ભારત અને ન્યુઝીલેન્ડ (India vs New Zealand, T20I) વચ્ચે T20 સિરીઝની ત્રીજી અને છેલ્લી મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાઇ હતી. સિરીઝ એક-એક સાથે બરાબરી પર હતી. આવી સ્થિતિમાં લગભગ સૌને ખબર હતી કે હાર્દિક પંડ્યા અને મિશેલ સેન્ટનરની ટીમમાંથી જે પણ આ મેચ જીતશે તે સિરીઝ પર કબજો કરી લેશે. કેપ્ટન હાર્દિક પંડ્યા કોઈપણ કિંમતે આ મેચ જીતવા માંગતા હશે. આ ફોર્મેટમાં તેનો સિરીઝ જીતવાનો રેકોર્ડ અત્યાર સુધી 100% છે. તે કોઈ ભૂલ કરવા માંગતો નથી. એક નાની ભૂલ માત્ર તેની જ નહીં પરંતુ ટીમ માટે પણ ભારે પડી શકે છે.
‘ટીમમાં જગ્યા બનાવવાનો અંતિમ મોકો!
અમદાવાદ T20 મેચ બાદ ભારતીય ટીમ આગામી પાંચ મહિના સુધી એકપણ T20 આંતરરાષ્ટ્રીય મેચ રમશે નહીં. અત્યાર સુધી જાહેર કરાયેલા ક્રિકેટ કેલેન્ડર મુજબ ભારત ફેબ્રુઆરી-માર્ચમાં ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ અને વનડે સિરીઝ રમશે. આ પછી એપ્રિલ-મેમાં આઈપીએલનું આયોજન થવાનું છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ જૂનમાં રમાશે. આ પછી, જુલાઈ-ઓગસ્ટમાં ભારતીય ટીમ વેસ્ટ ઈન્ડિઝની મુલાકાત લેશે, જ્યાં ટેસ્ટ, ODI અને T20 મેચ રમાશે. એમ કહેવામાં કંઈ જ ખોટું નથી કે ન્યૂઝીલેન્ડ સામેની છેલ્લી ટી20 મેચ આ ફોર્મેટમાં સિઝનની છેલ્લી મેચ બનવા જઈ રહી છે.
દાવ પર છે ત્રણ ખેલાડીઓનુ આંતરરાષ્ટ્રીય કરિયર
આ મેચ દરમિયાન ભારતના ત્રણ યુવા ક્રિકેટરોની કારકિર્દી દાવ પર લાગી છે. ઈશાન કિશન અને શુભમન ગિલ ભલે વનડેમાં સફળ રહ્યા હોય પરંતુ ટી20 ફોર્મેટમાં તેઓ સતત ફ્લોપ રહ્યા છે. જાન્યુઆરીમાં કુલ પાંચ T20 મેચ રમાઈ હતી. ઈશાન કિશન બધામાં ફ્લોપ રહ્યો હતો. શુભમન ગિલની પણ આવી જ હાલત હતી. ગિલે જાન્યુઆરીમાં જ T20 ઇન્ટરનેશનલમાં ડેબ્યૂ કર્યું હતું. હાર્દિક પંડ્યાની ટીમમાં તેના ફ્લોપ હોવા છતાં તેને સતત તકો આપવામાં આવી રહ્યો છે પરંતુ તે પોતાને સાબિત કરી શક્યો નથી. આવી સ્થિતિમાં, એક નાનકડી ભૂલ બંનેની T20 કરિયર પર પૂર્ણ વિરામ લગાવી શકે છે.
રાહુલ ત્રિપાઠીની પણ કંઈક આવી જ હાલત છે. આ વિસ્ફોટક બેટ્સમેનને આઈપીએલ અને ડોમેસ્ટિક ક્રિકેટમાં તેના શાનદાર પ્રદર્શન માટે પુરસ્કાર મળ્યો હતો. રાહુલ ત્રિપાઠીને પણ શ્રીલંકા સામેની ટી-20 સિરીઝમાં ડેબ્યૂ કરવાની તક મળી હતી પરંતુ તે પોતાને સાબિત કરી શક્યો નહોતો. તે વિરાટ કોહલીની જગ્યાએ નંબર-3 પર ટીમમાં રમી રહ્યો છે. આ સ્થાન પર પોતાની જગ્યા નિશ્ચિત કરવા માટે મોટી સંખ્યામાં રન બનાવવાની જરૂર હતી, પરંતુ તે અત્યાર સુધી એવરેજ ઇનિંગ્સ રમવામાં પણ નિષ્ફળ રહ્યો છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર