ફક્ત ધોની જ જાણે છે કે તેના મગજમાં શું ચાલી રહ્યું છે: વિરાટ કોહલી

News18 Gujarati
Updated: January 16, 2019, 7:38 AM IST
ફક્ત ધોની જ જાણે છે કે તેના મગજમાં શું ચાલી રહ્યું છે: વિરાટ કોહલી
ફક્ત ધોની જ જાણે છે કે તેના મગજમાં શું ચાલી રહ્યું છે: વિરાટ કોહલી

50 ઓવર સુધી વિકેટકિપિંગ કરીને આવી ઇનિંગ્સ રમવી આસાન હોતું નથી - વિરાટ

  • Share this:
ભારતે એડિલેડ વન-ડેમાં ઓસ્ટ્રેલિયાને 6 વિકેટે હરાવી ત્રણ મેચની શ્રેણી 1-1થી બરાબરી કરી લીધી છે ભારત સામે જીત માટે 299 રનનો પડકાર હતો. જે ભારતે અંતિમ ઓવરમાં મેળવ્યો હતો. ભારત તરફથી કેપ્ટન વિરાટ કોહલીએ સૌથી વધારે 104 રન બનાવ્યા હતા. જ્યારે એમએસ ધોનીએ અણનમ 55 રનની ઇનિંગ્સ રમી હતી. મેચ પછી પ્રેઝનટેશન સેરેમનીમાં કોહલીએ ધોનીની ઘણી પ્રશંસા કરી હતી.

કોહલીએ કહ્યું હતું કે આજે મહેન્દ્રસિંહ ધોનીની ક્લાસિક ઇનિંગ્સ જોવા મળી હતી. 50 ઓવર સુધી વિકેટકિપિંગ કરીને આવી ઇનિંગ્સ રમવી આસાન હોતું નથી. ધોની મેચને અંત સુધી લઈ ગયો હતો અને પછી ખતમ કરી હતી. ફક્ત ધોની જ જાણે છે કે તેના મગજમાં શું ચાલી રહ્યું છે.

આ પણ વાંચો - ‘તમે કોહલીને પ્રેમ કરો કે નફરત કરો પણ આખી પેઢીમાં આવો ખેલાડી એક જ હોય’

કોહલીએ કહ્યું હતું કે ધોનીને પોતાની ક્ષમતા પર વિશ્વાસ છે કે તે મોટા શોટ્સ રમીને મેચને ખતમ કરી શકે છે. કોહલીએ 14 બોલમાં 25 રનની ઇનિંગ્સ રમનાર દિનેશ કાર્તિકની પણ પ્રશંસા કરી હતી. કોહલીએ કહ્યું હતું કે કાર્તિકે ઝડપી રમીને ધોની ઉપર દબાણ ઓછું કર્યું હતું.

ભારતને અંતિમ ઓવરમાં 7 રનની જરુર હતી ત્યારે ધોનીએ પ્રથમ બોલે સિક્સર ફટકારી ભારતને જીત અપાવી હતી.
First published: January 15, 2019
વધુ વાંચો
अगली ख़बर