Home /News /sport /VIDEO: જાડેજા, અશ્વિન અને પટેલ વચ્ચે મેદાન પર લપ થઈ ગઈ! કેપ્ટન રોહિત બરાબરનો ફસાયો

VIDEO: જાડેજા, અશ્વિન અને પટેલ વચ્ચે મેદાન પર લપ થઈ ગઈ! કેપ્ટન રોહિત બરાબરનો ફસાયો

rohit sharma ashwin jadeja

IND VS AUS NAGPUR TEST: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની નાગપુર ટેસ્ટમાં સ્પિનર્સ રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા અને અક્ષર પટેલ વચ્ચે મેદાન પર જે ખેંચતાણ થઈ તેનો VIDEO વાયરલ થયો છે. જેમાં રોહિત શર્માએ ખુલાસો કર્યો હતો.

નવી દિલ્હી. ભારતીય ક્રિકેટ ટીમે ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલની રેસમાં પોતાનો દાવો મજબૂત કર્યો છે. ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ 4 મેચની ટેસ્ટ શ્રેણીની શરૂઆત ઈનિંગ અને 132 રનની મોટી જીત સાથે કરી છે. ભારતીય કેપ્ટન રોહિત શર્માએ પહેલી જ ઇનિંગમાં શાનદાર સદી ફટકારી હતી અને ત્રણેય ફોર્મેટમાં સદી ફટકારનાર પ્રથમ ભારતીય કેપ્ટન બનવાનો રેકોર્ડ પણ બનાવ્યો હતો. મેચ બાદ તેણે એવી વાત કહી જે સાંભળીને બધા ચોંકી ગયા. ઇરફાન પઠાણના એક સવાલના જવાબમાં તેણે ત્રણ સ્પિનરો વચ્ચેની હરીફાઈની વાત કરી હતી.

ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે નાગપુરના વિદર્ભ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં બોર્ડર ગાવસ્કર ટ્રોફી હેઠળ રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતનો એક ઇનિંગ અને 132 રને શાનદાર વિજય થયો હતો. બીજી ઇનિંગમાં ભારત તરફથી ટાઈટ બોલિંગ થઈ હતી અને સ્પિનર રવિચંદ્રન અશ્વિને પાંચ વિકેટ ઝડપી હતી. તો બીજી તરફ વાપસી બાદ પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચ રમી રહેલા રવિન્દ્ર જાડેજાએ પણ આ મેચમાં તરખાટ મચાવ્યો હતો. તેણે સાત વિકેટ લીધી હતી અને બેટિંગ દરમિયાન 70 રન બનાવ્યા હતા.

ભારતે 1લી ટેસ્ટ એક ઇનિંગ્સ અને 132 રને જીતી લીધી છે. ઓસ્ટ્રેલિયાની ટીમ બીજા દાવમાં 91 રનમાં સમેટાઈ ગઈ હતી. આર અશ્વિને 5 વિકેટ લીધી હતી.  અને આ સાથે જ ભારતીય ક્રિકેટ ટીમે નાગપુર ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે મોટી જીત નોંધાવી છે.
ત્રણેય સ્પિનર્સને મળી સારી સફળતા


ભારતે નાગપુર ટેસ્ટના પ્રથમ દાવમાં ઓસ્ટ્રેલિયાની ટીમને માત્ર 177 રનમાં ઘૂંટણીયે પાડી દીધી હતી. રવિન્દ્ર જાડેજાએ 5 જ્યારે આર અશ્વિને 3 વિકેટ લીધી હતી. આ સિવાય મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાજને 1-1 વિકેટ મળી હતી. બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમ માટે કેપ્ટને 120 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ સાથે જ રવિન્દ્ર જાડેજા અને અક્ષર પટેલે શાનદાર ફિફ્ટી ફટકારી હતી. ટીમ ઈન્ડિયા પ્રથમ ઇનિંગમાં 400 રન બનાવ્યા બાદ ઓલઆઉટ થઈ ગઈ હતી અને 223 રનની લીડ મેળવી હતી. આર અશ્વિન બીજી ઇનિંગમાં ઓસ્ટ્રેલિયાની ટીમ પર બરાબર ત્રાટક્યો હતો અને તેણે 5 વિકેટ ઝડપી હતી. રવિન્દ્ર જાડેજા અને મોહમ્મદ શમીએ 2-2 વિકેટ લીધી હતી. અક્ષર પટેલને સફળતા મળી હતી.
 મેચ બાદ કેપ્ટન રોહિત શર્માએ ઈરફાન પઠાણ અને દીપદાસ ગુપ્તા સામે ખુલાસો કર્યો હતો કે તે કેપ્ટનશિપ હેઠળ ક્યારેક દબાઈ જાય છે. ભારતીય પીચો પર જ્યાં સ્પિનરોને મદદ મળે છે ત્યાં 3 સ્પિન બોલરો સાથે રમવું અને સંભાળવું મુશ્કેલ કામ છે. રોહિત શર્માએ મેચ દરમિયાન થયેલા નાના અને મીઠી ખેંચતાણનો ખુલાસો કર્યો હતો.



રોહિત શર્માએ કહ્યું, “ત્રણ સ્પિનરોને હેન્ડલ કરવા ખૂબ મુશ્કેલ છે. પિચમાં એક છેડેથી વધુ મદદ મળી રહી હતી. ત્રણેય સ્પિનરો એ એક જ છેડે પહોંચ્યા હતા. તેણે કહ્યું હતું કે આવી સ્થિતિમાં મેદાન પર સ્પિનરોને હેન્ડલ કરવા કરતાં ડ્રેસિંગ રૂમમાં ખેલાડીઓને હેન્ડલ કરવું વધુ આરામદાયક છે. જાડેજા મારી પાસે આવ્યો અને કહ્યું કે મેં 249 વિકેટ લીધી છે, મારે 250મી વિકેટ જોઈએ છે  માટે મને બોલિંગ આપો. આર અશ્વિને કહ્યું હતું કે જો, મારી આ ઇનિંગમાં 4 વિકેટ છે, 5 વિકેટ પૂરી કરવા માટે એક વિકેટ લેવા બોલિંગની જરૂર છે. જો કે તેણે હસતાં હસતાં કહ્યું હતું કે મેં આ પ્રકારની વસ્તુ માટે ભારતમાં ઘણી વખત રજૂઆત કરી છે.





રવિન્દ્ર જાડેજાએ 5 મહિના પછી વાપસી કરીને ટીમ ઈન્ડિયાને જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ઓસ્ટ્રેલિયા (IND vs AUS) સામેની પ્રથમ ટેસ્ટમાં 7 વિકેટ લેવા ઉપરાંત તેણે 70 રનની અજોડ ઇનિંગ પણ રમી હતી. ભારતે આ મેચ એક ઇનિંગ્સ અને 132 રને જીતી લીધી હતી.

First published:

Tags: Ravichandran ashwin, Ravindra Jadeja Axar Patel, Rohit sharma record, ક્રિકેટ, રોહિત શર્મા