Home /News /sport /IND VS AUS: ગુજરાતીએ ઓસ્ટ્રેલિયાની કમર તોડી નાખી, સર્જરી પછી શાનદાર વાપસી, મેન ઓફ ધ મેચ બન્યો જાડેજા
IND VS AUS: ગુજરાતીએ ઓસ્ટ્રેલિયાની કમર તોડી નાખી, સર્જરી પછી શાનદાર વાપસી, મેન ઓફ ધ મેચ બન્યો જાડેજા
ravindra jadeja nagpur test
RAVINDRA JADEJA COMEBACK: ગુજરાતી ક્રિકેટર રવીન્દ્ર જાડેજાની આ શાનદાર વાપસી કહી શકાય. કારણ કે સર્જરી બાદ એક લાંબા સમયના બ્રેક પછી રવિન્દ્ર જાડેજાએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસી કરી છે.
RAVINDRA JADEJA IN KANPUR TEST : ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે નાગપુરના વિદર્ભ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં બોર્ડર ગાવસ્કર ટ્રોફી હેઠળ રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતનો એક ઇનિંગ અને 132 રને શાનદાર વિજય થયો હતો. બીજી ઇનિંગમાં ભારત તરફથી ટાઈટ બોલિંગ થઈ હતી અને સ્પિનર રવિચંદ્રન અશ્વિને પાંચ વિકેટ ઝડપી હતી.
ભારતે 1લી ટેસ્ટ એક ઇનિંગ્સ અને 132 રને જીતી લીધી છે. ઓસ્ટ્રેલિયાની ટીમ બીજા દાવમાં 91 રનમાં સમેટાઈ ગઈ હતી. આર અશ્વિને 5 વિકેટ લીધી હતી. ભારતીય ક્રિકેટ ટીમે નાગપુર ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે મોટી જીત નોંધાવી છે.
પ્રથમ દિવસ રહ્યો જાડેજાના નામે
ભારતીય ટીમે બીજા દિવસે બેટિંગની શરૂઆત કેપ્ટન રોહિત અને નાઈટ વોચમેન અશ્વિનની હાજરીમાં કરી હતી. આ મેચમાં પ્રથમ દિવસે જાડેજાએ ઓસ્ટ્રેલિયાની પ્રથમ ઇનિંગમાં પાંચ વિકેટ ઝડપી હતી. આ તેની ટેસ્ટ કારકિર્દીની પાંચમી પાંચ વિકેટ (એક ઇનિંગ્સમાં પાંચ વિકેટ) હતી. જાડેજાએ મેચમાં 22 ઓવર નાંખી અને કાંગારુ બેટ્સમેનોને પોતાની સ્પિનથી મૂંઝવણમાં મૂકી દીધા હતા.
ગુજરાતી ક્રિકેટર રવીન્દ્ર જાડેજાની આ શાનદાર વાપસી કહી શકાય. કારણ કે સર્જરી બાદ એક લાંબા સમયના બ્રેક પછી રવિન્દ્ર જાડેજાએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસી કરી છે. તેણે પહેલી જ ઇનિંગમાં શાનદાર પ્રદર્શન કરતાં પાંચ વિકેટ ઝડપી હતી અને સાથે જ ફિફ્ટી ફટકારી હતી.
ઓલરાઉન્ડ પર્ફ્રોર્મન્સ
રવિન્દ્ર જાડેજાની ઓલરાઉન્ડર તરીકે ટીમમાં પસંદગી થઈ હતી અને તેણે પોતાની પસંદગીને વ્યાજબી ઠેરવતા પહેલી ઇનિંગમાં પાંચ વિકેટ પણ ઝડપી હતી અને હવે બેટિંગમાં આવતા અર્ધી સદી પણ ફટકારી હતી. જાડેજાએ ધૈર્યભરી રમત બતાવતા 120 બોલમાં 50 રન બનાવ્યા હતા જેમાં 7 ચોગ્ગા પણ ફટકાર્યા હતા. જાડેજાએ ટોટલ 70 રન 185 બોલમાં બનાવ્યા હતા. જે ખૂબ મહત્વના સાબિત થયા હતા કારણ કે ટીમ ત્યારે નાજુક સ્થિતિમાં હતી જ્યાં રવીન્દ્ર જાડેજાએ કમાન સંભાળી હતી. ત્યાર પછી ઓસ્ટ્રેલિયાની બીજી ઇનિંગમાં પણ જાડેજાએ બે વિકેટ ઝડપીને અશ્વિનને મહત્વનો સાથ આપ્યો હતો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર