Home /News /sport /

મહિલા એશિયા: રોમાંચક મેચમાં બાંગ્લાદેશ સામે ભારતની કારમી હાર

મહિલા એશિયા: રોમાંચક મેચમાં બાંગ્લાદેશ સામે ભારતની કારમી હાર

    મહિલા એશિયા કપની ફાઈનલમાં બાંગ્લાદેશ સામે ભારતને 3 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો. રોમાંચક મેચમાં બાંગ્લાદેશની ટીમને અંતિમ બોલ પર જીત મળી. બાંગ્લાદેશ તરફથી સૌથી વધારે રન નિગર સુલ્તાનાએ બનાવ્યા જ્યારે રૂમાના અહેમદે 23 રનની ઈનિંગ રમી.

    ટીમ ઈન્ડિયાએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવા માટે ઉતરી અને 20 ઓવરમાં માત્ર 112 રન જ બનાવી શકી હતી. આ ટાર્ગેટને બાંગ્લાદેશે વીસમી ઓવરના અંતિમ બોલે 2 રન બનાવીને મેળવી લીધો હતો. ભારત તરફથી પૂનમ યાદવે સૌથી વધારે 04 વિકેટ ઝડપી છે.

    આનાથી પહેલા ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌરે 56 રનની અર્ધશતકીય શાનદાર ઈનિંગ રમી હતી. ટોસ જીતીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી ટીમે નિર્ધારિત 20 ઓવરમાં નવ વિકેટ ગુમાવીને કુલ 112 રન બનાવ્યા હતા.

    ભારતની શરૂઆત ખુબ જ ખરાબ થઈ અને ઓપનર બેટ્સમેન સ્મૃતિ મંધાના (07) અને મિતાલી રાજ (11) પહેલી વિકેટ માટે માત્ર 12 રન જ જોડી શક્યા હતા. મંધાનાએ કેપ્ટન સલમા ખાતૂનને રન આઉટ કરાવીને ભારતને પહેલો ફટકો આપ્યો હતો.

    શરૂઆતમાં ઝાટકો લાગ્યા બાદ ભારતની થોડા-થોડા સમયમાં વિકેટો પડવાનો સિલસિલો યથાવત રહ્યો અને ટીમ ઈન્ડિયાએ 32 રનમાં તો ચાર વિકેટ થઈ ગઈ હતી. હરમનપ્રીત અને વેદા કૃષ્ણમૂર્તિ (11) વચ્ચે પાંચમી વિકેટ માટે 30 રનોની ભાગીદારી થઈ. કૃષ્મમૂર્તિને આઉટ કર્યા બાદ આ પાર્ટનરશીપને સલમા ખાતૂને નોડી.

    અંતિમ ઓવરોમાં ફાસ્ટ બોલર ઝૂલન ગોસ્વામી (10) અને હરમનપ્રીત કૌર વચ્ચે 33 રનની ભાગીદારી થઈ અને ભારતનો કૂલ સ્કોર 112 રને પહોંચી ગયો.

    બાંગ્લાદેશ તરફથી ખાદિજા તુલ કુબરા અને રૂમાના અહેમદે બે-બે વિકેટ ઝડપી જ્યારે સલમા ખાતૂન અને જહાંઆરા આલમને એક-એક વિકેટ મળી.
    Published by:Mujahid Tunvar
    First published:

    Tags: India vs Bangladesh

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन