Home /News /sport /પ્રથમ ટી-20 : બાંગ્લાદેશ સામે ટી-20માં ભારતનો પ્રથમ પરાજય

પ્રથમ ટી-20 : બાંગ્લાદેશ સામે ટી-20માં ભારતનો પ્રથમ પરાજય

ભારતનો 7 વિકેટે પરાજય, બાંગ્લાદેશે ત્રણ મેચની ટી-20 શ્રેણીમાં 1-0થી લીડ મેળવી

ભારતનો 7 વિકેટે પરાજય, બાંગ્લાદેશે ત્રણ મેચની ટી-20 શ્રેણીમાં 1-0થી લીડ મેળવી

    નવી દિલ્હી :  બોલરોના શાનદાર પ્રદર્શન બાદ મુશ્ફિકુર રહીમની અણનમ અડધી સદી (60)ની મદદથી બાંગ્લાદેશે ભારત સામેની પ્રથમ ટી-20માં 7 વિકેટે વિજય મેળવ્યો હતો. ભારતે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવી 148 રન બનાવ્યા હતા. જવાબમાં ટોસ જીતીને ફિલ્ડિંગ કરનારે બાંગ્લાદેશે 19.3 ઓવરમાં 3 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો. આ જીત સાથે બાંગ્લાદેશે ત્રણ મેચની ટી-20 શ્રેણીમાં 1-0થી લીડ મેળવી લીધી છે. શ્રેણીની બીજી ટી-20 મેચ 7 નવેમ્બરે રાજકોટમાં રમાશે. બાંગ્લાદેશ ટી-20 ફોર્મેટમાં ભારત સામે પ્રથમ વખત જીત મેળવવા સફળ રહ્યું છે.

    લિટ્ટન દાસ 7 રન બનાવી આઉટ થતા બાંગ્લાદેશની શરુઆત ખરાબ રહી હતી. મોહમ્મદ નઈમે 26 અને સૌમ્યા સરકારે 39 રન બનાવી સ્થિતિ સંભાળી હતી. નઇમ ચહલ અને સૌમ્યા ખલીલ અહમદનો શિકાર બન્યા હતા. આ પછી મુશ્ફિકુર રહીમે 43 બોલમાં અણનમ 60 રન બનાવી ટીમને જીત અપાવી હતી. ભારત તરફથી દીપક ચાહર, ચહલ અને અહમદે 1-1 વિકેટ ઝડપી હતી.

    અગાઉ ભારતનો રોહિત શર્મા 9 રન બનાવી એલબી આઉટ થયો હતો. લોકેશ રાહુલ 17 બોલમાં 15 રન બનાવી કેચઆઉટ થયો હતો. ઐયર 13 બોલમાં 22 રન બનાવી આઉટ થયો હતો. ધવને 42 બોલમાં 3 ફોર અને 1 સિક્સર સાથે 41 રન બનાવ્યા હતા. ધવન રનઆઉટ થયો હતો.

    આ પણ વાંચો - ભારતના પૂર્વ વિકેટકીપરે કહ્યું - વર્લ્ડ કપમાં પસંદગીકારો અનુષ્કા શર્માની સેવામાં લાગ્યા હતા

    ડેબ્યૂ મેચ રમી રહેલો શિવમ દૂબે ફક્ત 1 રન બનાવી અફીફનો શિકાર બન્યો હતો. પંતે 26 બોલમાં 3 ફોર સાથે 27 રનની ઇનિંગ્સ રમી હતી. ક્રુણાલ પંડ્યાએ 8 બોલમાં 15 અને વોશિંગ્ટન સુંદરે 5 બોલમાં 14 રન બનાવી સ્કોર 148 સુધી પહોંચાડ્યો હતો.

    પ્રથમ ટી-20માં બાંગ્લાદેશના કેપ્ટન મહમુદુલ્લાહે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે.  ઓલરાઉન્ડર શિવમ દૂબેએ ટી-20 મેચમાં ડેબ્યૂ કર્યું હતું. ટી-20 ક્રિકેટમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનાર 82મો ખેલાડી છે. તેને ભારતીય ટીમના કોચ રવિ શાસ્ત્રીએ ડેબ્યૂ કેપ આપી હતી.

    રોહિત શર્મા 98મી ટી-20 મેચ રમવા ઉતર્યો છે. આ સાથે જ તે પૂર્વ કેપ્ટન એમએસ ધોનીથી આગળ નિકળી ગયો છે. તેનાથી આગળ ફક્ત શોએબ મલિક અને શાહિદ આફ્રિદી છે.

    ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાનાર આ ટી-20 મેચ ક્રિકેટ ઇતિહાસની 1000મી મેચ છે. ટી-20 ફોર્મેટની પ્રથમ મેચ 17 ફેબ્રુઆરી 2005ના રોજ ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ હતી.

    બંને ટીમો આ પ્રકારે છે
    ભારતીય ટીમ - રોહિત શર્મા (કેપ્ટન), શિખર ધવન, લોકેશ રાહુલ, શ્રૈયસ ઐયર, ઋષભ પંત, ક્રુણાલ પંડ્યા, શિવમ દુબે, વોશિંગ્ટન સુંદર, યુજવેન્દ્ર ચહલ, દીપક ચાહર, ખલીલ અહમદ.

    બાંગ્લાદેશની ટીમ - લિટ્ટન દાસ, સૌમ્ય સરકાર, મોહમ્મદ નઇમ, મુશ્ફિકુર રહીમ, મહમુદુલ્લાહ (કેપ્ટન), અફીક હુસૈન, મોસેદેક હુસૈન, અમિનુલ ઇસ્લામ, શાફિયુલ ઇસ્લામ, મુસ્તાફિઝુર રહમાન, અલ અમીમ હુસૈન.
    First published: