જીત પછી ટીમ ઇન્ડિયાએ આવી રીતે કરી ઉજવણી, પૂજારા કેમ રહ્યો પાછળ

News18 Gujarati
Updated: January 7, 2019, 3:59 PM IST
જીત પછી ટીમ ઇન્ડિયાએ આવી રીતે કરી ઉજવણી, પૂજારા કેમ રહ્યો પાછળ
જીત પછી ટીમ ઇન્ડિયાએ આવી રીતે કરી ઉજવણી, પૂજારા કેમ રહ્યો પાછળ

  • Share this:
ઓસ્ટ્રેલિયન ધરતી ઉપર મળેલા ઐતિહાસિક શ્રેણી વિજય પછી ભારતીય ટીમની સાથે દેશમાં ક્રિકેટ પ્રશંસકો પણ ઉજવણીમાં વ્યસ્ત છે. જોકે ટીમ ઇન્ડિયાને ઉજવણી મનાવવાની તક આપનાર ચેતેશ્વર પૂજારા આ ઉજવણીમાં સામેલ થયો ન હતો.

મેચ પછી ટીમે ડાન્સ કરીને જીતની ઉજવણી કરી હતી. કેપ્ટન કોહલી સહિત આખી ટીમે મેદાન ઉપર એક સ્ટેપ કર્યો હતો પણ પૂજારા ત્યાં ઉભો રહ્યો હતો. ડાન્સ કરવાની યોજના ટીમના યુવા ખેલાડી રિષભ પંતમી હતી. જેના વિશે વિરાટ કોહલીએ ખુલાસો કર્યો હતો.




આ પણ વાંચો - કોહલીની પ્રશંસા કરતા રવિ શાસ્ત્રીએ ચાર ભારતીય કેપ્ટનોને કર્યા ‘સ્ટંપ આઉટ’

પ્રેસ કોન્ફરન્સમાં સુકાની કોહલી અને કોચ રવિ શાસ્ત્રીને આ ડાન્સ વિશે પુછવામાં આવ્યું તો કોહલીએ કહ્યું હતું કે આ પંતની યોજના હતા અને તેને ખબર ન હતી કે તે શું કરવાનો પ્રયત્ન કરી રહ્યો છે. જોકે ઇમાનારીથી કહું તો આ બધુ સારુ હતું અને ઘણું આસાન હતું. જોકે પૂજારા તેને કરી શક્યો ન હતો. પૂજારા સિમ્પલ ઉભેલો જોવા મળે છે.
First published: January 7, 2019, 3:58 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading