Home /News /sport /આબરૂનો સવાલ! ન્યૂઝીલેન્ડ સામે ODI શ્રેણીમાં પરાજય બાદ આજે બાંગલાદેશ સામે ટકરાશે ભારત, અહીં જોઈ શકશો મેચ
આબરૂનો સવાલ! ન્યૂઝીલેન્ડ સામે ODI શ્રેણીમાં પરાજય બાદ આજે બાંગલાદેશ સામે ટકરાશે ભારત, અહીં જોઈ શકશો મેચ
ભારત બાંગ્લાદેશ વચ્ચે પ્રથમ વન ડે
India vs Bangladest 1st ODI: આજે ભારત અને બાંગલાદેશ વચ્ચે પ્રથમ વનડે બંને ઢાકાના શેરે-બાંગ્લા નેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. આજે ટીમમાં સિનિયર ખેલાડીઓ વાપસી કરશે. જ્યારે બે ખેલાડીઓ મેચ ગુમાવશે.
નવી દિલ્હી: ભારત અને બાંગ્લાદેશની ટીમો હવે ODI શ્રેણીમાં સામસામે ટકરાશે. શ્રેણીની પ્રથમ વનડે બંને ઢાકાના શેરે-બાંગ્લા નેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. અનુભવી ઓપનર રોહિત શર્મા આ સીરીઝમાં ફરીથીથી મેદાનમાં પરત ફરશે, જેને ન્યુઝીલેન્ડ સામેની સીરીઝમાં આરામ આપવામાં આવ્યો હતો. તેઓ ફરીથી ભારતની કમાન સંભાળશે.
તો બીજી તરફ તમીમ ઈકબાલ ઈજાગ્રસ્ત થયા બાદ લિટન દાસને બાંગ્લાદેશની કેપ્ટન્સી સોંપવામાં આવી છે.
ભારતીય ક્રિકેટ ટીમ આગામી બાંગ્લાદેશ (India vs Bangladesh) પ્રવાસ પર યજમાન ટીમ સાથે 3 ODI અને 2 મેચની ટેસ્ટ શ્રેણી રમશે. રોહિત શર્માની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયા 4 ડિસેમ્બરે વનડે મેચથી પ્રવાસની શરૂઆત કરશે. સામાન્ય રીતે જોવામાં આવે છે કે, સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની ચેનલો પર ભારતીય ટીમની તમામ મોટી મેચો અલગ-અલગ ભાષાઓમાં પ્રસારિત કરવામાં આવી છે. તાજેતરમાં ભારત અને ન્યુઝીલેન્ડ શ્રેણીનું લાઈવ ટેલિકાસ્ટ Amazon Prime Video પર થયું હતું પરંતુ શું તમે જાણો છો કે ભારત અને બાંગ્લાદેશ મેચનું લાઈવ ટેલિકાસ્ટ કઈ ચેનલ પર થશે? ચાલો તમને જણાવીએ...
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાયેલી 3 મેચની ODI અને બે મેચની ટેસ્ટ શ્રેણીનું લાઈવ પ્રસારણ સોની સ્પોર્ટ્સ નેટવર્ક પર કરવામાં આવશે. ટીમના નિયમિત કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી અને કેએલ રાહુલ બાંગ્લાદેશ પ્રવાસ પર પરત ફરી રહ્યા છે, જેમને ન્યુઝીલેન્ડ પ્રવાસમાં આરામ આપવામાં આવ્યો હતો.
સિનિયર ખેલાડીઓની વાપસી
આ સીરીઝમાંથી કેપ્ટન રોહિત શર્મા સહિત ઘણા સિનિયર ખેલાડીઓ મેદાનમાં પરત ફરશે. આ સીરીઝ માટે ધવન પણ ટીમ સાથે છે જે ક્રાઈસ્ટચર્ચથી સીધો ઢાકા પહોંચ્યો હતો. વિરાટ કોહલી, કેએલ રાહુલ જેવા સિનિયર ખેલાડીઓ પણ ટી-20 વર્લ્ડ કપ-2022 બાદ પ્રથમ વખત મેદાન પર જોવા મળશે. આ ખેલાડીઓને ન્યુઝીલેન્ડ સામેની શ્રેણીમાં આરામ આપવામાં આવ્યો હતો. ત્યારબાદ ODI ફોર્મેટમાં શિખર ધવને ટીમની કમાન સંભાળી હતી, જ્યારે T20 શ્રેણીમાં ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને કેપ્ટનશીપ મળી હતી.
બંને ટીમમાંથી બાંગલાદેશના કેપ્ટન તમીમ ઇકબાલ અને ભારતીય ફાસ્ટ બોલર બંને સિનિયર ખેલાડીઓ આજની મેચ ગુમાવશે.
એશિયન પિચ પર સ્પિનર્સને ફાયદો થતો હોય છે. આજની મેચમાં પણ સ્પિનર્સ માટે પીચ સ્વર્ગ સામાન રહે તેવી શક્યતા છે. એવું પિચ ક્યુરેટર્સનું માનવું છે. આ મેદાનમાં પિચ પ્રથમ બેટિંગ કરનાર ટીમ માટે લો સ્કોરિંગ રહેતી હોય છે. અહીં પ્રથમ બેટિંગ કરનાર ટીમ 53 અને બીજી બેટિંગ કરનાર ટીમ 59 મેચો જીતી છે.
હવામાન કેવું રહેશે?
ન્યુઝીલેન્ડ સામેની શ્રેણીમાં, 3માંથી 2 વન-ડે વરસાદ અને ખરાબ હવામાનને કારણે રદ્દ કરવામાં આવી હતી. આવી સ્થિતિમાં, ક્રિકેટ ચાહકોને શંકા થશે કે શું ઢાકામાં 50 ઓવરની સંપૂર્ણ રમત જોવા મળશે કે વરસાદ ફરીથી મેચને ખલેલ પહોંચાડશે. જણાવી દઈએ કે આ મેચમાં વરસાદની કોઈ આગાહી નથી. ક્રિકેટ ચાહકોને આખી મેચ માણવાની તક મળશે. Accuweather ના અહેવાલ મુજબ, મીરપુરમાં સાંજે હવામાન ઠંડુ રહેવાની અપેક્ષા છે. દિવસ દરમિયાન અહીં તાપમાન 29-30 ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા છે.
Published by:Mayur Solanki
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર