Ind VS Aus: કોહલી અને રહાણેની લડાયક બેટિંગ, ભારતનો વળતો પ્રહાર

વિરાટ કોહલીની તસવીર

ઓસ્ટ્રેલિયાના 326 રનના જવાબમાં ભારતે બીજા દિવસના અંતે 3 વિકેટ ગુમાવી 172 રન બનાવ્યા, કોહલી 82*, રહાણે 51*

  • Share this:
    વિરાટ કોહલી (82*) અને અજિંક્ય રહાણે (51*)ની લડાયક અડધી સદીની મદદથી ભારતે ઓસ્ટ્રેલિયા સામે બીજી ટેસ્ટમાં બીજા દિવસે વાપસી કરી છે. ઓસ્ટ્રેલિયાના 326 રનના જવાબમાં ભારતે બીજા દિવસના અંતે 3 વિકેટ ગુમાવી 172 રન બનાવી લીધા છે. ભારત હજુ 154 રન પાછળ છે અને તેની 7 વિકેટો બાકી છે. દિવસના અંતે કોહલી 9 ફોર સાથે 82 અને રહાણે 6 ફોર અને 1 સિક્સર સાથે 51 રને રમતમાં છે.

    ભારતે 82 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી વિરાટ અને રહાણેએ ચોથી વિકેટ માટે અતૂટ 90 રનની ભાગીદારી નોંધાવી દિવસના અંત સુધી વિકેટ જાળવી રાખી હતી.

    ઓસ્ટ્રેલિયા તરફથી મિચેલ સ્ટાર્કે 2 અને હેઝલવુડે 1 વિકેટ ઝડપી હતી.



    ઓસ્ટ્રેલિયા 326 રન સાથે સમેટાઇ જતાં ટીમ ઇન્ડિયાની બેટિંગ શરૂ થઇ ગઇ છે. ત્રીજી ઓવરના છેલ્લા બોલમાં સ્ટાર્કે વિજયને બોલ્ડ કરીને ભારતની પહેલી વિકેટ લીધી હતી. લંચ પછીની ત્રીજી ઓવરમાં ભારતની બીજી વિકેટ પડી હતી. ભારતને 8 રન સાથે બીજી વિકેટ પડી હતી. જ્યારે કોહલીએ આવતાની સાથે જ ફોર લગાવીને પોતાનું ખાતું ખોલ્યું છે.

    પર્થ ટેસ્ટના બીજા દિવસની પહેલી ઇનિંગ પુરી થઇ ઓસ્ટ્રેલિયા 326 રન બનાવીને સમેટાઇ ગઇ છે. ભારત તરફથી ઇશાંથ શર્માએ સૌથી વધારે 4 વિકેટ, ઉમેશ અને વિહારીએ 2-2 વિકેટ લીધી હતી. ઓસ્ટ્રેલિયા તરફથી હૈરિસે 70 રન, ફિંચે 50 રન, હેડએ 58 રન, માર્શે 45 રન અને પેન 38 રન બનાવ્યા હતા.



    પર્થમાં રમાઇ રહેલી ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચેની બીજી ટેસ્ટના બીજા દિવસની ઓસ્ટ્રેલિયાએ શાનદાર શરૂઆત કરી હતી. ટીમ પેન અને કમિંગ ક્રિઝ ઉપર જામેલા હતા. જોકે, અંતે તેમની ભાગીદારી તૂટી હતી. અને કમિંસ આઉટ થયો હતો. આમ ઓસ્ટ્રેલિયાને સાતમી વિકેટનું નુકસાન વેઠવું પડ્યું હતું. ઓસ્ટ્રેલિયાએ પહેલી ઇનિંગમાં 300થી રનનો સ્કોર બનાવ્યો છે..

    આ પણ વાંચોઃ-Ind VS Aus 2nd Test : પ્રથમ દિવસે બંને ટીમોનું સમાન પ્રભુત્વ
    Published by:ankit patel
    First published: