ભારત-ઓસ્ટ્રેલિયા મહિલા ક્રિકેટ : ભારતીય ટીમને પહેલી વનડેમાં મળી હાર

News18 Gujarati
Updated: March 12, 2018, 8:05 PM IST
ભારત-ઓસ્ટ્રેલિયા મહિલા ક્રિકેટ : ભારતીય ટીમને પહેલી વનડેમાં મળી હાર

  • Share this:
સાઉથ આફ્રિકાને તેના ઘરમાં માત આપ્યા બાદ ભારતીય મહિલા ટીમ મેજબાનીના રોલમાં ફ્લોપ થઈ ગઈ છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સોમવારે વડોદરામાં ત્રણ વનડે મેચોની આઈસીસી ચેમ્પિયનશિપની પહેલી મેચ રમાઈ, જેમાં મેજબાન ટીમને આઠ વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતીય ટીમે આપેલા 201 રનના ટાર્ગેટને ઓસ્ટ્રેલિયન ટીમે બે વિકેટ ગુમાવીને 32.1 ઓવરમાં જ મેળવી લીધો હતો. ભારતીય ટીમના બોલર્સ અને બેટ્સમેન બંને ફ્લોપ થઈ ગયા હતા.

મિતાલી રાજની ગેરહાજરીમાં હરમનપ્રીત કૌર કેપ્ટનસી સંભાળી રહી છે. ટોસ જીતીને ભારતે પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ઓપનર સ્મૃતિ મંધાના અને પૂનમ રાઉતે તોફાની શરૂઆત કરવાની કોશિશ કરી, પરંતુ આ કોશિશમાં મંધાના માત્ર 12ના સ્કોર પર પોતાની વિકેટ ગુમાવી દીધી હતી. મંધાના બાદ જેમિમા એક રન બનાવીને આઉટ થઈ ગઈ હતી.. જેવી જ પૂમન રાઉત અમાંડા વેલિંગ્ટનની બોલ પર એલબીડબ્લ્યૂ થઈ ત્યાર બાદ વિકેટોની લાઈન લાગી ગઈ હતી.

અંતમાં સુષ્મા વર્મા અને પૂજા વસ્ત્રાકરે ઈનિંગને સંભાળવાની જવાબદારી ઉઠાવી હતી. બંનેએ 76 રનની પાર્ટનરશીપ કરીને ભારતને સન્માનજકન સ્કોર આપ્યું હતું. સુષ્મા 41 રન બનાવીને જોનાસેનની બોલ પર કેચ આઉટ થઈ હતી. જ્યારે પૂજા વસ્ત્રાકરે પોતાનું અર્ધશતક પુરૂ કર્યું અને બીજા જ બોલે જોનાસેને તેને પણ કેચ આઉટ કરાવીને પેવેલિયન મોકલી દીધી હતી. ત્યાર ટીમના સ્કોરમાં માત્ર એક રન જ જોડાયો અને આખી ટીમ 200 રનો પર ઓલઆઉટ થઈ ગઈ હતી.

બેટિંગ બાદ ભારતીય ટીમની બોલિંગ પણ ફ્લોપ રહી. 50 રનની પાર્ટનરશીપ થયા બાદ ભારતીય ટીમને પહેલી સફળતા મળી હતી. ત્યાર બાદ ટીમ માત્ર એક જ વિકેટ લઈ શકી હતી. ઓસ્ટ્રેલિયા તરફથી નિકોલ બોલ્ટને 101 બોલ પર 100 રનની અણનમ ઈનિંગ રમી હતી. તેને શતકીય ઈનિંગ દરમિયાન 12 ફોર ફટકારી હતી. હિલીએ 38, કેપ્ટન લૈનિંને 33 અને પૈરીએ અણનમ 25 રનની ઈનિંગ રમી હતી.
First published: March 12, 2018, 8:05 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading