Home /News /sport /ISHAN KISHAN 200: શાનદાર! લાજવાબ કિશન! બાંગ્લાદેશ સામે વન-ડેમાં બેવડી ફટકારી, રચી દીધો ઇતિહાસ

ISHAN KISHAN 200: શાનદાર! લાજવાબ કિશન! બાંગ્લાદેશ સામે વન-ડેમાં બેવડી ફટકારી, રચી દીધો ઇતિહાસ

ઈશાન કિશનની શાનદાર બેટિંગ

ISHAN KISHAN RECORD: ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની ત્રીજી અને આખરી વન-ડે માં ઈશાન કિશને રેકોર્ડ્સનો ઢગલા કરી દીધા હતા. ઈશાન કિશન મેચની 33 મી ઓવરમાં જ બેવડીની નજીક પહોંચી ગયો હતો.

  INDvsBAN Third ODI: આજે ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની ત્રીજી વન-ડે માં લેફટી બેટ્સમેન ઈશાન કિશનને ઓપનર અને કેપ્ટન રોહિત શર્માના સ્થાને તક મળી છે. આ તકનો કિશને શાનદાર રીતે લાભ ઉઠાવતા જંગી સ્કોર ખડકી દીધો હતો. એક તરફ વિરાટ કોહલીએ છેડો સાચવી રાખ્યો હતો તો બીજી તરફ કિશને મેદાનની ચારે તરફ ફટકાબાજી કરી હતી. ઈશાન કિશન આગવી લયમાં દેખાયો હતો. તેણે રીતસર ચોગ્ગા છગ્ગાનો વરસાદ કર્યો હતો અને જાણો ભારતની બે વન ડે ની હારનો બદલો લેવા જ ઉતાર્યો હોય એમ બોલરોને ઝૂડયા હતા.

  કિશને તોડ્યા રેકોર્ડ્સ

  ઈશાન કિશન વન ડે ક્રિકેટમાં બેવડી સદી ફટકારનાર ચોથો બેટ્સમેન બન્યો હતો. સૌથી પહેલી બેવડી સદી સચિન તેંડુલકરે ફટકારી હતી. 2010માં ગ્વાલિયરમાં સચિને સાઉથ આફ્રિકા સામે બેવડી સદી ફટકારી હતી. ત્યાર પછી રોહિત શર્માએ ત્રણ વખત આ કરતબ કરી બતાવ્યુ છે. તો વિન્ડિઝ સામે વિરેન્દ્ર સહેવાગે આ કરનામું કરી બતાવ્યુ હતું.

  He is the fourth Indian to do so. Take a bow, @ishankishan51 #BANvIND pic.twitter.com/Mqr2EdJUJv

  — BCCI (@BCCI) December 10, 2022  ઈશાન કિશન બેવડી સદી ફટકારનાર સૌથી યુવા બેટ્સમેન 

  ભારતના ચારેય બેટ્સમેનો કે જે બેવડી સદી ફટકારી ચૂક્યા છે તેમાં ઈશાન કિશન ચોથો બેટ્સમેન છે. અને તે સૌથી યુવાન બેટ્સમેન છે જેણે બેવડી સદી ફટકારી હોય.

  આ વર્ષે ઈશાન કિશન વન-ડે ક્રિકેટમાં ભારત વતી સદી ફટકારનર ચોથો બેટ્સમેન બન્યો હતો. અગાઉ ઋષભ પાંત, શ્રેયસ ઐયર અને શુભમન આ વર્ષે ગિલ સદી ફટકારી ચૂક્યા છે. લેફટી ઓપનર તરીકે આ સાથે જ તેણે ટીમમાં દાવેદારી મજબૂત કરી દીધી છે.

  ઇજાગ્રસ્ત કેપ્ટન રોહિત શર્માની જગ્યાએ લોકેશ રાહુલ કેપ્ટન્સી કરશે. રાહુલ ભારતીય ક્રિકેટ ટીમનો વાઇસ કેપ્ટન છે. તો બીજી તરફ જ્યારે શ્રીલંકા બાંગલાદેશ જેવી ટીમો સામે ભારતીય ટીમ રમવા ઉતરે તો બી ટીમ પ્ર્કરની જુનિયર ટીમ સાથે રમે છે. જેનો કેપ્ટન શિખર ધવન છે. આ શ્રેણીમાં શિખર ધવનને પણ ઓપનિંગ કરવાની તક મળી હતી પણ તે તેનો લાભ ઉઠાવી શક્યો નહોતો.

  કિશન અને કુલદીપને મળ્યો ચાન્સ

  આ મેચમાં લેફટી બેટ્સમેન ઈશાન કિશનને ઓપનર અને કેપ્ટન રોહિત શર્માના સ્થાને તક મળી છે. રોહિત શર્મા ઇજાથી પરેશાન છે અને ટેસ્ટ શ્રેણી પણ ગુમાવે તેવી શક્યતા છે ત્યારે લોકેશ રાહુલની કેપ્ટન્સીમાં ભારતે સ્પિનર કુલદીપ યાદવને પણ તક આપી હતી.

  આ પણ વાંચો: IND vs BAN: કિંગ કોહલીએ પણ ફટકારી સદી! પોન્ટિંગને પાછળ છોડી બનાવ્યો વિરાટ રેકોર્ડ, માત્ર સચિન આગળ

  ધવનનો ફ્લોપ શો 

  ઓપનર અને લેફટી બેટ્સમેન શિખર ધવનનો ફ્લોપ શો આજે પણ ચાલુ રહ્યો હતો. છેલ્લા કેટલાક સમયથી ભારતની બી ટીમ કહી શકાય એવી જુનિયર ખેલાડીઓ સાથેની ટીમનું નેતૃત્વ શિખર ધવનને સોંપવામાં આવી રહ્યું છે. શિખર ધવને ઘણા સમય બાદ મૂળ સિનિયર ટીમમાં વાપસી કરી હતી. પણ આ ત્રણ મેચઇન શ્રેણીમાં એક પણ મેચમાં તે ચાલ્યો ન હતો. ધવન પાસેથી સારા સ્કોરની અને ઓપનિંગ પાર્ટનર શિપમાં મોટા યોગદાનની આશા રાખવામા આવી રહી હતી ત્યારે તે ફિફ્ટી કે સદી તો દૂર ડબલ ડીજીટ સુધી પહોંચવામાં પણ નિષ્ફળ ગયો હતો.  ત્રણ મેચની વન-ડે શ્રેણીમાં તેનો સ્કોર માત્ર 7,8 અને ત્રણ રન રહ્યો હતો એટ્લે કે ડબલ ડિજિટ સુધી પહોંચવામાં પણ નિષ્ફળ ગયો હતો.

  ભારત માટે દિગ્ગજોની ઇજા મોટો સવાલ છે. ભારત ઓલરેડી આ જ શ્રેણીની બે મેચ હારી ચૂક્યું છે. ત્યારે જોવાનું રહેશે કે ભારત આ શ્રેણીમાં આખરી મેચ જીતીને શાખ બચાવી શકશે કે નહીં!
  Published by:Mayur Solanki
  First published:

  Tags: IND Vs BAN, India vs Bangladesh, Ishan Kishan, ક્રિકેટ

  विज्ञापन

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन