Home /News /sport /IND vs BAN: વિજય દિવસ પર બાંગ્લાદેશ પરાજય ભણી, આખી ટીમ મળીને ભારતથી અડધા રન પણ બનાવી ન શકી

IND vs BAN: વિજય દિવસ પર બાંગ્લાદેશ પરાજય ભણી, આખી ટીમ મળીને ભારતથી અડધા રન પણ બનાવી ન શકી

ભારત બાંગલાદેશ ટેસ્ટ

india vs bangladesh: ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની પ્રથમ ટેસ્ટ મેચના ત્રીજા દિવસે ભારત જીતની વધારે નજીક આવી ગયું છે કારણ કે બાંગ્લાદેશ માત્ર 150 રન પર ઓલઆઉટ થઈ ગયું છે.

ભારત બાંગલાદેશ વચ્ચેની પ્રથમ ટેસ્ટમાં બાંગ્લાદેશી બેટ્સમેનો ભારતીય બોલિંગ સામે ટકી શક્ય નહોતા. ચાઈનામેન સ્પિનર ​​કુલદીપ યાદવ (5 વિકેટ) અને મોહમ્મદ સિરાજ (4 વિકેટ)ની શાનદાર બોલિંગના આધારે ભારતે ત્રીજા દિવસે બાંગ્લાદેશનો પ્રથમ દાવ 150 રનમાં સમેટી લીધો હતો.

ચટગાંવ ટેસ્ટ મેચમાં ભારતને પ્રથમ દાવમાં 254 રનની લીડ મળી હતી. અક્ષર પટેલે મેહદી હસન મિરાજને પંતના હાથે સ્ટમ્પ આઉટ કરાવીને બાંગ્લાદેશનો દાવ સમેટી લીધો હતો.કુલદીપ યાદવની પાંચ વિકેટ 

કુલદીપે ઇબાદત હુસૈનના રૂપમાં પોતાનો પાંચમો શિકાર બનાવ્યો હતો. કુલદીપ બાંગ્લાદેશમાં પ્રથમ વખત ટેસ્ટ મેચમાં પાંચ વિકેટ લેવામાં સફળ રહ્યો છે. આ પહેલા તે ભારત અને ઓસ્ટ્રેલિયામાં આ સિદ્ધિ મેળવી ચૂક્યો છે. ટેસ્ટની એક ઇનિંગમાં કુલદીપની આ ત્રીજી 5 વિકેટ છે.

ચિત્તાગોંગ ટેસ્ટ મેચનો આજે ત્રીજો દિવસ છે. ભારતે 2 મેચોની શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચ પર પોતાની પકડ મજબૂત કરી લીધી છે. ભારતના પ્રથમ દાવમાં બનાવેલા 404 રનના જવાબમાં યજમાન બાંગ્લાદેશની ટીમે 8 વિકેટે 133 રન બનાવ્યા હતા. ભારતીય ટીમે બાંગ્લાદેશને ફોલોઓન ન આપ્યું. ટીમ ઈન્ડિયા બીજા દાવમાં બેટિંગ કરવા ઉતરી છે.

આ પણ વાંચો: IND vs BAN: કુલદીપ યાદવે કર્યો કમાલ! ટેસ્ટ ક્રિકેટમાં ભાગ્યે જ કોઈ કરી શકે એ કરી બતાવ્યુ...

આ પણ વાંચો: Ranji Trophy 2022: મોરના ઈંડા ચીતરવા ન પડે! સચિનના દીકરાએ પહેલી જ રણજી મેચમાં સદી ફટકારી રચ્યો ઇતિહાસ

બેટિંગમાં પણ છવાયો

આ પહેલા રવિચંદ્રન અશ્વિન (58) અને કુલદીપ (40) વચ્ચે આઠમી વિકેટ માટે 87 રનની ભાગીદારીથી ભારત 400 રનથી વધુ સ્કોર કરવામાં સફળ રહ્યું હતું. કુલદીપે તેની ટેસ્ટ કારકિર્દીની સર્વશ્રેષ્ઠ ઇનિંગ રમી હતી.

ભારત તરફથી ચેતેશ્વર પુજારા (90) સૌથી વધુ સ્કોર બનાવનાર બેટ્સમેન રહ્યો હતો જ્યારે શ્રેયસ અય્યરે પણ 86 રનની ઇનિંગ રમી હતી. બાંગ્લાદેશ માટે  શરૂઆત ખરાબ થઈ હતી. સિરાજે ડાબોડી બેટ્સમેન નઝમુલ હસન શાંતો (00)ને ઇનિંગ્સના પહેલા જ બોલ પર વિકેટકીપર રિષભ પંતના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. મોહમ્મદ શમી અને જસપ્રિત બુમરાહની ગેરહાજરીમાં ટીમના ઝડપી બોલિંગ આક્રમણની આગેવાની કરી રહેલા ઉમેશ યાદવે ત્યારબાદ યાસિર અલી (04)ને બોલ્ડ કરી ચોથી ઓવરમાં બાંગ્લાદેશનો સ્કોર બે વિકેટે પાંચ કરી દીધો હતો.

" isDesktop="true" id="1301581" >

ભારતની બોલિંગ શાનદાર જોવા મળી હતી. હવે જોવાનું એ રહેશે કે ભારત બાંગલાદેશને કેવી રીતે હરાવે છે. કે પછી મેચ ડ્રો જાય છે.
First published:

Tags: 1st Test, India vs Bangladesh, Kuldeep yadav, Test Match, ક્રિકેટ

विज्ञापन