ બાજી સંભાળી હતી. મયંકે શાનદાર બેટિંગ કરતા 183 બોલમાં 15 ફોર અને 1 સિક્સર સાથે સદી પુરી કરી હતી. રહાણેએ પણ અડધી સદી પુરી કરી હતી. રહાણે અને મયંકે ભારતનો સ્કોર 300 રનને પાર પહોંચાડ્યો હતો. આ સમયે રહાણે 86 રન બનાવી અબુ જાયેદનો શિકાર બન્યો હતો. મયંક અને રહાણેએ ચોથી વિકેટ માટે 190 રનની ભાગીદારી નોંધાવી હતી.

મયંક અગ્રવાલે શાનદાર બૅટિંગ કરતા સિક્સર ફટકારી બેવડી સદી પુરી કરી હતી. મયંકે 303 બોલમાં 25 ફોર અને 5 સિક્સર સાથે 200 રન પુરા કર્યા હતા. આ પછી તે 243 રન બનાવી હસન મિરાઝની ઓવરમાં કેચ આઉટ થયો હતો. જાડેજા 76 બોલમાં 6 ફોર અને 2 સિક્સર સાથે 60 રન બનાવી અણનમ રહ્યો હતો.
First published: November 15, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading