Home /News /sport /INDvsBAN: ભારતીય ક્રિકેટ ટીમમાં મોટા ફેરફાર: બાંગ્લાદેશ સામે નવા જ ખેલાડીની એન્ટ્રી! ઋષભ પંત ટીમની બહાર
INDvsBAN: ભારતીય ક્રિકેટ ટીમમાં મોટા ફેરફાર: બાંગ્લાદેશ સામે નવા જ ખેલાડીની એન્ટ્રી! ઋષભ પંત ટીમની બહાર
આજે ભારત બાંગ્લાદેશ વચ્ચે પ્રથમ વન-ડે
India vs Bangladest 1st ODI: આજે ભારત અને બાંગલાદેશ વચ્ચે પ્રથમ વનડે બંને ઢાકાના શેરે-બાંગ્લા નેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. એક ખેલાડીને આજે વન-ડે ટીમની કેપ આપવામાં આવી છે. તો ઋષભ પંત ટીમની બહાર થઈ ગયો છે.
INDIA vs BANGLADESH: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે શ્રેણીની પ્રથમ વનડે બંને ઢાકાના શેરે-બાંગ્લા નેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. અનુભવી ઓપનર રોહિત શર્મા આ સીરીઝમાં ફરીથીથી મેદાનમાં પરત ફરશે, જેને ન્યુઝીલેન્ડ સામેની સીરીઝમાં આરામ આપવામાં આવ્યો હતો. તેઓ ફરીથી ભારતની કમાન સંભાળશે.
તો બીજી તરફ તમીમ ઈકબાલ ઈજાગ્રસ્ત થયા બાદ લિટન દાસને બાંગ્લાદેશની કેપ્ટન્સી સોંપવામાં આવી છે.
કુલદીપ સેન વન-ડે ક્રિકેટમાં પદાર્પણ કરશે
આજે ટીમ ઈન્ડિયા વતી કુલદીપ સેન વન-ડે ક્રિકેટમાં પદાર્પણ કરશે. ઉલ્લેખનીય છે કે મોહમ્મદ શમી ઇજાગ્રસ્ત થયા બાદ ટીમમાં ફાસ્ટ બોલરની જગ્યા ખાલી પડી છે. વર્લ્ડકપ અગાઉ ટીમને ફાસ્ટ બોલર્સ તૈયાર કરવાની જરૂર છે. કારણ કે બૂમરાહ અને શમી જેવા સિનિયર ખેલાડીઓની ગેરહાજરીમાં ટીમ પાસે સારા ફાસ્ટર્સ નથી બચ્યા.
ઋષભ પંત વન-ડે શ્રેણીમાંથી બહાર
ડાબોડી વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત આજની મેચમાં અને વન-ડે શ્રેણીમાંથી પણ બહાર થઈ ગયો છે. તેની જગ્યાએ ગુજરાતી ક્રિકેટરને આજની વન-ડે માટે અનફીટ જાહેર કરવામાં આવ્યો હતો. BCCI એક ટ્વિટ મારફતે કરવામાં આવેલી જાહેરાત મુજબ હવે પંત સીધા ટેસ્ટ સીરિઝમાં જ રમશે અને અક્ષર પટેલ કદાચ બીજી વન-ડે મેચમાં જોવા મળી શકે છે. પંતની જગ્યાએ કોઈ રિપ્લેસમેન્ટ ખેલાડી રાખવામા આવ્યો નથી અને લોકેશ રાહુલને વિકેટ કીપીંગ સોંપવામાં આવ્યું છે.
🚨 UPDATE
In consultation with the BCCI Medical Team, Rishabh Pant has been released from the ODI squad. He will join the team ahead of the Test series. No replacement has been sought
Axar Patel was not available for selection for the first ODI.#TeamIndia | #BANvIND
ભારતીય ક્રિકેટ ટીમ આગામી બાંગ્લાદેશ (India vs Bangladesh) પ્રવાસ પર યજમાન ટીમ સાથે 3 ODI અને 2 મેચની ટેસ્ટ શ્રેણી રમશે. રોહિત શર્માની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયા 4 ડિસેમ્બરે વનડે મેચથી પ્રવાસની શરૂઆત કરશે. સામાન્ય રીતે જોવામાં આવે છે કે, સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની ચેનલો પર ભારતીય ટીમની તમામ મોટી મેચો અલગ-અલગ ભાષાઓમાં પ્રસારિત કરવામાં આવી છે. તાજેતરમાં ભારત અને ન્યુઝીલેન્ડ શ્રેણીનું લાઈવ ટેલિકાસ્ટ Amazon Prime Video પર થયું હતું પરંતુ શું તમે જાણો છો કે ભારત અને બાંગ્લાદેશ મેચનું લાઈવ ટેલિકાસ્ટ કઈ ચેનલ પર થશે? ચાલો તમને જણાવીએ...
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાયેલી 3 મેચની ODI અને બે મેચની ટેસ્ટ શ્રેણીનું લાઈવ પ્રસારણ સોની સ્પોર્ટ્સ નેટવર્ક પર કરવામાં આવશે. ટીમના નિયમિત કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી અને કેએલ રાહુલ બાંગ્લાદેશ પ્રવાસ પર પરત ફરી રહ્યા છે, જેમને ન્યુઝીલેન્ડ પ્રવાસમાં આરામ આપવામાં આવ્યો હતો.
આ સીરીઝમાંથી કેપ્ટન રોહિત શર્મા સહિત ઘણા સિનિયર ખેલાડીઓ મેદાનમાં પરત ફરશે. આ સીરીઝ માટે ધવન પણ ટીમ સાથે છે જે ક્રાઈસ્ટચર્ચથી સીધો ઢાકા પહોંચ્યો હતો. વિરાટ કોહલી, કેએલ રાહુલ જેવા સિનિયર ખેલાડીઓ પણ ટી-20 વર્લ્ડ કપ-2022 બાદ પ્રથમ વખત મેદાન પર જોવા મળશે. આ ખેલાડીઓને ન્યુઝીલેન્ડ સામેની શ્રેણીમાં આરામ આપવામાં આવ્યો હતો. ત્યારબાદ ODI ફોર્મેટમાં શિખર ધવને ટીમની કમાન સંભાળી હતી, જ્યારે T20 શ્રેણીમાં ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને કેપ્ટનશીપ મળી હતી.
બંને ટીમમાંથી બાંગલાદેશના કેપ્ટન તમીમ ઇકબાલ અને ભારતીય ફાસ્ટ બોલર બંને સિનિયર ખેલાડીઓ આજની મેચ ગુમાવશે.
Published by:Mayur Solanki
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર