Home /News /sport /

ટીમ ઇન્ડિયાને બ્રિસબેનમાં આપી ખરાબ હોટલ, રૂમ સર્વિસની પણ સુવિધા નથી!

ટીમ ઇન્ડિયાને બ્રિસબેનમાં આપી ખરાબ હોટલ, રૂમ સર્વિસની પણ સુવિધા નથી!

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચોથી ટેસ્ટ 15 જાન્યુઆરીથી બ્રિસબેનમાં રમાશે (તસવીર - એપી)

બ્રિસબેન પહોંચેલી ટીમ ઇન્ડિયાને એવી હોટલમાં ઉતારો આપવામાં આવ્યો છે જ્યાં મૂળભૂત સુવિધા પણ નથી

  બ્રિસબેન : ઓસ્ટ્રેલિયા સામે ચોથી અને અંતિમ ટેસ્ટ માટે બ્રિસબેન પહોંચેલી ટીમ ઇન્ડિયાને (Team India)મંગળવારે એવી હોટલમાં ઉતારો આપવામાં આવ્યો છે જ્યાં મૂળભૂત સુવિધા પણ નથી. આ કારણે ભારતીય ક્રિકેટ બોર્ડના શીર્ષ અધિકારીઓએ દખલ દેવી પડી હતી. માનવામાં આવે છે કે બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલી, સચિવ જય શાહ અને સીઇઓ હેમાંગ અમીનની ફરિયાદ મળ્યા પછી ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના અધિકારીઓ સાથે સંપર્ક કર્યો હતો અને તેમણે આશ્વાસન આપ્યું છે કે ભારતીય ટીમને ત્યાં કોઈ પરેશાની થશે નહીં.

  બોર્ડના એક સીનિયર સૂત્રએ જણાવ્યું કે હોટલમાં રૂમ સર્વિસ કે હાઉસકીપિંગ જ નથી. જીમ પણ આંતરરાષ્ટ્રીય સ્તરનું નથી અને સ્વિમિંગ પૂલમાં જઈ શકતા નથી. ચેક ઇનના સમયે તેમને બધી સુવિધા મળશે તેવો વાયદો કરવામાં આવ્યો હતો.

  આ પણ વાંચો - ઓસ્ટ્રેલિયા સામે બ્રિસબેન ટેસ્ટ રમવા માંગે છે વીરેન્દ્ર સેહવાગ, BCCI સામે રાખ્યો પ્રસ્તાવ

  ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચોથી ટેસ્ટ 15 જાન્યુઆરીથી બ્રિસબેનમાં રમાશે. ત્યાં કોરોના મહામારીના વધેલા કેસના કારણે ન્યૂ સાઉથ વેલ્સ સાથે સરહદ પર લોકડાઉનના કારણે હોટલમાં સખત નિયમો છે. એ પૂછવા પર કે શું ખેલાડીઓને એકબીજા સાથે મળવાની મંજૂરી છે. તો સૂત્રએ કહ્યું કે તેમને એક ટીમ રૂમ આપવામાં આવ્યો છે અને હોટલની અંદર તે એકબીજાને મળી શકે છે.
  Published by:Ashish Goyal
  First published:

  Tags: Australia, India vs australia, Team india, ભારત

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन