Ind vs Ban: રાજકોટ ટી-20માં ભારતનો 8 વિકેટે વિજય, શ્રેણી 1-1થી સરભર

News18 Gujarati
Updated: November 7, 2019, 10:24 PM IST
Ind vs Ban: રાજકોટ ટી-20માં ભારતનો 8 વિકેટે વિજય, શ્રેણી 1-1થી સરભર
રોહિત શર્માના 43 બોલમાં આક્રમક 85 રન, શ્રેણીની ત્રીજી અને નિર્ણાયક ટી-20 મેચ 10 નવેમ્બરે નાગપુરમાં રમાશે

રોહિત શર્માના 43 બોલમાં આક્રમક 85 રન, શ્રેણીની ત્રીજી અને નિર્ણાયક ટી-20 મેચ 10 નવેમ્બરે નાગપુરમાં રમાશે

  • Share this:
રાજકોટ : રોહિત શર્માના 43 બોલમાં આક્રમક 85 રનની મદદથી ભારતે બાંગ્લાદેશ સામેની બીજી ટી-20માં 8 વિકેટે વિજય મેળવ્યો હતો. બાંગ્લાદેશે 20 ઓવરમાં 6 વિકેટે 153 રન બનાવ્યા હતા. જવાબમાં ટોસ જીતીને ફિલ્ડિંગ કરનાર ભારતે 15.4 ઓવરમાં 2 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો. આ જીત સાથે ભારતે ત્રણ મેચની શ્રેણી 1-1થી બરાબરી કરી લીધી છે. શ્રેણીની ત્રીજી અને નિર્ણાયક ટી-20 મેચ 10 નવેમ્બરે નાગપુરમાં રમાશે.

શિખર ધવન અને રોહિતે શાનદાર શરુઆત અપાવતા 10.1 ઓવરમાં 118 રનની ભાગીદારી નોંધાવી હતી. ધવન 27 બોલમાં 31 રને આઉટ થયો હતો. આ પછી રોહિત 43 બોલમાં 6 ફોર અને 6 સિક્સર સાથે 85 રન બનાવી આઉટ થયો હતો. આ પહેલા રોહિત શર્માએ 23 બોલમાં 6 ફોર અને 3 સિક્સર સાથે 50 રન પૂરા કર્યા હતા. શ્રેયસ ઐયર 13 બોલમાં 24 અને રાહુલ 11 બોલમાં 8 રન બનાવી અણનમ રહ્યા હતા.

આ પહેલા બાંગ્લાદેશનો લિટ્ટન દાસ 21 બોલમાં 29 રન બનાવી રન આઉટ થયો હતો. મોહમ્મદ નઈમ 36 અને મુશ્ફિકર રહીમ 4 રને આઉટ થયા હતા. સૌમ્યા 20 બોલમાં 30 રન બનાવી પંતનો શિકાર બન્યો હતો.

અફીફ 6 રન બનાવી ખલીલ અહમદનો શિકાર બન્યો હતો. ભારત તરફથી ચહલે બે વિકેટ, જ્યારે દીપક ચાહર, અહમદ અને વોશિંગ્ટને 1-1 વિકેટ ઝડપી હતી.

રાજકોટનાં ખંઢેરી સ્ટેડિયમમાં બાંગ્લાદેશ સામેની બીજી ટી-20 મેચમાં ભારતના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે. બંને ટીમોએ પોતાની પ્લેઇંગ ઇલેવનમાં કોઈ ફેરફાર કર્યો નથી. ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માએ રાજકોટ ટી-20 મેચમાં મેદાનમાં ઉતરતા જ યારે એક ખાસ સિદ્ધિ પોતાના નામે કરી હતી. આ મેચ રોહિત શર્માની ટી-20 આંતરરાષ્ટ્રીય કારકિર્દીની 100મી મેચ બની છે.

બંને ટીમો આ પ્રકારે છે
Loading...

ભારતીય ટીમ - રોહિત શર્મા (કેપ્ટન), શિખર ધવન, લોકેશ રાહુલ, શ્રૈયસ ઐયર, ઋષભ પંત, ક્રુણાલ પંડ્યા, શિવમ દુબે, વોશિંગ્ટન સુંદર, યુજવેન્દ્ર ચહલ, દીપક ચાહર, ખલીલ અહમદ.

બાંગ્લાદેશની ટીમ - લિટ્ટન દાસ, સૌમ્ય સરકાર, મોહમ્મદ નઇમ, મુશ્ફિકુર રહીમ, મહમુદુલ્લાહ(કેપ્ટન), અફીક હુસૈન, મોસેદેક હુસૈન, અમિનુલ ઇસ્લામ, શાફિયુલ ઇસ્લામ, મુસ્તાફિઝુર રહમાન, અલ અમીમ હુસૈન.
First published: November 7, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...