CWC19: 12 વર્ષથી ભારતને હરાવવાનું બાંગ્લાદેશનું સપનું, રેકોર્ડમાં આગળ કોણ?

બાંગ્લાદેશી ખેલાડીઓ પ્રેક્ટિસ કરતાં (AP Photo)

  • Share this:
    ન્યૂઝ18 ગુજરાતી : આઈસીસી ક્રિકેટ વર્લ્ડકપ 2019માં ટીમ ઈન્ડિયા શાનદાર પ્રદર્શન કરતાં સેમીફાઇનલથી માત્ર એક પગલું દૂર છે. ભલે ઈંગ્લેન્ડે તેને હરાવી દીધું હોય પણ ભારતે કુલ મળીને વર્લ્ડકપ 2019માં અત્યાર સુધી સારું પ્રદર્શન કર્યુ છે. ભારતનો આગામી મુકાબલો 2 જુલાઈએ બાંગ્લાદેશ વિરુદ્ધ છે. આ મેચ બર્મિંઘમના એજબેસ્ટન મેદાનમાં રમાશે. ભારત જો આ મુકાબલો જીતી જાય છે તો સેમીફાઇનલમાં તેની સીટ પાકી થઈ જશે. રેકોર્ડ્સ પર નજર કરીએ તો ભારતની જીત ઘણી જ સરળ લાગી રહી છે.

    12 વર્ષથી જીતની રાહ જોતું બાંગ્લાદેશ

    વર્લ્ડકપમાં ભારત અને બાંગ્લાદેશની વચ્ચે અત્યાર સુધી કુલ 3 મેચ રમાઈ છે. તેમાંથી એક મેચ બાંગ્લાદેશે જીતી છે, ભારતે બે મેચ પોતાના નામે કરી છે. બાંગ્લાદેશે 2007માં ટીમ ઈન્ડિયાને હરાવીને બધાને આશ્ચર્યમાં મૂકી દીધા હતા. આ હારે ભારતને વર્લ્ડ કપના પહેલા જ ચરણમાંથી બહાર જવા મજબૂર કરી દીધું હતું. જોકે, 2011 અને 2015માં ભારતે પડોસી દેશને હરાવી દીધું હતું.

    વર્લ્ડ કપમાં બંને ટીમોની વચ્ચે ત્રણ મુકાબલમાં શું થયું?

    17 માર્ચ 2007: ભારતે આ મેચમાં ટોસ જીતીને પહેલા બેટિંગ કરી. પરંતુ, બાંગ્લાદેશના બોલરોએ શાનદાર બોલિંગ કરતાં ભારતીય ટીમને 191 રને રોકી દીધી. ભારત તરફથી માત્ર સૌરવ ગાંગુલીએ સારી બેટિંગ કરી અને 66 રન કર્યા. મશરફે મુર્તજાએ 4 વિકેટ ઝડપી. જવાબમાં બાંગ્લાદેશે 48.3 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને લક્ષ્યને પાર કરી દીધું. આ હાર ભારતીય ટીમ અને પ્રશંસકોના મગજમાં હંમેશા એક કડવી યાદની જેમ રહેશે કારણ કે ભારત આ હારના કારણે 2007ના વર્લ્ડ કપથી ગ્રુપ સ્ટેજમાં બહાર થઈ ગયું હતું. આ ભારતનું વર્લ્ડકપમાં સૌથી ખરાબ પ્રદર્શન પૈકીનું એક હતું.

    આ પણ વાંચો, મયંક અગ્રવાલ ટીમ ઈન્ડિયાની નંબર-4ની મુશ્કેલી દૂર કરશે, કરી ચૂક્યો છે આ કમાલ

    ભારતના કેપ્ટન વિરાટ કોહલી અને વાઇસ કેપ્ટન રોહિત શર્મા (AP Photo)


    19 ફેબ્રુઆરી 2011: બાંગ્લાદેશે આ મેચમાં ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો. ભારતીય બેટ્સમેનોએ બાંગ્લાદેશી બોલરોની જોરદાર ધોલાઈ કરતાં 370 રન કર્યા હતા. વીરેન્દ્ર સહેવાગ અને વિરાટ કોહલીએ શાનદાર સદી ફટકારી. જવાબમાં બાંગ્લાદેશ 293 રન જ કરી શક્યું. મુનાફ પટેલે કુલ 4 વિકેટ ઝડપી. 2007ની હારનો બદલો ભારતે યોગ્ય રીતે લઈ લીધો હતો. સહેવાગને મેન ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો. આગ જતાં ભારતે આ વર્લ્ડકપને પોતાના નામે કરી લીધો હતો.

    આ પણ વાંચો, ધોની-જાધવની ધીમી બેટિંગની આ દિગ્ગજ ક્રિકેટરોએ ઝાટકણી કાઢી

    19 માર્ચ 2015: ભારતે આ મેચમાં ટોસ જીતીને પહેલા બેટિંગ કરી. રોહિત શર્માની શાનદાર સદીના કારણે ભારતે 302 રન કર્યા. જવાબમાં બાંગ્લાદેશની ઇનિંગ 193 રને સમેટાઈ ગઈ. ઉમેશ યાદવે આ મેચમાં 4 વિકેટ ઝડપી. આ મેચ ક્વાર્ટરફાઇનલમાં રમાઈ હતી. આ મેચ દરમિયાન એક નોબોલ પર ઘણો હોબાળો થયો હતો.

    વનડે મુકાબલાઓમાં પણ ભારત આગળ

    ભારતનો સરેરાશ રેકોર્ડ પણ બાંગ્લાદેશથી સારો છે. ભારત અને બાંગ્લાદેશની વચ્ચે અત્યાર સુધી કુલ 35 વનડે મેચ રમાઈ છે. ભારતે તેમાંથી 29 મેચ જીતી છે, જ્યારે બાંગ્લાદેશે 5 મેચ જીતી છે. 1 મેચનું પરિણામ નહોતું આવ્યું. આ હિસાબથી આજે રમાનારી મેચમાં ભારતનો પક્ષ ભારે લાગી રહ્યો છે. જો ભારત આ મેચ જીતી જાય છે તો તે સેમીફાઇનલમાં પ્રવેશ કરી લેશે અને અંતિમ ગ્રુપ મેચમાં પોતાના કેટલાક ખેલાડીઓને સેમીફાઇનલ પહેલા આરામ આપી શકશે.

    આ પણ વાંચો, ભારતની હારથી પાકિસ્તાનીઓનું દિલ તૂટ્યું, આવી રીતે કાઢી ભડાસ!
    Published by:Mrunal Bhojak
    First published: