સિડની : ભારત અને ઓસ્ટ્રેલિયા (India Vs Australia)વચ્ચે સિડનીમાં રમાયે રહેલી પ્રથમ વન-ડે દરમિયાન બે પ્રદર્શનકારી સુરક્ષા ઘેરો તોડીને મેદાનમાં ઘુસી આવ્યા હતા. જેને બાદમાં મુશ્કેલીથી બહાર કાઢવામાં આવ્યા હતા. જેમાં એક પ્રદર્શનકારીના હાથમાં પ્લેકાર્ડ હતું. જેમાં ઓસ્ટ્રેલિયામાં ભારતના અદાણી સમૂહના (Adani Group)કોયલા પરિયોજનની ટિકા કરવામાં આવી છે. કોવિડ-19ના ગાળામાં ભારત પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય મેચ રમવા ઉતર્યું છે. કોરાના વાયરસ સંક્રમણ પછી પ્રથમ વખત દર્શકોને મેદાનમાં મેચ જોવા આવવાની એન્ટ્રી આપવામાં આવી છે.
શું થયું મેદાન પર?
પ્રદર્શનકારી તે સમયે મેદાનમાં ઘુસ્યા જ્યારે નવદીપ સૈની છઠ્ઠી ઓવર ફેંકવાની તૈયારી કરી રહ્યો હતો. બંનેને સુરક્ષાકર્મીઓએ બહાર કાઢી મુક્યા હતા. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ સ્ટેડિયમમાં કુલ ક્ષમતાના 50 ટકા દર્શકોને પ્રવેશવાની મંજૂરી આપી છે.
આ પણ વાંચો - ક્રિકેટ પછી ખેતીમાં હાથ અજમાવી રહ્યો છે એમએસ ધોની, 40 રૂપિયે કિલો વેચી રહ્યો છે ટમાટા
કેમ થઈ રહ્યો છે અદાણી ગ્રૂપનો વિરોધ?
ઓસ્ટ્રેલિયામાં અદાણી ગ્રૂપનો આ ઝઘડો નોર્થ ગેલિલી બેસિનની કારમાઇકલ ખાણને લઈને છે. આ ખાણ ઓસ્ટ્રેલિયાના ક્વિન્સલેન્ડ રાજ્યમાં બ્રિસબેનથી ઉત્તર-પશ્ચિમમાં લગભગ 1200 કિલોમીટરે આવેલી છે. કંપની કોલસાને ભારતમાં મોકલવા માંગે છે પણ આને લઈને ઘણા વર્ષોથી વિરોધ ચાલી રહ્યો છે. અદાણી ગ્રૂપનું કહેવું છે કે આનાથી ઓસ્ટ્રેલિયામાં 1500 સ્થાનીય લોકોને નોકરીઓ પણ આપી છે. જોકે લોકો તેને પર્યાવરણની વિરુદ્ધ માની રહ્યા છે.
Published by:Ashish Goyal
First published:November 27, 2020, 15:22 pm