Home /News /sport /IND VS AUS: ભારતીય ક્રિકેટ ટીમની આ જ બેટિંગ લાઇન અપ વર્લ્ડ કપ રમશે? 117 રને ઓલઆઉટ

IND VS AUS: ભારતીય ક્રિકેટ ટીમની આ જ બેટિંગ લાઇન અપ વર્લ્ડ કપ રમશે? 117 રને ઓલઆઉટ

starc australian team

IND VS AUS: ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી વન-ડેમાં કાંગારૂ ટીમના ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્કે ભારતીય ટીમને શરૂઆતી 4 ઝટકા આપ્યા હતા. જેના કારણે ટીમ ઈન્ડિયા માત્ર 119 રને ઓલઆઉટ થઈ ગઈ હતી.

  • News18 Gujarati
  • Last Updated :
  • Visakhapatnam, India
IND VS AUS: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 3 મેચની ODI શ્રેણીની બીજી મેચ વિશાખાપટ્ટનમના ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. પહેલી વન ડે માં ભારતે ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું. બીજી મેચમાં ઓસ્ટ્રેલિયાના કેપ્ટન સ્ટીવ સ્મિથે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતીય ટીમ શરૂઆતથી જ બેકફૂટ પર રહી હતી. ભારતની બેટિંગ તદ્દન કંગાળ રહી હતી. વિરાટ કોહલી સિવાય એક પણ બેટર 30 નો આંકડો પણ પાર કરી શક્યો નહોતો.

કાંગારૂ ટીમનો ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્કે ભારતીય ટીમને શરૂઆતી હુમલામાં 4 આંચકા આપ્યા હતા. ભારતે 49 રનના સ્કોર પર 5 વિકેટ ગુમાવી દીધી હતી. ત્યાર પછી અક્ષર પટેલ સિવાય એક પણ બેટ્સમેન ચાલ્યો નહોતો. અને સામે છેડે વિકેટો પડતી જ રહી હતી. આખરે આખી ભારતીય ટીમ માત્ર 117 રનમાં સમેટાઈ ગઈ હતી. મિચેલ સ્ટાર્કે 5 વિકેટ લઈને ભારતીય બેટિંગની કમર તોડી નાખી હતી.

આ પણ વાંચો: IND VS AUS: કેપ્ટન રોહિતની ગેરહાજરીમાં કોહલીએ કર્યું એ કામ જે હાર્દિક પંડ્યા કરવુ જોઈતુ હતુ

ટીમ ઈન્ડિયાને શરૂઆતના 4 ઝટકા આપીને મિચેલ સ્ટાર્કે બેક ફૂટ પર લાવી દીધી હતી. તેણે 8 ઓવરમાં 53 રન આપીને કુલ 5 વિકેટ લીધી હતી. સીન એબોટે 3 જ્યારે નાથન એલિસે 2 વિકેટ લીધી હતી.



અનુભવી ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્કે એક કલાકની અંદર વર્લ્ડ ક્લાસ બેટિંગ ઓર્ડરનો ધડો લાડવો કરી દીધો હતો. વિશાખાપટ્ટનમમાં ચાલી રહેલી બીજી વનડેમાં ભારતીય ટીમ માત્ર 117 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી. પહેલી મેચમાં પણ તરખાટ મચાવનાર ફાસ્ટર સ્ટાર્કે ભારત સામે બીજી મેચમાં 5 વિકેટ લીધી હતી. ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને ભારતને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. આ મેચમાં ભારત બે ફેરફાર સાથે મેદાનમાં ઉતર્યું છે. નિયમિત કેપ્ટન રોહિત શર્માની વાપસી થઈ હતી જેના કારણે ડાબોડી ઓપનર ઈશાન કિશનને ટીમમાંથી બહાર બેસવું પડ્યું હતું  જ્યારે શાર્દુલ ઠાકુરની જગ્યાએ અક્ષર પટેલને તક મળી હતી.
First published:

Tags: 1st ODI, IND vs AUS, India vs australia

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો