બાંગ્લાદેશે બીજી ઇનિંગમાં 324 રન બનાવ્યા
બાંગ્લાદેશની બીજી ઇનિંગ 324 રનમાં સમેટાઈ ગઈ હતી. અક્ષર પટેલે તૈજુલ ઈસ્લામને ક્લીન બોલ્ડ કરીને બાંગ્લાદેશની ઈનિંગ્સનો અંત આણ્યો હતો. આ સાથે ભારતે આ મેચ 188 રનના મોટા અંતરથી જીતી લીધી છે. બાંગ્લાદેશમાં રનના મામલે ભારતની આ સૌથી મોટી જીત છે.
આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ શ્રેણીમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચવા માટે ભારતને આ મેચ જીતવી જરૂરી હતી અને આ જીત સાથે જ ભારતે ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ તરફ એક પગલું ભર્યું છે. હવે ભારતે તેનીઆગામી પાંચમાંથી ચાર ટેસ્ટ જીતવી પડશે.
મેચમાં શું થયું?
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ભારતે પ્રથમ ઇનિંગમાં 404 રન બનાવ્યા હતા. ભારત તરફથી આ વખતે આ મેચમાં લોકેશ રાહુલે કપ્તાની કરી હતી. તો પૂજારા 90, શ્રેયસ ઐયર 86 અને રવિચંદ્રન અશ્વિન 58 રન બનાવીને આઉટ થયા હતા. પંત અને કુલદીપે પણ સારું યોગદાન આપ્યું હતું.
બીજી ઇનિંગમાં બે ભારતીયોએ ફટકારી સદી
ભારતે શુભમન ગિલના 110 અને ચેતેશ્વર પૂજારાના 102 રનની મદદથી બીજી ઇનિંગમાં બે વિકેટે 258 રન બનાવ્યા હતા. પુજારાની સદી સાથે કેપ્ટન રાહુલે ઇનિંગ્સ ડિકલેર કરી હતી. તો બીજી ઇનિંગમાં બાંગ્લાદેશના ખાલેદ અહેમદ અને મેહદી હસને એક-એક વિકેટ લીધી હતી. ભારતે કુલ 512 રન સાથે તેનો બીજો દાવ ડિકલેર કર્યો અને બાંગ્લાદેશને જીતવા માટે 513 રનનો લક્ષ્યાંક આપ્યો.
" isDesktop="true" id="1302854" > જવાબમાં બાંગ્લાદેશની ટીમ માત્ર 324 રન જ બનાવી શકી હતી અને 188 રનના માર્જિનથી મેચ હારી ગઈ હતી. બાંગ્લાદેશ તરફથી ઝાકિર હસને સદી, શાકિબે 84 અને શાંતોએ 67 રન બનાવ્યા હતા. ભારત તરફથી અક્ષર પટેલે ચાર અને કુલદીપ યાદવે ત્રણ વિકેટ ઝડપી હતી. કુલદીપ યાદવ મેચનો હીરો રહ્યો હતો અને તેને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.