પ્રથમ ટેસ્ટ : ભારતનો ઇનિંગ્સ અને 130 રને વિજય, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ભારતના 300 પૉઇન્ટ

News18 Gujarati
Updated: November 16, 2019, 3:57 PM IST
પ્રથમ ટેસ્ટ : ભારતનો ઇનિંગ્સ અને 130 રને વિજય, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ભારતના 300 પૉઇન્ટ
પ્રથમ ટેસ્ટ : ભારત 493/6 ડીક. બાંગ્લાદેશ 213 રનમાં આઉટ, ભારતે 2 ટેસ્ટની શ્રેણીમાં 1-0થી લીડ મેળવી

પ્રથમ ટેસ્ટ : ભારત 493/6 ડીક. બાંગ્લાદેશ 213 રનમાં આઉટ, ભારતે 2 ટેસ્ટની શ્રેણીમાં 1-0થી લીડ મેળવી

  • Share this:
ઇન્દોર :  મયંક અગ્રવાલની બેવડી સદી (243) પછી બોલરોના ચુસ્ત પ્રદર્શનની મદદથી ભારતે બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટમાં ઇનિંગ્સ અને 130 રનથી ભવ્ય વિજય મેળવ્યો છે. ભારતને પ્રથમ દાવમાં મેળવેલી 343 રનની લીડ પછી બાંગ્લાદેશ બીજા દાવમાં ત્રીજા દિવસે 213 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. આ જીત સાથે ભારતે 2 ટેસ્ટની શ્રેણીમાં 1-0થી લીડ મેળવી લીધી છે. શ્રેણીની બીજી અને અંતિમ ટેસ્ટ 22 નવેમ્બરથી કોલકાતાના ઇડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં રમશે. તે ડે-નાઇટ ટેસ્ટ છે. જે ભારતની પ્રથમ ડે-નાઇટ ટેસ્ટ બનશે. આ જીત સાથે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં 6 ટેસ્ટમાં 6 જીત સાથે ભારતના 300 પોઇન્ટ થઈ ગયા છે. બીજા નંબરે રહેલા ન્યૂઝીલેન્ડના 60 પોઇન્ટ છે.

આ પહેલા બાંગ્લાદેશે પ્રથમ દાવમાં 150 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતે પ્રથમ દાવમાં 6 વિકેટે 493 રન બનાવી દાવ ડિકલેર કરીને 343 રનની લીડ મેળવી હતી.

આ પણ વાંચો - બાંગ્લાદેશ સામે શ્રેણી જીત પછી હાર્દિક પંડ્યાનું સ્થાન ખતરામાં, જાણો કારણ

ત્રીજા દિવસે ભારતે મેદાનમાં ઉતર્યા વગર દાવ ડિકલેર કરતા બાંગ્લાદેશ બીજા દાવમાં બેટિંગ માટે ઉતર્યું હતું. શદમાન ઇસ્લામ અને ઇમરુલ કાયેસ 6-6 રન બનાવી આઉટ થતા બંને ઓપનર 16 રનના સ્કોરે આઉટ થયા હતા. મોમિનુક હક (7) અને મિથુન (18) સસ્તામાં આઉટ થતા બાંગ્લાદેશે 44 રનમાં 4 વિકેટ ગુમાવી દીધી હતી. મહમદુલ્લાહ (15) અને લિટ્ટન દાસ (35) પણ મોટો સ્કોર બનાવી શક્યા ન હતા. એકમાત્ર મુશ્ફિકુર રહીમે બાજી સંભાળતા અડધી સદી ફટકારી હતી. રહીમ 64 રન બવાની અશ્વિનનો શિકાર બન્યો હતો.

ભારત તરફથી મોહમ્મદ શમીએ 4 વિકેટ, જ્યારે અશ્વિને 3 વિકેટ, ઉમેશ યાદવે 2 વિકેટ અને  ઇશાંત શર્માએ 1 વિકેટ ઝડપી હતી.
First published: November 16, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading