ઓસીના સુકાનીએ આપી રોહિતને ઓફર, સિક્સર મારીશ તો કરીશ આ કામ

ઓસીના સુકાનીએ આપી રોહિતને ઓફર, સિક્સર મારીશ તો કરીશ આ કામ

મેલબોર્ન ટેસ્ટના બીજા દિવસે ઓસ્ટ્રેલિયાનો સુકાની ટીમ પેન ભારતીય બેટ્સમેન રોહિત શર્માને વિકેટ પાછળ પરેશાન કરીને ઉશ્કેરતો જોવા મળ્યો

  • Share this:
    મેલબોર્ન ટેસ્ટના બીજા દિવસે ઓસ્ટ્રેલિયાનો સુકાની ટીમ પેન ભારતીય બેટ્સમેન રોહિત શર્માને વિકેટ પાછળ પરેશાન કરીને ઉશ્કેરતો જોવા મળ્યો હતો. ટી બ્રેક પહેલા પેન શોર્ટ લેગ પર ફિલ્ડિંગ કરી રહેલા એરોન ફિન્ચ સાથે વાત કરતો જોવા મળ્યો હતો. આ દરમિયાન રોહિત શર્મા બેટિંગ કરી રહ્યો હતો. નોન સ્ટ્રાઇકર પર રહાણે હતો. બોલિંગ નાથન લાયન કરી રહ્યો હતો. આ દરમિયાન પેને રોહિતને સંભળાય તે રીતે ફિન્ચને કહ્યું હતું કે મને લઈને રાજસ્થાન રોયલ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે. જો રોહિત અહીં સિક્સર ફટકારશે તો હું મુંબઈમાં જઈશ.

    પેન ઇન્ડિયન પ્રીમિયર લીગની ટીમ મુંબઈ ઇન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ્સની તરફ ઇશારો કરી રહ્યો હતો. મુંબઈની કેપ્ટનશિપ રોહિત અને રાજસ્થાનની કેપ્ટનશિપ રહાણે કરી રહ્યો છે. ઓસ્ટ્રેલિયાનો સુકાની પેન આ દરમિયાન રોહિતની ઉશ્કેરણી કરી રહ્યો હતો,જેથી તે ખરાબ શોટ રમીને પોતાની વિકેટ ફેંકી દે. જોકે રોહિત શર્મા તેની જાળમાં ફસાયો ન હતો.

    આ પણ વાંચો - IND vs AUS: સદી ચૂક્યો છતાં કોહલીએ રચ્યો ઈતિહાસ, આ કારનામું કરનારો પહેલો ક્રિકેટર



    ભારતે બીજા દિવસે 7 વિકેટે 443 રન બનાવી દાવ ડિકલેર કર્યો હતો. રોહિત શર્મા 63 રને અણનમ રહ્યો હતો. આ દરમિયાન રોહિતે એકપણ સિક્સર ફટકારી ન હતી. આ પહેલા રોહિતે વિદેશની ધરતી ઉપર 2015માં અડધી સદી ફટકારી હતી.
    Published by:Ashish Goyal
    First published: