ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 17 માર્ચ શુક્રવારથી ત્રણ મેચની ODI સિરીઝ શરૂ થઈ છે. અગાઉ પ્રથમ વન-ડેમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનું નક્કી કર્યું હતુ. ઓસ્ટ્રેલિયાની ટીમે પણ રોકેટ સ્પીડ સાથે શરૂઆત કરી હતી, પરંતુ વચ્ચેની ઓવરોમાં ભારતીય બોલરોએ વિકેટ ખેરવીને મોટા સ્કોરની આશાને બરબાદ કરી દીધી હતી. 35.4 ઓવરમાં આખી ટીમ માત્ર 188 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આખરે ભારતનો વિજય થયો હતો.
મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાજે 3-3 વિકેટ લીધી હતી. મેચ દરમિયાન રવિન્દ્ર જાડજાનો ખાસ શિકાર ફરીથી તેના હાથે લાગ્યો પરંતુ આ વખતે તે બોલિંગ કરી રહ્યો ન હતો.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં 3 મેચની શ્રેણીની પ્રથમ ODI રમાઈ હતી જે ભારત જીત્યું હતું અને એ મેચમાં ટોસ જીતીને ભારતે ઓસ્ટ્રેલિયાને બેટિંગ માટે બોલાવ્યું હતું. મિચેલ માર્શે પ્રથમ વખત ટ્રેવિસ હેડ સાથે ઇનિંગની શરૂઆત કરી હતી. હેડ ખૂબ જલ્દી જ આઉટ થઇ ગયો હતો. પરંતુ માર્શે અડધી સદી ફટકારી હતી. કેપ્ટન સ્મિથની વિકેટ પડી અને પછી માર્નસ લાબુશેન મેદાન પર ઉતર્યો હતો. બીજી તરફ આ વખતે પણ રવિન્દ્ર જાડેજાએ તેને પોતાનો શિકાર બનાવ્યો.
જાડેજાનો અદભૂત કેચ
આ તેની 300મી આંતરરાષ્ટ્રીય મેચ છે. જાડેજાએ 64-64 ટેસ્ટ અને T20 મેચ રમી છે, જ્યારે અહીં 172મી ODI રમી છે. મુંબઈ ODIમાં કુલદીપ યાદવ 23મી ઓવર કરવા માટે આવ્યો અને ચોથા બોલ પર માર્નસ લબુશેને કટ શોટ માર્યો હતો. રવીન્દ્ર જાડેજાએ તેની જમણી તરફ અદ્ભુત જમ્પ લગાવીને બોલને કેચ કર્યો હતો. આ કેચ એવો હતો કે, જેણે તેને જોયો તે તેના વખાણ કર્યા વિના રહી શક્યો નહીં. કોમેન્ટ્રી ટીમે પણ આ કેચના વખાણ કર્યા હતા, આ વીડિયો સોશિયલ મીડિયા પર શેર થઈ રહ્યો છે.
નાગપુર ટેસ્ટના પ્રથમ અને બીજા દાવમાં જાડેજાએ લાબુશેનને શિકાર બનાવ્યો હતો. દિલ્હી ટેસ્ટમાં પ્રથમ દાવમાં અશ્વિને તેને આઉટ કર્યો હતો, પરંતુ બીજા દાવમાં જાડેજાએ તેને ક્લીન બોલ્ડ કરીને પરત મોકલી દીધો હતો. ત્રીજી ટેસ્ટના પ્રથમ દાવમાં પણ લાબુશેન ક્લીન બોલ્ડ થઈને પરત ફર્યો હતો અને બોલર જાડેજા હતો. ચોથી ટેસ્ટ મેચમાં શમીએ તેને પ્રથમ દાવમાં આઉટ કર્યો હતો જ્યારે બીજી ઈનિંગમાં તે અણનમ રહ્યો હતો.
બીજી મેચમાં ઓસ્ટ્રેલિયાના કેપ્ટન સ્ટીવ સ્મિથે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતીય ટીમ શરૂઆતથી જ બેકફૂટ પર રહી હતી. ભારતની બેટિંગ તદ્દન કંગાળ રહી હતી. વિરાટ કોહલી સિવાય એક પણ બેટર 30 નો આંકડો પણ પાર કરી શક્યો નહોતો.
આ મેચમાં કેટલાક શાનદાર કેચ પણ ઓસ્ટ્રેલિયન ટીમ દ્વારા કરવામાં આવ્યા હતા. અને આ કેચ જ મેચને તેઓની તરફેણમાં કરી ગયા હતા. એક સમયે મુશ્કેલ પરિસ્થિતીમાં ભારતીય ટીમનો વાઇસ કેપ્ટન હાર્દિક પંડ્યા ટીમને સ્થિરતા અપાવે એવી શક્યતા લાગી રહી હતી. પણ સ્ટીવ સ્મિથે ઉડીને શાનદાર કેચ કર્યો હતો. અને આ કેચના કારણે ભારતને મોટો ઝટકો લાગ્યો હતો.
ભારતની બેટિંગ બાદ બોલિંગ પણ ખરાબ રહી હતી. ઓસ્ટ્રેલિયાએ એક પણ વિકેટ ગુમાવ્યા વગર મેચ જીતી લીધી હતી. આ સાથે બીજી વન-ડેમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 10 વિકેટે પરાજય આપ્યો હતો.
ટીમ ઈન્ડિયાને શરૂઆતના 4 ઝટકા આપીને મિચેલ સ્ટાર્કે બેક ફૂટ પર લાવી દીધી હતી. તેણે 8 ઓવરમાં 53 રન આપીને કુલ 5 વિકેટ લીધી હતી. સીન એબોટે 3 જ્યારે નાથન એલિસે 2 વિકેટ લીધી હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર