Home /News /sport /IND VS AUS : ભારત ઓસ્ટ્રેલિયાના કેપ્ટન વચ્ચે ટક્કરમાં રોહિતની જીત, કમિન્સને આપ્યો જડબાતોડ જવાબ, જુઓ VIDEO

IND VS AUS : ભારત ઓસ્ટ્રેલિયાના કેપ્ટન વચ્ચે ટક્કરમાં રોહિતની જીત, કમિન્સને આપ્યો જડબાતોડ જવાબ, જુઓ VIDEO

rohit sharma vs pat cummins

ROHIT SHARMA VS PAT CUMMINS: નાગપુર ટેસ્ટમાં બીજા દિવસની રમત દરમિયાન રોહિત શર્માએ કાંગારૂ કેપ્ટન પેટ કમિન્સને શાનદાર સિક્સ ફટકારી હતી. સોશિયલ મીડિયા પર તેનો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

ROHIT SHARMA VS PAT CUMMINS: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ નાગપુરમાં રમાઈ રહી છે. ભારતીય ટીમે બીજા દિવસે બેટિંગની શરૂઆત કેપ્ટન રોહિત અને નાઈટ વોચમેન અશ્વિનની હાજરીમાં કરી હતી. આ મેચમાં પ્રથમ દિવસે જાડેજાએ ઓસ્ટ્રેલિયાની પ્રથમ ઇનિંગમાં પાંચ વિકેટ ઝડપી હતી. આ તેની ટેસ્ટ કારકિર્દીની પાંચમી પાંચ વિકેટ (એક ઇનિંગ્સમાં પાંચ વિકેટ) હતી. જાડેજાએ મેચમાં 22 ઓવર નાંખી અને કાંગારુ બેટ્સમેનોને પોતાની સ્પિનથી મૂંઝવણમાં મૂકી દીધા હતા.

9 મી ટેસ્ટ સદી ફટકારી

ભારત અને ઓસ્ટ્રેલિયા સામેની પહેલી ટેસ્ટ મેચમાં કેપ્ટન રોહિત શર્માએ સદી ફટકારી દીધી છે. આ સાથે રોહિત એકમાત્ર એવો ભારતીય કેપ્ટન છે જેણે ક્રિકેટનાં ત્રણેય ફોર્મેટમાં સદી ફટકારી હોય. કેપ્ટન તરીકે આ ખેલાડીએ અગાઉ વન ડે ક્રિકેટ અને ટી-20માં સદી ફટકારી હતી અને હવે ટેસ્ટમાં પણ કેપ્ટન તરીકે તેણે સદી ફટકારીને અનોખો રેકોર્ડ સર્જી દીધો છે.



કાંગારૂ કેપ્ટન કમિન્સને સિક્સર ફટકારી

નાગપુર ટેસ્ટમાં બીજા દિવસની રમત દરમિયાન રોહિત શર્માએ કાંગારૂ કેપ્ટન પેટ કમિન્સને શાનદાર સિક્સ ફટકારી હતી. સોશિયલ મીડિયા પર તેનો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જ્યારે રોહિત શર્મા 61 રન પર બેટિંગ કરી રહ્યો હતો, ત્યારે જ કાંગારુ કેપ્ટન પેટ કમિન્સ બોલિંગ કરવા આવ્યો, તેણે કેપ્ટન રોહિતને શોટ પિચ ડિલિવરી કરી, જેના પર રોહિતે ખેંચીને સિક્સર ફટકારી. શોર્ટ પિચ બોલ પર હૂક શૉટ ફટકારવો એ રોહિતનો ફેવરિટ શૉટ છે. અને ગમે તેવી ફિલ્ડ સેટિંગ હોય પણ રોહિત ક્યારેય આ શૉટ પર સિક્સ મારવાનું ચૂકતો નથી.

નાગપુરમાં ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે રમાઈ રહેલી બોર્ડર-ગાવાસ્કર ટ્રોફીની પહેલી જ મેચની પહેલી જ ઇનિંગનાં બીજા દિવસે ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્મા તરફથી શાનદાર ઇનિંગ જોવા મળી હતી. આ રોહિતની ટેસ્ટ ક્રિકેટમાં 9મી સદી છે.

એક મિનિટ માટે જો કે એવું લાગી રહ્યું હતું કે તે કેચ હોઈ શકે છે, કારણ કે બાઉન્ડ્રી પર ઓસ્ટ્રેલિયન ખેલાડીએ રોહિતનો શોટ જોઈને શાનદાર કેચ લેવાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો હતો, પરંતુ રોહિતના શોટમાં પૂરતું જોર હોવાથી તેણે હાઇટ અને લંબાઈ પકડી લીધી હતી, જેના કારણે બોલ બાઉન્ડ્રીની બહાર પડ્યો હતો. કેપ્ટન રોહિત શાનદાર લયમાં બેટિંગ કરી રહ્યો હતો જે જોઈને દર્શકો પણ ખુશ થઈ ગયા હતા.

આ પણ વાંચો: ROHIT SHARMA : રોહિત શર્માએ ઓસ્ટ્રેલિયા સામેની પહેલી જ ઇનિંગમાં ફટકારી સદી, કેપ્ટન તરીકે મેળવી અનોખી સિદ્ધિ

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ નાગપુરમાં રમાઈ રહી છે. આ મેચમાં જાડેજાએ ઓસ્ટ્રેલિયાની પ્રથમ ઇનિંગમાં પાંચ વિકેટ ઝડપી હતી. આ તેની ટેસ્ટ કારકિર્દીની પાંચમી પાંચ વિકેટ (એક ઇનિંગ્સમાં પાંચ વિકેટ) હતી. જાડેજાએ મેચમાં 22 ઓવર નાંખી અને કાંગારુ બેટ્સમેનોને પોતાની સ્પિનથી મૂંઝવણમાં મૂકી દીધા હતા.

આ પણ વાંચો: ટીમ ઈન્ડિયાના ક્રિકેટરે સીનીયર ખેલાડીને સાળો બનાવી દીધો, ધમકી છતાં તેની જ બહેનને પટાવીને કર્યા લગ્ન



શુક્રવારે મેચના બીજા દિવસે ટીમ ઈન્ડિયાએ પ્રથમ દાવમાં એક વિકેટે 77 રનથી આગળ રમવાનું શરૂ કર્યું હતું. પ્રથમ કલાકમાં રોહિત શર્મા અને આર અશ્વિને ટીમને કોઈ ઝટકો લાગવા દીધો ન હતો. બંને વિકેટ બચાવીને ધીમી પણ મક્કમ ગતિએ આગળ વધી રહ્યા હતા. આ દરમિયાન બંનેએ 40 રન પણ જોડ્યા હતા. ત્યાર પછી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કરનાર 22 વર્ષીય ઓફ સ્પિનર ​​ટોડ મર્ફીએ આ ભાગીદારી તોડી હતી. અશ્વિન 62 બોલમાં 23 રન બનાવીને આઉટ થયો હતો. 2 ચોગ્ગા અને એક છગ્ગો માર્યો. રોહિત શર્મા અને આર અશ્વિને બીજી વિકેટ માટે 42 રન જોડ્યા હતા.
First published:

Tags: IND vs AUS, India vs australia, ક્રિકેટ, રોહિત શર્મા