Home /News /sport /ટીમ ઈન્ડિયાનાં ટોપ ઓર્ડરનો ધબડકો! શાકિબ સામે ઘૂંટણીયે બેસી ગયા, ચહરે પહેલા જ બોલે લીધી વિકેટ

ટીમ ઈન્ડિયાનાં ટોપ ઓર્ડરનો ધબડકો! શાકિબ સામે ઘૂંટણીયે બેસી ગયા, ચહરે પહેલા જ બોલે લીધી વિકેટ

ટીમ ઈન્ડિયા (ફાઇલ ફોટો)

INDAI vs BANGLADESH ની પ્રથમ વનડે મેચમાં આજે ભારતીય બેટ્સમેનો રીતસર પાણીમાં બેસી ગયા હતા. ભારત તરફથી ઓપનર્સ સદંતર નિષ્ફળ ગયા હતા. ત્યાર પછી સમયાંતરે વિકેટ્સ પડી હતી અને ટીમ 200નો આંકડો પણ પાર કરી શકી નહોતી.

  INDIA BANGLADESH FIRST ODI: ભારત અને બાંગલાદેશની શ્રેણીની  પ્રથમ વનડે મેચમાં આજે ભારતીય બેટ્સમેનો રીતસર પાણીમાં બેસી ગયા હતા. ભારત તરફથી ઓપનર્સ સદંતર નિષ્ફળ ગયા હતા. રિવર્સ સ્વીપ ફટકારવાના પ્રયાસમાં લેફ્ટ હેન્ડેડ ઓપનર શિખર ધવન 7 રનના વ્યક્તિગત સ્કોર પર આઉટ થઈ ગયો હતો. ત્યાર પછી રોહિત શર્મા 27 રનના સ્કોર પર આઉટ થઈ ગયો હતો.

  શાકિબ અલ હસન ત્રાટક્યો 

  બાંગ્લાદેશનો સ્પિનર ઓલરાઉન્ડર રીતસર બેટ્સમેનો પર ત્રાટક્યો હતો અને તેણે એક જ ઓવરમાં બે સિનિયર ભારતીય બેટર્સની વિકેટ લીધી હતી. શાકિબે પાંચ વિકેટ ઝડપી હતી અને ઈબાદત હુસેને 4 વિકેટ ઝડપી હતી. શાકિબ સિનિયર  સ્પિનર ઓલરાઉન્ડર છે તેણે રોહિત, કોહલી, ઠાકુર, સુંદર અને ચાહરની વિકેટ લીધી હતી.

  11મી ઓવરના બીજા બોલે રોહિત શર્મા 27 રનના વ્યક્તિગત સ્કોર પર આઉટ થયો હતો અને એના એક જ બોલ પછી ચોથા બોલે વિરાટ આઉટ થઈ ગયો હતો. જો કે તેનો સુપર્બ કેચ કેપ્ટન લિટન દાસે ઝડપ્યો હતો. શાકિબ અલ હસનના બોલ પર આ ઝડપેલ આ કેચ જોઈને ખુદ વિરાટ કોહલી ચોંકી ગયો હતો.

  આજે ભારત અને બાંગલાદેશની શ્રેણીની  પ્રથમ વનડે મેચમાં ભારતીય ટીમનો ટોપ ઓર્ડર તદ્દન નિષ્ફળ ગયો હતો. ભારતીય ક્રિકેટ ફેન્સને નિરાશ કરતા ઓપનર્સ ધવન અને રોહિત શર્મા સારો સ્ટાર્ટ આપવામાં નિષ્ફળ ગયા હતા. બંને ખેલાડીઓ આઉટ થયા બાદ ભારતીય ટીમ ભારે સંકટમાં લાગી રહી હતી ત્યારે પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી પાસે આશા રાખવામા આવી રહી હતી.

  પહેલા જ બોલે વિકેટ

  તો ત્યાર પછી ભારતની બોલિંગમાં પણ પહેલી જ ઓવરમાં આશા બંધાઈ હતી. કારણ કે પહેલી જ ઓવરના પહેલા બોલે દિપક ચહરે વિકેટ ઝડપી હતી. આઉટ સ્વિંગ બોલ પર બેટની કિનારી લઈને વિકેટની પાછળ ગયેલો બોલ કેપ્ટન રોહિત શર્માએ કેચ કર્યો હતો. અને ભારતીય બોલિંગ પાસેથી ટીમને આશા બંધાઈ હતી.

  ઋષભ પંત વન-ડે શ્રેણીમાંથી બહાર

  ડાબોડી વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત આજની મેચમાં અને વન-ડે શ્રેણીમાંથી પણ બહાર થઈ ગયો છે. તેની જગ્યાએ ગુજરાતી ક્રિકેટરને આજની વન-ડે માટે અનફીટ જાહેર કરવામાં આવ્યો હતો. BCCI  એક ટ્વિટ મારફતે કરવામાં આવેલી જાહેરાત મુજબ હવે પંત સીધા ટેસ્ટ સીરિઝમાં જ રમશે અને અક્ષર પટેલ કદાચ બીજી વન-ડે મેચમાં જોવા મળી શકે છે. પંતની જગ્યાએ કોઈ રિપ્લેસમેન્ટ ખેલાડી રાખવામા આવ્યો નથી અને લોકેશ રાહુલને વિકેટ કીપીંગ સોંપવામાં આવ્યું છે.

  આ પણ વાંચો: ઓહ બાપ રે! કેપ્ટને રીતસર ઉડીને પકડી લીધો વિરાટનો કેચ, કોહલી પોતે જોતો રહી ગયો, આ રહ્યો VIDEO

  આ પણ વાંચો: સંજુ સેમસન તરફ BCCI નું ઓરમાયું વર્તન? પંત બહાર થવા છતા ન મળ્યો ચાન્સ, ગુજરાતી ક્રિકેટર પણ અનફીટ

  સંજુ સેમસનને હજુ તક નહીં 

  જો કે પંત અનફીટ હોવા છ્તાં BCCI દ્વારા રિપ્લેસમેન્ટ ખેલાડીનું નામ જાહેર કરવામાં નથી આવ્યું. અને લોકેશ રાહુલને આ શ્રેણીમાં વિકેટ કીપીંગ કરવાનું જણાવવામાં આવ્યું છે. સંજુ સેમસનના ફેંસ આ જાહેરાતના કારણે નિરાશ થયા છે કારણ કે તેને ઘણા વખતથી ટીમમાં સ્થાન નથી મળી રહ્યું જ્યારે તે સારો પરફોર્મર રહ્યો છે. સિનિયર ખેલાડીઓ પણ ટી-20 વર્લ્ડ કપમાં નિષ્ફળ રહ્યા હતા. જેના કારણે હવે તેને તક મળે એમ લાગતું હતું પણ ન્યુઝીલેન્ડ બાદ હવે બાંગલાદેશ સામે પણ હજુ સુધી તેને ચાંસ મળ્યો નથી.


  2023 વર્લ્ડકપ માટે તૈયાર કરવાની છે ટીમ 

  ભારતીય ક્રિકેટ ટીમ માટે હાલ પડકાર એ જ છે કે આગામી સમયમાં ભારતમાં વન-ડે વર્લ્ડકપ યોજાવા જઇ રહ્યો છે. 2011 બાદ ભારતમાં વન-ડે વર્લ્ડ કપ રમતો હોવાથી ટીમ પાસે હોમ પિચનો ફાયદો મળી શકે છે અને જીતવાની શક્યતા વધારે હોય છે. પરંતુ હાલના સંજોગોમાં ખેલાડીઓના ફોર્મ અને ઇજા તથા પ્રદર્શન જોતાં આ ટાસ્ક અઘરો સાબિત થઈ શકે છે.
  Published by:Mayur Solanki
  First published:

  Tags: IND Vs BAN, India vs Bangladesh, Indian cricket news, ક્રિકેટ

  विज्ञापन

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन