પંતે કર્યા અડધાથી વધારે કેચ, ધોનીના રેકોર્ડની કરી બરાબરી

News18 Gujarati
Updated: December 8, 2018, 11:05 AM IST
પંતે કર્યા અડધાથી વધારે કેચ, ધોનીના રેકોર્ડની કરી બરાબરી
પંતે કર્યા અડધાથી વધારે કેચ, ધોનીના રેકોર્ડની કરી બરાબરી

પંતે એમએસ ધોનીના 9 વર્ષ જૂના રેકોર્ડની બરાબરી કરી લીધી

  • Share this:
ભારતે એડિલેડ ટેસ્ટના ત્રીજા દિવસે ઓસ્ટ્રેલિયાને ફક્ત 235 રનમાં ઓલઆઉટ કરી દીધું છે. આ સાથે પ્રથમ ઇનિંગ્સમાં ટીમ ઇન્ડિયાએ 15 રનની લીડ મેળવી છે. ટીમ ઇન્ડિયાએ પ્રથમ ઇનિંગ્સામં 250 રન બનાવ્યા હતા. ત્રીજા દિવસે ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓના ત્રણેચ કેચ રિષભ પંતે પકડ્યા હતા. પંતે ટેસ્ટની પ્રથમ ઇનિંગ્સમાં 6 કેચ પકડ્યા હતા. આ સાથે જ પંતે એમએસ ધોનીના 9 વર્ષ જૂના રેકોર્ડની બરાબરી કરી લીધી છે. ધોનીએ 2009માં વેલિંગ્ટનમાં ન્યૂઝીલેન્ડ સામે એક ઇનિંગ્સમાં 6 કેચ ઝડપ્યા હતા.

ત્રીજા દિવસે ભારતના શમીએ 2 વિકેટ, જ્યારે બુમરાહે 1 વિકેટ ઝડપી હતી. શમીએ સતત બે બોલ પર હેડ અને હેઝલવુડને આઉટ કર્યા હતા. હવે શમી બીજી ઇનિંગ્સમાં બોલિંગ કરવા આવશે તો તેની પાસે હેટ્રિક લેવાની તક રહેશે.

ઓસ્ટ્રેલિયા તરફથી હેડે સૌથી વધારે 72 રન બનાવ્યા હતા. હેડ્સકોમ્બે 34,ખ્વાજાએ 28 અને હેરિસે 26 રન બનાવ્યા હતા.

આ પણ વાંચો - ઓસીના બેટ્સમેનોને પજવતો જોવા મળ્યો પંત, પાક.ના વિકેટકીપર સાથે થઈ સરખામણી!
First published: December 8, 2018, 11:05 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading